આ તો હદ થઈ ગઈ….! તરબૂચનું રાજકારણ : નેતાએ આ રીતે લોકોને આપ્યા તરબૂચ, Video જોઈ લોકો રહી ગયા દંગ

|

May 20, 2022 | 1:22 PM

Pakistan Viral Video : પાકિસ્તાનના રાજકારણમાં અજીબોગરીબ ઘટના બનતી રહે છે. લાહૌરમાં એક આવી જ ઘટના બની છે, જેના વિશે તમે કયારેક વિચારયું પણ નહીં હોય. પાકિસ્તાની નેતાઓ હવે લોકોને પોતાની તરફ કરવા તરબૂચ પર પોતાનું નામ લખી લોકોને વહેંચી રહ્યાં છે.

આ તો હદ થઈ ગઈ....! તરબૂચનું રાજકારણ : નેતાએ આ રીતે લોકોને આપ્યા તરબૂચ, Video જોઈ લોકો રહી ગયા દંગ
watermalon viral video

Follow us on

Watermelon Viral Video : પાકિસ્તાનમાં ઘણી વાર એવી ઘટના બને છે કે તે સાંભળીને ઘણી વાર વિશ્વાસ જ નથી થતો. હાલમાં જ પાકિસ્તાનમાં સત્તા પરિવર્તન થયું છે અને હવે નવા પ્રધાનમંત્રી શહબાઝ શરીફ બની ગયા છે. પાકિસ્તાનનું રાજકારણ પણ કંઈક અજીબોગરીબ છે. લાહૌરમાં એક એવો જ કિસ્સો સામે આવ્યો છે, જેના વિશે તમે કયારેક જ સાંભળયું હશે. પાકિસ્તાની નેતાઓ હવે લોકોને પોતાની તરફ કરવા તરબૂચ પર પોતાનું નામ લખી લોકોને વહેંચી રહ્યાં છે.

નેતાઓ કરી રહ્યાં છે પબ્લિસિટી

પાકિસ્તાનના લાહૌરમાં એક રાજનેતાએ ભીષણ ગરમીમાં લોકોને રાહત આપવા એક નવો ઉપાય કર્યો છે. મળતી માહિતી અનુસાર, જમાત-એ-ઈસ્લામીના નેતા અહમદ સલમાન બલૂચએ લોકોને તરબૂચ વહેંચી કંઈક અલગ કરવાનો નિર્ણય કર્યો. તેણે લોકોને એક રુમમાં બોલાવી તરબૂચ ભરેલા એક ટેબલ સામે બેસાડ્યાં. રિપોર્ટ અનુસાર, સલમાન બલૂચે રુમમાં આવેલા દરેક વ્યકિતને પોતાના નામ લખેલા તરબૂચ વહેંચ્યાં.

તરબૂચો પર લખ્યું પોતાનું નામ

જયારે તરબૂચ ડિસ્ટ્રીબ્યૂશન સેરેમનીની તસ્વીરો સોશ્યિલ મીડિયામાં વાયરલ થઈ, તો લોકોએ અલગ-અલગ પ્રતિક્રિયા વ્યક્ત કરી. જ્યાં કેટલાક રાજનેતાઓએ આ પ્રયાસોને વધાવી લીધા, અને કેટલાક લોકોએ તેની આલોચના પણ કરી. એક યુઝરે કમેન્ટ કરી કે, વોટરમાર્કવાળું તરબૂચ , ત્યાં જ એક અન્ય યુઝરે કમેન્ટ કરી કે, આમાં શું ખોટું છે. નેતાને તરબૂચ વહેંચતા જોઈને વપરાશકર્તાઓ આશ્ચર્યચકિત થઈ ગયા. કેટલાક યુઝર્સે પ્રોમો ટૂલ તરીકે તરબૂચનો ઉપયોગ કરવા બદલ બલોચની ટીકા પણ કરી હતી.

આર્થિક સંકટ સામે લડી રહેલાં પાકિસ્તાનમાં આવનારા સમયમાં ચૂંટણીઓ આવશે. આ આવનારા સમયમાં આવા અજીબોગરીબ ઘટના વારંવાર જોવા મળે તો નવાઈ નહીં.

યુઝર્સે આપી કેટલીક પ્રતિક્રિયાઓ

એક મીડિયા ટીવીના રિપોર્ટ અનુસાર, એક યુઝરે કહ્યું કે, પાર્ટી તરબૂચ વહેંચીને ચૂંટણીની તૈયારી કરી રહી છે. ટ્વિટર પર એક કમેન્ટમાં, યુઝરે લખ્યું, ‘તરબૂચનું રાજકારણ. જમાત-એ-ઈસ્લામીના નેતાઓ લાહોરના એક મતવિસ્તારમાં પોતાના અને પાર્ટીના નામ સાથે તરબૂચ વહેંચી રહ્યા છે.

Published On - 1:20 pm, Fri, 20 May 22

Next Article