Delhi Metro Video: છેલ્લા કેટલાક દિવસોથી દિલ્હી મેટ્રોના ઘણા વીડિયો વાયરલ થયા છે. ક્યારેક કપલ્સના કિસ તો ક્યારેક પોલ ડાન્સના આવા વીડિયો વાયરલ થયા છે, જેને યુઝર્સે અશ્લીલ ગણાવ્યા છે. આ અંગે દિલ્હી મેટ્રો દ્વારા ગાઈડલાઈન પણ જાહેર કરવામાં આવી હતી. આ પછી પણ લોકો અનેક રીતે વીડિયો બનાવી રહ્યા છે.
આ પણ વાંચો: Delhi Metro Viral Video : શું ખરેખર દિલ્હી મેટ્રો સ્ટેશન પર જોવા મળ્યો એલિયન, જાણો શું છે સમગ્ર મામલો ?
હવે એવું લાગે છે કે વાયરલ થવા માટે લોકોએ દિલ્હી મેટ્રોને પોતાનો આધાર બનાવી લીધો છે. ફરી એકવાર મેટ્રોમાં એક વ્યક્તિએ આવું કૃત્ય કર્યું, જેને જોઈને યુઝર્સે અલગ-અલગ કોમેન્ટ કરવાનું શરૂ કર્યું છે.
પોતાને વાયરલ કરવા માટે છોકરાઓએ સાડી પહેરીને ડાન્સ કરતા ઘણા વીડિયો સોશિયલ મીડિયા પર મૂકવાનું શરૂ કરી દીધું છે. દિલ્હી મેટ્રોના આ વીડિયોમાં એક યુવક સિંદૂર અને ચાંદલો લગાવીને મુસાફરી કરતો જોવા મળી રહ્યો છે.
વાસ્તવમાં આ યુવકના ઘણા વીડિયો આ દિવસોમાં વાયરલ થઈ રહ્યા છે. પહેલા વીડિયોમાં આ વ્યક્તિ મેટ્રો પ્લેટફોર્મ પર પીઠ પર બેગ લટકાવીને કપાળ પર સિંદૂર અને ચાંદલો લગાવીને ચાલતો જોવા મળે છે.
બીજી તરફ અન્ય એક વીડિયોમાં આ યુવક મેટ્રોની અંદર કપાળ પર સિંદૂર અને ચાંદલો સાથે ઊભો જોવા મળે છે. આ દરમિયાન, તે ફોનનો ઉપયોગ કરી રહેલા વ્યક્તિને ધ્યાનથી જુએ છે અને હસવા લાગે છે. જે પછી બીજી વ્યક્તિ પણ તેને જોઈ લે છે અને આશ્ચર્ય સાથે ત્યાંથી નીકળી જાય છે.
ત્રીજા વિડિયોમાં તે જ યુવક મેટ્રો પ્લેટફોર્મ પર માસ્ક પહેરીને ફરે છે અને કેમેરાની નજીક આવ્યા બાદ માસ્ક ઉતારી લે છે. આ દરમિયાન તે સિંદૂર અને ચાંદલો પણ પહેરે છે.
આ યુવકે પહેલા બીજા યુવકને દિલ્હી મેટ્રો સ્ટેશનની બહાર પોતાની માંગમાં સિંદૂર લગાવવા કહ્યું અને પછી મુસાફરી કરવા માટે મેટ્રોની અંદર પ્રવેશ કર્યો. વીડિયો વાયરલ થયા બાદ યુઝર્સે ફની કોમેન્ટ્સ પણ શરૂ કરી દીધી છે. એક યુઝરે લખ્યું હતું ‘ખૂન ભરી માંગ’. તે જ સમયે, અન્ય એક યુઝરે લખ્યું, ‘દેશ સંકટમાં છે’.