Viral Video : માત્ર 17 સેકન્ડમાં બિયરની આખી બોટલ ગટગટાવી ગયા ફ્રાંસના રાષ્ટ્રપતિ, વીડિયો વાયરલ થતા થયા ટ્રોલ

|

Jun 26, 2023 | 5:28 PM

ફ્રાંસના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોન એક રગ્બી ક્લબમાં બીયર પી રહ્યા હતા, જેના કારણે તેઓ ચર્ચામાં આવ્યા છે. આ વીડિયો વાયરલ થયા બાદ તેમણે જબરદસ્ત ટ્રોલ કરવામાં આવી રહ્યા છે.

Viral Video : માત્ર 17 સેકન્ડમાં બિયરની આખી બોટલ ગટગટાવી ગયા ફ્રાંસના રાષ્ટ્રપતિ, વીડિયો વાયરલ થતા થયા ટ્રોલ
Image Credit source: Twitter

Follow us on

French: ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોનનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. જેને લઈને યુઝર્સ અલગ અલગ કોમેન્ટ કરી રહ્યા છે. વાસ્તવમાં આ વીડિયોમાં તે બિયર પીતા જોવા મળી રહ્યા છે. જો કે આ વીડિયો વાયરલ થયા બાદ તેની ટીકા થવા લાગી હતી. ફ્રાંસના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોન એક રગ્બી ક્લબમાં બીયર પી રહ્યા હતા, જેના કારણે ચર્ચા જગાવી છે. આ વીડિયો વાયરલ થયા બાદ ફ્રાંસના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોનને જોરદાર ટ્રોલ કરવામાં આવી રહ્યા છે.

આ પણ વાચો: Viral Video : રસ્તા વચ્ચે બાળકી પરથી પસાર થઈ ગઈ ત્રણ બાઈક, આ દ્રશ્ય જોઈને તમે વિશ્વાસ નહીં કરો

Money Plant : સીડી નીચે મની પ્લાન્ટ રાખવો સારું છે કે ખરાબ?
Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !

માત્ર 17 સેકન્ડમાં આખી બિયરની બોટલ ગટગટાવી ગયા

આ વાયરલ વીડિયોમાં ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોન તુલોઝ રગ્બી ટીમના ડ્રેસિંગ રૂમમાં ચીયર કરતા જોવા મળે છે. આ વીડિયોમાં જોઈ શકાય છે કે ફ્રાન્સના રાષ્ટ્રપતિ બિયરની બોટલ ખોલે છે અને પછી તેને હવામાં લહેરાવે છે અને માત્ર 17 સેકન્ડમાં તે બોટલની આખી બિયર પી લે છે.

Credit- twitter @manishkharya1

આ જોઈને ત્યાં ઊભેલા ખેલાડીઓ ખૂબ જ ખુશ થયા હતા. આ સાથે કેટલાક ખેલાડીઓએ તેનો વીડિયો પણ બનાવ્યો હતો. તુલોઝ રગ્બી ટીમે સ્થાનિક લીગ જીત્યા બાદ ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુએલ મેક્રોન જાહેરમાં બિયરની આખી બોટલ પીધી હતી.

હવે થઈ રહી છે ટીકા

બિયર પીધા બાદ ફ્રાંસના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોનની ભારે ટીકા થઈ રહી છે. જ્યારે રાષ્ટ્રપતિનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો ત્યારે લોકો ઘણી ટિપ્પણીઓ કરી રહ્યા છે. જોકે કેટલાક લોકો ફ્રાન્સના રાષ્ટ્રપતિના સમર્થનમાં પણ જોવા મળી રહ્યા છે. કેટલાક લોકો માને છે કે રાષ્ટ્રપતિ કોઈપણ દેશના રોલ મોડેલ છે. જો તેઓ આ રીતે જાહેરમાં બીયર પીશે તો નશાની આદતને પ્રોત્સાહન મળશે. આ પહેલા ફ્રાંસના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોને કહ્યું હતું કે તેઓ દરરોજ લંચ અને ડિનર સાથે વાઈન પીવે છે.

વાયરલ અને ટ્રેન્ડિંગના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 5:26 pm, Mon, 26 June 23

Next Article