Marriage Funny Video: લગ્ન મંડપની ચોરીએ જ વર-કન્યા વચ્ચે કુસ્તી, બંનેને છોડાવવાના બદલે હસી રહ્યા હતા જાનૈયાઓ ! જુઓ VIDEOમાં આ ખેલ હતો શું

નાના બાળકો લડાઈ કરતાં હોય તો સમજીએ કે નાના હોય તો લડાઈ કરે પણ જે રીતે વર-કન્યાના પોતાના લગ્ન હોય અને પોતે જ લડાઈ કરતાં હોય તો કંઈક અજુગતું લાગે. આવો જ કંઈક વીડિયો સોશિયલ મીડિયા પર (Viral Video) વાયરલ થઈ રહ્યો છે.

Marriage Funny Video: લગ્ન મંડપની ચોરીએ જ વર-કન્યા વચ્ચે કુસ્તી, બંનેને છોડાવવાના બદલે હસી રહ્યા હતા જાનૈયાઓ ! જુઓ VIDEOમાં આ ખેલ હતો શું
Bride-groom Fight
| Edited By: | Updated on: Jul 09, 2022 | 1:11 PM

એવું કહેવાય છે કે જોડી ભગવાન ઉપરથી બનાવે છે અને તેથી લગ્ન એ સાત જન્મનું બંધન છે. છોકરીની ઘણી શોધખોળ બાદ પરિવારજનોએ દીકરીના હાથ પીળા કરવાનું વિચાર્યું હોય. દિલ પર પથ્થર મૂકીને પરિવારના સભ્યો (Family members) પોતાની દીકરીને બીજા કોઈને સોંપી દે છે, અને વરરાજા પણ ઘણી છોકરીઓ જોયા બાદ એક છોકરી પર પોતાની પસંદગી ઉતારે છે, પણ પસંદ કરેલી છોકરી સાથે જ ઘણી વાર લગ્ન મંડપમાં ઝગડા થયાના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ (Viral Video) થતાં હોય છે. આવો જ એક વીડિયો વર-કન્યા વચ્ચે લડાઈનો વાયરલ થઈ રહ્યો છે.

જૂઓ આ વર-કન્યાનો આ રમૂજી વીડિયો……….

વાયરલ થઈ રહેલા વીડિયોમાં વર અને કન્યા બંને લગ્નની વિધી કરતાં હોય છે. પરંતુ કંઈક એવું બને છે કે બંને લડી પડે છે. લડવાની તો વાત છોડો બંને બથંબથા લડાઈ કરવા માંડે છે. તેની પાછળ ઉભેલી મહિલા પણ તેને શાંત કરવાનો પ્રયત્ન કરે છે. પણ વર-વધૂ કોઈની વાતને સાંભળતા નથી અને લડી પડે છે. એકબીજા પર ઝપાઝપી કરીને તૂટી પડે છે. પહેલી વાર જોતાં તો કંઈ સમજ ના રડે કે મંડપમાં શું થઈ રહ્યું છે, પણ તેને વ્યવસ્થિત જોતાં ખબર પડે છે કે તે વિધી દરમિયાન ઝગડી પડે છે. પાછળ રહેલા બધા મહેમાનો પણ હસી રહ્યા છે. આવો વીડિયો તમે ભાગ્યે જ જોયો હશે.

આ વીડિયો ઈન્ટાગ્રામના dainikgujarat પેઈજ પર પોસ્ટ કરવામાં આવ્યો છે. લોકો પણ આ રમૂજી વીડિયોની મજા માણી રહ્યા છે. કેમ કે કોઈ દિવસ આવી રીતે વર-કન્યાની લડાઈ લગભગ પહેલી વાર થતાં જોઈ છે.