બસના ડ્રાઈવરે ચોરને ભણાવ્યો પાઠ, ચોરી કરવા જતાં ખાવા પડ્યા દંડા, જુઓ Viral Video

|

Apr 08, 2023 | 12:29 PM

બસ લૂંટનો વાયરલ વીડિયોઃ મુસાફરોને લૂંટવાના ઈરાદે બસમાં ચડેલા ચોરને ડ્રાઈવરે એવો પાઠ ભણાવ્યો કે તે આખી જીંદગી ભૂલી શકશે નહીં. આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે, જેને અત્યાર સુધીમાં લાખો વખત જોવામાં આવ્યો છે.

બસના ડ્રાઈવરે ચોરને ભણાવ્યો પાઠ, ચોરી કરવા જતાં ખાવા પડ્યા દંડા, જુઓ Viral Video

Follow us on

Bus Robbery Viral Video: આજકાલ ચોર અને લૂંટારાઓની હિંમત ખૂબ વધી ગઈ છે. જ્યાં-જ્યાં ભીડ વધે છે ત્યાં ત્યાં આવી ચોરીની ઘટનાઓ સામે આવતી હોય છે. ત્યારે હાલ બસ સ્ટેન્ડ કે રેલવે સ્ટેશન પર મુસાફરી કરતી વખતે ચેતવા જેવી ઘટના નો વિડીયો વાયરલ થયો છે. આ વાયરલ વિડીયોમાં દેખાઈ રહ્યું છે કે, બસમાં લોકોને લૂંટવા નીકળેલો એક ઈસમ ભારે મુસીબતમાં ફસાય છે. આવા ઇસમો એકાંત જગ્યા હોય કે ભીડભાડ વાળી તમામ સ્થળે લૂટની ઘટના બનતી હોય છે.

ચોરીનો પ્રયાસ નિષ્ફળ

આ વિડિયોમાં દેખાઈ રહ્યું છે કે એક બસ લૂંટારુ મુસાફરોના સ્વાંગમાં આવે છે અને લોકોના પર્સ અને મોબાઈલની લૂંટ ચલાવીને બસમાંથી નીચે ઉતરવાનો પ્રયશ કરે છે. જોકે આ દરમ્યાન ચોરી કરી ભાગવાનો પ્રયાસ તો કર્યો પરંતુ તેનો પ્રયાસ નિષ્ફળ રહ્યો છે. જોકે ત્યાર બાદ ડ્રાઈવરની સુજબૂજને કારણે બસનો દરવાજો બંધ કરતા ચોર ઈસમ બસમાં જ ફસાઈ ગયો હતો જે ઘટનાનો સમગ્ર વિડીયો કેમેરામાં કેદ થયો હતો.

મકરસંક્રાંતિ પર રાશિ પ્રમાણે કરો દાન, આખું વર્ષ મળશે ફળ
Condom Use :કોન્ડોમનો હેર બેન્ડ તરીકે ઉપયોગ કરે છે આ દેશની મહિલા, કારણ જાણીને ચોંકી જશો
આજનું રાશિફળ તારીખ : 11-01-2025
ભારતની આ વ્હિસ્કીની વિદેશમાં છે બોલબાલા, ટોચની બ્રાન્ડ્સને છોડી પાછળ
Shilajit Benefits : એક મહિના સુધી શિલાજીત ખાવાથી શું થાય ?
ઈન્કમ ટેક્સ ઈન્સ્પેક્ટર છે યુઝવેન્દ્ર ચહલ, પગાર અને કુલ નેટવર્થ જાણી ચોંકી જશો

ઘટનાનો વિડીયો આવ્યો સામે

રોજે રોજ આવી ઘટનાઓ અનેક સ્થળે બનતી હોય છે. જેમાં કેટલીકવાર તેઓ પકડાઈ જાય છે અને પકડાયા પછી, તેમની સાથે એવી ઘટના બને છે કે તેઓ ભૂલી શકતા નથી. આજકાલ સોશિયલ મીડિયા પર આવો જ એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે , જેને જોયા પછી તમે પણ કહેશો કે જે થયું તે બરાબર થયું.

આ પણ વાંચો : ઐશ્વર્યા રાયના ગીત પર કાકાએ લગાવ્યા ઠુમકા !, મહેમાનો જોતા જ રહી ગયા, જુઓ Viral Video

ચોર ઇસમનો નિષ્ફળ પ્રયાસ

વાસ્તવમાં, એક ચોર મુસાફરોને લૂંટવાના ઇરાદે બસમાં ઘુસ્યો હતો અને એક મહિલાનું પર્સ આંચકીને ભાગવા જતો હતો કે બસનો ગેટ અચાનક બંધ કરી દીધો હતો. આવી સ્થિતિમાં ચોરનો હાથ ગેટમાં જ ફસાઈ ગયો. ત્યારપછી બસના ડ્રાઈવરે તેને એવો પાઠ ભણાવ્યો કે તે ભાગ્યે જ ભૂલી શકે.

આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેર કરવામાં આવ્યો છે. એક મિનિટ 31 સેકન્ડના આ વીડિયોને અત્યાર સુધીમાં 9 લાખ 24 હજારથી વધુ વખત જોવામાં આવ્યો છે, જ્યારે 14 હજારથી વધુ લોકોએ વીડિયોને લાઈક પણ કર્યો છે અને અલગ-અલગ પ્રતિક્રિયાઓ આપી છે. યુઝર્સ કહી રહ્યા છે કે ડ્રાઈવરે ચોરને સાચો પાઠ ભણાવ્યો.

Published On - 12:18 pm, Sat, 8 April 23

Next Article