Viral Video : ‘બાલમ થાનેદાર ચલાવે જીપ્સી’ પર બાળકીનો અદ્દભુત ડાન્સ જોઈને તમે પણ થઈ જશો તેના ફેન

|

Jan 28, 2023 | 6:34 PM

સામાન્ય રીતે નાની ઉંમરના બાળકોને બરાબર ચાલતા પણ આવડતું નથી, તો ડાન્સ કરવો તો દૂરની વાત છે, પરંતુ આ બાળકી જાણે ડાન્સમાં માસ્ટરી મેળવી લીધી હોય તેમ ડાન્સ કરતી જોવા મળે છે.

Viral Video : બાલમ થાનેદાર ચલાવે જીપ્સી પર બાળકીનો અદ્દભુત ડાન્સ જોઈને તમે પણ થઈ જશો તેના ફેન
Dance Viral Video

Follow us on

આજકાલ નાના બાળકો પણ સોશિયલ મીડિયામાં ઘણા એકટિવ થઈ ગયા છે. ક્યારેક તે પોતાની ગાયકીનો જાદુ બતાવતા જોવા મળે છે તો ક્યારેક તે પોતાના ડાન્સથી લોકોને આશ્ચર્યચકિત કરી દેતા હોય છે. તેમજ ઘણા પોતાના અલગ ટેલેન્ટ સાથે સોશિયલ મીડિયાના અનેક પ્લેટફોર્મ પર છવાયેલા જોવા મળે છે. ખાસ કરીને વાત કરીએ તો આજ-કાલના નાના બાળકો પણ મોટા મોટા ન કરી શકે તેવા અદ્ભુત કારનામાં કરી દેતા હોય છે.

બાલમ થાનેદાર પર બાળકીનો વીડિયો વાઈરલ

એક નાની બાળકીનો વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ વાઈરલ થઈ રહ્યો છે. તમને જણાવી દઈએ તો આ બાળકી માત્ર બેથી ત્રણ વર્ષની જણાય રહી છે. જે તેના પ્રદર્શનથી લોકોને મંત્રમુગ્ધ કરી દેતી જોવા મળે છે. વીડિયોમાં બાળકીએ જબરદસ્ત ડાન્સ કરીને પોતાના એક્સપ્રેશનથી લોકોનાં દિલ જીતી લીધા છે. સામાન્ય રીતે નાની ઉંમરના બાળકોને બરાબર ચાલતા પણ આવડતું નથી, તો ડાન્સ કરવો તો દૂરની વાત છે, પરંતુ આ બાળકી જાણે ડાન્સમાં માસ્ટરી મેળવી લીધી હોય તેમ ડાન્સ કરતી જોવા મળે છે. લોકો આ ડાન્સ વીડિયોને ખૂબ પસંદ કરી રહ્યા છે.

ઈન્કમ ટેક્સ ઈન્સ્પેક્ટર છે યુઝવેન્દ્ર ચહલ, પગાર અને કુલ નેટવર્થ જાણી ચોંકી જશો
અજાણતાં થયેલા પાપોથી કેવી રીતે મુક્તિ મેળવવી ? પ્રેમાનંદ મહારાજે કહી મોટી વાત
Relationship : પ્રેમ કરતા યુગલો અપનાવી રહ્યા છે નવો ચોંકાવનારો ટ્રેન્ડ, જાણો
પ્રેમાનંદ મહારાજે સમજાવ્યું કે વિરાટ કોહલી કેમ નિષ્ફળ જઈ રહ્યો છે
TMKOC : તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા" ના વિવાદ પર અસિત મોદીની પ્રતિક્રિયા
મકરસંક્રાંતિ બાળકોનો સૌથી પ્રિય તહેવાર છે, જુઓ ફોટો

વીડિયોને 2.7 મિલિયન વ્યૂસ

વીડિયોમાં તમે જોઈ શકો છો કે કેવી રીતે તે બાળકી અભિવ્યક્તિ સાથે તેની પીઠ નમાવી રહી છે. હરિયાણવી ગીત ‘બાલમ થાનેદાર ચલાવે જીપ્સી’ બેકગ્રાઉન્ડમાં વાગી રહ્યું છે અને છોકરી તેના પર સુંદર રીતે ઠુમકા લગાવી રહી છે. એવું લાગે છે કે તે આ ઉંમરે ગીતનો અર્થ સમજી રહી છે અને તે મુજબ ડાન્સ પણ કરી રહી છે. ગીત પર ડાન્સ કરતી વખતે તે લિપ-સિંકિંગ પણ કરી રહી છે અને સોંગના બોલ પ્રમાણે એક્સપ્રેશન પણ આપી રહી છે.

આ વીડિયો જોયા બાદ તમે પણ આ બાળકીના ફેન થઈ જશો. તેના એક્સપ્રેશન જોઈને તમે પણ કહેશો કે શું વાત છે, છોટા પેકેટ બડા ધમાકા. વીડિયોમાં ડાન્સ કરતી  આ નાની બાળકીનું નામ દિશુ જણાવવામાં આવી રહ્યું છે. બાળકીનો આ અદભૂત ડાન્સ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર @aapkidishu_ નામની આઈડીથી શેર કરવામાં આવ્યો છે.

આ વીડિયો અત્યાર સુધીમાં 2.7 મિલિયન વખત જોવામાં આવ્યો છે, જ્યારે 1 લાખ 50 હજારથી વધુ લોકોએ આ વીડિયોને શેર કર્યો છે. લોકોએ વીડિયો જોયા પછી અલગ-અલગ પ્રતિક્રિયાઓ આપી છે. કેટલાક લોકોએ છોકરીને ‘છોટી સપના ચૌધરી’ ગણાવી છે તો કેટલાકે કહ્યું છે કે આ છોકરી ખૂબ જ ક્યુટ છે.

Next Article