Police Viral Video: રસ્તાની વચ્ચે ટ્રાફિક પોલિસે કર્યું કંઈક આવું કામ તો લોકો કહ્યું- વાહ !

|

Jun 17, 2022 | 1:48 PM

Traffic Police Mopping The Road: ટ્વીટર પર શેયર કરાયેલા એક વીડિયોમાં ટ્રાફિક પોલીસે (Traffic Police) એવું કામ કર્યું કે તેણે બધાનું દિલ જીતી લીધું. ટ્રાફિક પોલીસવાળાને રસ્તાની વચ્ચોવચ રસ્તો સાફ કરતો તેમજ કાંકરા બાજુમાં કરતો વીડિયો વાયરલ થયો છે.

Police Viral Video: રસ્તાની વચ્ચે ટ્રાફિક પોલિસે કર્યું કંઈક આવું કામ તો લોકો કહ્યું- વાહ !
traffic police viral Video

Follow us on

Traffic Police: સોશિયલ મીડિયા પર કેટલીક એવી વાતો વાયરલ થઈ છે જે આજના સમયમાં આપણને આશ્ચર્યમાં મૂકી દે છે. આપણે વિચારવા મજબૂર થઈએ છીએ કે શું આવા લોકો આજે પણ ખરેખર અસ્તિત્વમાં છે કે જેઓ આટલા જુસ્સાથી (Passion) પોતાનું કામ કરે છે. આ નાનકડા વીડિયોમાં (Trending Video) રસ્તા પર ઘણા બધા કાંકરા (Pebbles) વિખરાયેલા જોઈ શકાય છે. આવા સંજોગોમાં ત્યાંથી પસાર થતા લોકોને મુશ્કેલીનો સામનો ન કરવો પડે તે માટે એક ટ્રાફિક પોલીસ આ કાંકરાઓને સાઈડમાં મૂકી રહી છે.

સૌથી પહેલાં જૂઓ આ ટ્રેન્ડીંગ વીડિયો….

આ વીડિયો IAS ઓફિસર અવનીશ શરણે પોતાના ટ્વીટર એકાઉન્ટ પર શેયર કર્યો છે અને હજારો લોકોએ આ વીડિયોને લાઈક કર્યો છે અને પ્રતિક્રિયા પણ આપી છે.

જૂઓ લોકોની પ્રતિક્રિયા…

ટ્રાફિક પોલીસના થઈ રહ્યા છે વખાણ

ટ્રાફિક પોલીસે કરેલા આ કાર્યના લોકો વખાણ કરી રહ્યા છે. તમને જણાવી દઈએ કે વીડિયોના કેપ્શનમાં લખવામાં આવ્યું છે કે, તમામ લોકો એટલા જવાબદાર નથી હોતા, આ અધિકારીને સલામ. જો ટ્રાફિક પોલીસ ઇચ્છે તો તે આ કાંકરાઓને ખૂબ જ સરળતાથી નજરઅંદાજ કરી શકતા હતા અને ત્યાંથી પસાર થતા લોકોને માટે આમ જ રાખી શકત, પણ તેને તેવું કર્યું નહીં અને તેને પોતાનું કામ ખંતથી કર્યું.

5 લાખથી વધુ લોકોએ કર્યો લાઈક

આ વીડિયોને અત્યાર સુધીમાં 5 લાખથી વધુ લોકોએ લાઈક કર્યો છે. કોમેન્ટ સેક્શનમાં સ્ક્રોલ કરવાથી તમને દરેકના મનમાં આ ઓફિસર માટે વધી રહેલા સન્માનનો પણ ખ્યાલ આવશે. આ વીડિયોએ ઘણા લોકોને પોતાનું કામ પૂરી ઈમાનદારી સાથે કરવાનું શીખવ્યું હશે.

Next Article