Video : બિલાડીઓને ભણાવતી નાની છોકરીનો વીડિયો થયો વાયરલ, યુઝર્સ કહ્યુ ‘બિલાડીઓ UPSC ક્રેક કરશે’

|

Jan 03, 2022 | 12:41 PM

આજકાલ સોશિયલ મીડિયા પર એક રમુજી વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક નાની છોકરી બે બિલાડીઓને ભણાવતી જોવા મળી રહી છે , આ જોઈને તમે પણ હસીને લોટ પોટ થઈ જશો.

Video : બિલાડીઓને ભણાવતી નાની છોકરીનો વીડિયો થયો વાયરલ, યુઝર્સ કહ્યુ બિલાડીઓ UPSC ક્રેક કરશે
Little girl teaching cats

Follow us on

Funny Video : સોશિયલ મીડિયા પર દરરોજ પ્રાણીઓ (Animals) સંબધિત વીડિયો વાયરલ થતા જોવા મળે છે. ક્યારેક સિંહ અને વાઘના શિકારના વીડિયો વાયરલ થાય છે તો ક્યારેક કૂતરા અને હાથીના મસ્તી કરતા વીડિયો ઈન્ટરનેટ (Internet) પર છવાઈ જાય છે. જેમાં કેટલાક વીડિયો જોઈને યુઝર્સ પણ હસીને લોટ પોટ થઈ જાય છે.તાજેતરમાં આવો જ એક વીડિયો સોશિયલ મીડિયા (Social Media) પર સામે આવ્યો છે.જેમાં બે બિલાડી જે રીતે ધ્યાનથી ભણી રહી છે,તે જોઈને તમે પણ હસવાનુ કંટ્રોલ નહિ કરી શકો.

બિલાડી એકાગ્રતાથી ભણી રહી છે…!

ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે બે બિલાડીઓ ખુરશી પર આરામથી બેઠી છે અને તેની સામે એક ચોપડો અને કેટલીક કલર પેન્સિલ રાખવામાં આવી છે.જ્યારે એક નાની છોકરી(Little Girl)  બોર્ડ પર એક ફૂલનું ચિત્ર દોરે છે અને બિલાડીઓને કંઈક કહેતી જોવા મળે છે. આ બિલાડીઓ જે રીતે ધ્યાનથી નાની છોકરીને સાંભળી રહી છે,તે જોઈને તમે પણ હસવુ આવશે.

Pahalgam Attack : પહલગામ આતંકી હુમલા બાદ સેનાના જવાનનો જૂનો વીડિયો વાયરલ, જુઓ
Cobra Vs King Cobra: કોબ્રા અને કિંગ કોબ્રા વચ્ચે 5 મોટા તફાવત, જાણો
ગૌરી ખાનની કુંડલી એટલી શક્તિશાળી છે કે જે લગ્ન કરતો એ રાજયોગ ભોગવતો
મચ્છરને નથી ગમતી આ ગંધ, આ વસ્તુ ઘરમાં રાખવામાં આવે તો મચ્છર થઇ જશે છુમંતર
Jioનો સૌથી સસ્તો પ્લાન લોન્ચ ! માત્ર 895માં મળી રહી 336 દિવસની વેલિડિટી
ક્રિકેટનો ભગવાન સચિન તેંડુલકર મંદિરમાં કોની પૂજા કરે છે?

જુઓ વીડિયો

વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ

તમને જણાવી દઈએ કે, આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર IAS ઓફિસર ડો. એમવી રાવે(MV Rav)  પોતાના ટ્વિટર હેન્ડલ પરથી આ વીડિયો શેર કર્યો છે, જેને અત્યાર સુધીમાં 2 હજારથી વધુ વ્યૂઝ મળી ચૂક્યા છે, જ્યારે સેંકડો લોકોએ આ વીડિયોને લાઈક પણ કર્યો છે.

વીડિયો પર કોમેન્ટ કરતા એક યુઝરે લખ્યું છે કે, ‘આ બિલાડીઓ ચોક્કસપણે UPSCની પરીક્ષા ક્રેક કરી નાખશે’, જ્યારે અન્ય એક યુઝરે લખ્યુ કે, બિલાડીઓ ભણવામાં એકાગ્રતાનો ડોળ કરી રહી છે.આ સિવાય અન્ય કેટલાક યુઝર્સ પણ રમુજી પ્રતિક્રિયા(Funny Video)  આપતા જોવા મળી રહ્યા છે.

 

આ પણ વાંચો : Viral Video: દારૂ પી ટલ્લી થઈ વાંદરાએ જબરા ખેલ કર્યા, લોકો બોલ્યા દમ મારો દમ મુમેન્ટ