Viral Video: દિલ્હી મેટ્રોમાં ફરી જામી જંગ, ગર્લફ્રેન્ડે જાહેરમાં બોયફ્રેન્ડને માર્યો લાફો, યુઝર્સે કહ્યું: છોકરાએ માર્યો હોત તો…

|

Jul 03, 2023 | 5:05 PM

વાયરલ થઈ રહેલો વીડિયો દિલ્હી મેટ્રોની બ્લુ લાઈનનો જણાવવામાં આવી રહ્યો છે. ભીડભાડવાળી મેટ્રોમાં અચાનક જ કપલ કોઈ વાતને લઈને એકબીજા સાથે ઝઘડ્યું હતું. તેમને લડતા જોઈ આસપાસના લોકો પણ દંગ રહી ગયા હતા.

Viral Video: દિલ્હી મેટ્રોમાં ફરી જામી જંગ, ગર્લફ્રેન્ડે જાહેરમાં બોયફ્રેન્ડને માર્યો લાફો, યુઝર્સે કહ્યું: છોકરાએ માર્યો હોત તો...
Image Credit source: Twitter

Follow us on

દિલ્હી મેટ્રો યુદ્ધના અખાડા જેવી બની ગઈ છે. દરરોજ અહીંથી લડાઈના કોઈને કોઈ વીડિયો સામે આવી રહ્યા છે. ક્યારેક કપલ્સના કિસિંગ વીડિયો વાયરલ થાય છે તો ક્યારેક તેના પર થપ્પડનો વરસાદ પણ થાય છે. હવે ફરી એકવાર દિલ્હી મેટ્રો ચર્ચાનો વિષય બની છે.

વાસ્તવમાં, સોશિયલ મીડિયા પર એક નવો વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં કપલ એકબીજા સાથે લડતા જોવા મળે છે. વાત એટલી હદે પહોંચી કે થપ્પડ યુવતીએ યુવકને લાફો પણ મારી દીધો હતો.

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

આ પણ વાંચો: Viral Video: દિલ્હી મેટ્રોમાં વાંદરાનું તોફાન, પોલ ડાન્સ થી આશ્ચર્યચકિત થઈ ગયા મુસાફરો, વીડિયો જોઈને લોકો હસી પડ્યા

વાયરલ થઈ રહેલો વીડિયો દિલ્હી મેટ્રોની બ્લુ લાઈનનો જણાવવામાં આવી રહ્યો છે. ભીડભાડવાળી મેટ્રોમાં અચાનક જ કપલ કોઈ વાતને લઈને એકબીજા સાથે ઝઘડ્યું. તેમને લડતા જોઈ આસપાસના લોકો પણ દંગ રહી ગયા હતા.

બધાની નજર કપલના ઝઘડા પર ટકેલી હતી. બંન્ને વચ્ચે ઝઘડો ક્યા કારણસર શરૂ થયો, તે હાલ જાણી શકાયું નથી. જોકે મામલો ચોક્કસ ગંભીર હતો. કારણ કે ગર્લફ્રેન્ડ એટલી ગુસ્સે હતી કે તેણે જોયું પણ નહીં, તેણે સીધો હાથ ઊંચો કરીને તેના બોયફ્રેન્ડને થપ્પડ મારી દીધી.

બોયફ્રેન્ડન શાંત ઉભો રહ્યો

આ આખી લડાઈમાં છોકરીની જ બૂમો પાડતી હોવાના અવાજો સંભળાતા હતા. બોયફ્રેન્ડ સંપૂર્ણપણે શાંત ઊભો જોવા મળ્યો હતો. તેણે તેની ગર્લફ્રેન્ડ દ્વારા થપ્પડનો જવાબ પણ આપ્યો ન હતો અને ન તો તેણે કોઈ પ્રતિક્રિયા આપી હતી. ગર્લફ્રેન્ડ લડાઈ દરમિયાન કહેતી જોવા મળે છે કે “તું ઘણા સમયથી રડે છે”. કપલની આ લડાઈ જોઈને આસપાસ બેઠેલા લોકો પણ ડરી ગયા. જો કે કોઈએ આ મામલામાં પડવાનો પ્રયાસ કર્યો ન હતો. દરેક વ્યક્તિ ખાલી ઉભા રહીને લડાઈનું દ્રશ્ય જોઈ રહ્યા હતા.

 

Credit- Twitter @Mojimonu

યુઝર્સને આવ્યો ગુસ્સો

આ વીડિયો એક ટ્વિટર યુઝરે પોસ્ટ કર્યો છે. વીડિયોના કોમેન્ટ સેક્શનમાં એક યુઝરે કહ્યું કે, ‘જો આ વ્યક્તિએ છોકરીને થપ્પડ મારી હોત તો મેટ્રોમાં બધા જ મહિલાની મદદ માટે ઉભા થઈ ગયા હોત. અહીં મહિલાએ થપ્પડ મારી એટલે બધાને લાગે છે કે પુરુષે કંઈક ખોટું કર્યું હશે. બંને કિસ્સાઓમાં માત્ર પુરુષો જ ખોટા છે.

વાયરલ અને ટ્રેન્ડિંગના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Article