Viral Video : દાદીમા તેના પૌત્રની નજર ઉતારતો વીડિયો થયો વાયરલ, યુઝર્સને તેમના બાળપણની આવી યાદ

હાલમાં જ સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થયો છે. જેમાં એક વૃદ્ધ મહિલા તેના પૌત્રની નજર ઉતારતી જોવા મળી રહી છે. જેને જોઈને મોટાભાગના યુઝર્સ તેમના બાળપણની યાદોમાં ખોવાઈ ગયા હતા.

Viral Video : દાદીમા તેના પૌત્રની નજર ઉતારતો વીડિયો થયો વાયરલ, યુઝર્સને તેમના બાળપણની આવી યાદ
video goes viral of grandmother performing actions to protect her grandchild from evil eye
| Edited By: | Updated on: Feb 16, 2023 | 2:46 PM

અત્યારે સોશિયલ મીડિયા પર ઘણા વીડિયો વાયરલ થતા રહે છે. જેમાં કેટલાક વીડિયો ડાન્સના હોય છે તો કેટલાક વીડિયો મેડિકલ ક્ષેત્રની માહિતી આપતા હોય છે. દુનિયામાં મેડિકલ ક્ષેત્રે ચાલી રહેલા વિકાસના પવનને કારણે આજના સમયમાં સૌથી મોટી બીમારીની સારવાર પણ શક્ય બની રહી છે. તે જ સમયે ગ્રામીણ વિસ્તારોમાં, આજે પણ કેટલાક રોગોની સારવાર અંધશ્રધ્ધા થકી કરવામાં આવે છે.

આ પણ વાંચો : Viral Video : હવામાં પાતળી દોરી પર દાદીઓએ દોડાવી સાયકલ, યુઝર્સે કહ્યું- ખતરો કી ખેલાડી છે દાદી!

હાલમાં જ સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થયો છે. જેમાં એક વૃદ્ધ મહિલા તેના પૌત્રની નજર ઉતારતી જોવા મળી રહી છે. જેને જોઈને મોટાભાગના યુઝર્સ તેમના બાળપણની યાદોમાં ખોવાઈ ગયા હતા. તે જ સમયે, આ વીડિયો સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે જ્યારે પૌત્રને વારંવાર દવાઓ આપવા છતાં પણ રાહત નથી મળતી ત્યારે તેની દાદી તેના માટે અનોખો રસ્તો પસંદ કરે છે.

આ વીડિયો સોશિયલ મીડિયા પર @MahantYogiG નામની પ્રોફાઇલ પર પોસ્ટ કરવામાં આવ્યો છે. આ વીડિયોને શેર કરતી વખતે કેપ્શનમાં લખ્યું છે કે ‘દવા કામ ન કરે તો નજર પણ ઉતારે છે, આ મા છે સાહેબ, ક્યાંથી હાર સ્વીકારે ‘. વીડિયોમાં દેખાતી દાદી તેના પૌત્ર સાથે ચુલાની પાસે બેઠેલી જોવા મળે છે. અને તેના હાથમાં કંઈક પકડીને ચૂલામાં મૂકે છે. જેને જોઈને અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે પૌત્રની નજર ઉતારવા માટે દાદી પોતાનો નુસ્ખાનો અજમાવે છે.

 

 

યુઝર્સે વીડિયોને પસંદ કર્યો

હાલમાં આ વીડિયો સોશિયલ મીડિયા પર આ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. અત્યાર સુધી આ વીડિયોને 6 લાખ 82 હજારથી વધુ વ્યૂઝ અને 36 હજારથી વધુ લાઈક્સ મળ્યા છે. વીડિયો પર કોમેન્ટ કરીને મોટી સંખ્યામાં યુઝર્સ તેમના બાળપણ અને દાદીમાના પ્રેમને યાદ કરી રહ્યા છે. એક યુઝરે કોમેન્ટમા લખ્યું કે, ‘મારી દીકરી 22 વર્ષની છે અને MBBSનો અભ્યાસ કરી રહી છે, તેમ છતાં મારી માતા દર બીજા દિવસે આવું જ કરે છે.’ તો બીજા યુઝર્સે લખ્યું છે કે બાળક માતા પર કેટલો પ્રેમ કરે છે તેનું કોઈ અનુમાન લગાવી શકતું નથી.

Published On - 2:31 pm, Thu, 16 February 23