Viral Video : JCBના ડ્રાઈવરે કારને ભયાનક રીતે આપ્યો રસ્તો, વીડિયો જોઈને લોકોએ કહ્યું- આને કહેવાય અસલી હેવી ડ્રાઈવર !

આ વીડિયોમાં જોઈ શકાય છે કે રસ્તામાં જેસીબી મશીન દ્વારા ખોદકામ કરવામાં આવી રહ્યું છે. એટલામાં એક કાર આવી. હવે જેસીબીના કારણે રસ્તો બ્લોક થઈ ગયો છે. પછી શું. જેસીબી મશીનનો ડ્રાઈવર તેની જબરદસ્ત કૌશલ્ય બતાવે છે અને ડ્રાઈવર આગળ અને પાછળના પાવડાની મદદથી સમગ્ર જેસીબીને ઉપર ઉઠાવી લે છે.

Viral Video : JCBના ડ્રાઈવરે કારને ભયાનક રીતે આપ્યો રસ્તો, વીડિયો જોઈને લોકોએ કહ્યું- આને કહેવાય અસલી હેવી ડ્રાઈવર !
Image Credit source: Instagram
| Edited By: | Updated on: Apr 06, 2023 | 12:13 PM

ભારતીય માર્ગો પર હેવી ડ્રાઈવરની કોઈ કમી નથી. સોશિયલ મીડિયા પર તેમના વાયરલ વીડિયો પણ જોવા મળે છે. હાલના દિવસોમાં જેસીબી ડ્રાઈવરનું અદભૂત પરાક્રમ ઈન્ટરનેટ પર ઘણું જોવામાં આવી રહ્યું છે. કારણ કે ભાઈ… તેણે જે રીતે કારને રસ્તો આપ્યો તે ખૂબ જ અનોખો છે. તમે આવો વીડિયો ભાગ્યે જ જોયો હશે. તમને જણાવી દઈએ કે, આ વીડિયો જાન્યુઆરી મહિનામાં એક ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પરથી પોસ્ટ કરવામાં આવ્યો હતો, જ્યારે આ સમાચાર લખાય રહ્યા છે ત્યાં સુધી આ વીડિયોને 1 કરોડથી વધુ લાઈક્સ અને લાખો વ્યૂઝ મળી ચૂક્યા છે. વળી, વિડીયો જોયા પછી લોકો કહે છે કે આ ભાઈએ તો કમાલ કરી બતાવી છે!

આ પણ વાચો: Viral Video: આ છે સાચો હેવી ડ્રાઈવર બે પૈડા પર ચલાવ્યું ટ્રેક્ટર, લોકોએ કહ્યું Great Indian Jugaad

આ વાયરલ વીડિયોમાં આપણે જોઈ શકીએ છીએ કે જેસીબી મશીન રસ્તામાં ખોદકામ કરી રહ્યું છે. એટલામાં એક કાર આવી. હવે જેસીબીના કારણે રસ્તો બ્લોક થઈ ગયો છે. પછી શું… JCB મશીન ડ્રાઈવર તેની અદભૂત કુશળતા બતાવે છે અને આગળ અને પાછળના પાવડાની મદદથી આખું JCB ઉપાડે છે.

 

 

આમ કરવાથી જેસીબી હવામાં ઉચું થાય છે અને તેની નીચેથી ગુફા જેવો રસ્તો બની જાય છે. ત્યારબાદ કાર ચાલક નીચેથી કાર લઈને નીકળી જાય છે. ડ્રાઈવરની અજાયબી જોઈને લોકો તેને અસલી હેવી ડ્રાઈવર કહી રહ્યા છે. કેટલાકે કહ્યું કે આ બહુ જોખમી કામ છે. અન્ય લોકોએ લખ્યું કે ભારતમાં પ્રતિભાની કોઈ કમી નથી.

 ભારતમાં હેવી ડ્રાઈવરોના વીડિયો વાયરલ

દુનિયામાં ‘હેવી ડ્રાઈવરો’ની કોઈ કમી નથી. આ એવા ડ્રાઈવરો છે જેઓ માત્ર પોતાની ધૂનમાં જ ડ્રાઈવિંગ કરતા નથી, પરંતુ તેમની ડ્રાઈવિંગ કુશળતાથી લોકોને સમય-સમય પર આશ્ચર્યચકિત કરતા રહે છે. હાલમાં આવા જ એક બસ ડ્રાઈવરના વીડિયોએ લોકોનું ધ્યાન ખેંચ્યું છે, જેને જોઈને લોકો કહી રહ્યા છે કે ભાઈ આ જ અસલી ‘હેવી ડ્રાઈવર’ છે. વીડિયોમાં ડ્રાઈવર જે રીતે તીવ્ર અને ખતરનાક વળાંક પર બસ ચલાવે છે તે જોઈને લોકો દંગ રહી ગયા છે.