Viral Video: સ્કૂલના નાના વિદ્યાર્થીનો વીડિયો થયો વાઈરલ, લોકો માતા-પિતાએ કરેલા ઉછેરના કરી રહ્યા છે વખાણ

|

Jul 04, 2022 | 4:00 PM

શાળામાં બાળકો (Students Video) એવી રીતે રમી રહ્યા છે કે તેની રમતમાં તે વિકલાંગ બાળકને પણ પ્રેરણા આપતા જોવા મળી રહ્યા છે. વિકલાંગ બાળકને પણ તેઓએ પ્રોત્સાહન પુરૂ પાડ્યું છે. ખરેખર વીડિયો પ્રસંશાને પાત્ર છે.

Viral Video: સ્કૂલના નાના વિદ્યાર્થીનો વીડિયો થયો વાઈરલ, લોકો માતા-પિતાએ કરેલા ઉછેરના કરી રહ્યા છે વખાણ
Video goes viral of school children playing

Follow us on

બાળકો હંમેશા પ્રામાણિક, નિષ્ઠાવાન અને પ્રેમાળ હોય છે. તેની નિર્દોષતા તેના બાળપણનો સૌથી અમૂલ્ય અને પ્રિય ભાગ છે. બાળકોની સામે એવું ન બોલવું કે જેનાથી તેમના કોમળ મન પર ખરાબ અસર થાય. એક સ્કૂલનો વાયરલ વીડિયો જોઈને સોશિયલ મીડિયા પર બધાએ સ્કૂલના બાળકોના ઉછેર અને માતા-પિતાના (Parents) વખાણ કર્યા છે.

ટ્વિટર એકાઉન્ટ @giraltpablo પર શેર કરવામાં આવેલા વીડિયોમાં શાળાના બાળકો બોલ વડે રમી રહ્યા હતા ત્યારે વિકલાંગ મિત્ર આવ્યો, પછી બધાએ તેને પણ બોલ મારવા માટે આપ્યો, તે બાળકે બોલને સામેની બાજુએ નાખ્યો અને તમામ વિદ્યાર્થીઓ આનંદથી ઉછળી પડ્યા. બાળકોના ચહેરા પરની ખુશીમાં તેમના પરિવારનો ઉછેર જોઈ શકાતો હતો. જેને ઈન્ટરનેટ પર ખૂબ પસંદ કરવામાં આવ્યું હતું. આ વીડિયોને 50 લાખથી વધુ વ્યૂઝ મળ્યા છે.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

જૂઓ આ મોટિવેશનલ વીડિયો…….

મિત્રોએ વિકલાંગ બાળકને પ્રોત્સાહિત કર્યો

વીડિયો જોઈને તમારું પણ દિલ ભરાઈ જશે. નાના વર્ગના બાળકો એકબીજા વચ્ચે બોલ રમતા હતા. તેની સાથે એક વિદ્યાર્થી આવ્યો જે તેના પગથી વિકલાંગ હતો અને તે વોકરની મદદ વડે રમવા આવ્યો હતો. સાથી બાળકોએ તેની ઈચ્છાનું માન રાખ્યું અને બોલને તેના વોકરની મધ્યમાં મુક્યો અને તેને રમવા માટે આપ્યો. તે પરેશાન કે નર્વસ ન થાય તેનું પણ ધ્યાન રાખતા હતા. ત્યારબાદ મિત્રોનો સહકાર મળતાં વિકલાંગ બાળકે હિંમત બતાવી અને બોલને એટલી જોરથી લાત મારી, બોલ દૂર જતો રહ્યો. બોલના ઉછળતાં જ બધા બાળકો આનંદથી ઉછળી પડ્યા. બધાએ વિકલાંગ બાળકને ગળે લગાડ્યું. એ બાળકના ચહેરા પર એવી સાચી ખુશી અને હાસ્ય દેખાયું કે એનાથી વધુ કિંમતી બીજું કશું જ ન હોઈ શકે.

બાળકો વધુ સારા ઉછેરનું ઉદાહરણ બેસાડે છે

તેના સાથીઓએ જે રીતે આનંદ કર્યો, તેને પ્રોત્સાહિત કર્યો, તેને શારીરિક રીતે અક્ષમ સાથી માટે તેની સાથે રમવા માટે પ્રેરિત કર્યો, તે કોઈ પુણ્યથી ઓછું નથી. કારણ કે આવી ખામીઓ લોકોને સમાજથી દૂર કરી નાખે છે. તે તેમને હીન ભાવનાથી ભરી દે છે. પરંતુ જો આવા મિત્રો તમારી સાથે હોય, તો વ્યક્તિ ક્યારેય આત્મવિશ્વાસ ગુમાવશે નહીં. આ અદ્ભુત સંદેશ આપતા મોટાભાગના લોકોએ આ વીડિયો પર એક જ વાત લખી હતી અને તે એ હતી કે તમામ બાળકોનો સારો ઉછેર છે. જેણે બાળકોના મન પર સારી અસર કરી છે. જો તેઓ ખોટા વાતાવરણમાં રહે છે, તો તેમનું કોમળ મન જલ્દી ખોટા ઈરાદાઓથી ભરાઈ જાય છે.

Next Article