લેમ્પ ચોરી કરતા CCTV માં કેદ થયો પોલીસકર્મી, લોકોએ કહ્યું- સેલરી નથી મળી રહી કે શું?

|

Oct 15, 2022 | 8:04 PM

એક પોલીસ અધિકારી બલ્બ ચોરી કરતો જોવા મળી રહ્યો છે. તેનું આ કૃત્ય સીસીટીવી કેમેરામાં કેદ થયું હતું, જેના પછી લોકો તે પોલીસકર્મીની મજાક ઉડાવી રહ્યા છે, સાથે જ પોલીસ વિભાગે પણ તેની સામે કડક કાર્યવાહી હાથ ધરી છે.

લેમ્પ ચોરી કરતા CCTV માં કેદ થયો પોલીસકર્મી, લોકોએ કહ્યું- સેલરી નથી મળી રહી કે શું?
Viral Video
Image Credit source: Twitter

Follow us on

પોલીસ(Police)નું કામ લોકોની સુરક્ષા કરવાનું અને ગુનેગારોને ગુના કરતા અટકાવવાનું અને તેમને સજા કરાવવાનું છે, પરંતુ જો પોલીસ જ ચોર બની જાય તો? જો કે આવું સામાન્ય રીતે જોવા મળતું નથી, પરંતુ કેટલીકવાર પોલીસકર્મીઓ કંઈક ચોરી કરતા કેમેરામાં ઝડપાઈ જાય છે. આવો જ એક વીડિયો આજકાલ સોશિયલ મીડિયા પર વાયરલ (Viral Video)થઈ રહ્યો છે, જેમાં એક પોલીસ અધિકારી બલ્બ ચોરી કરતો જોવા મળી રહ્યો છે. તેનું આ કૃત્ય સીસીટીવી કેમેરામાં કેદ થયું હતું, જેના પછી લોકો તે પોલીસકર્મીની મજાક ઉડાવી રહ્યા છે, સાથે જ પોલીસ વિભાગે પણ તેની સામે કડક કાર્યવાહી હાથ ધરી છે.

વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક પોલીસકર્મી ખિસ્સામાં હાથ નાખીને આવે છે અને થોડીવાર અહીં-ત્યાં ફર્યા પછી ખિસ્સામાંથી હાથ કાઢીને ત્યાં રહેલા LED બલ્બને બહાર કાઢે છે. પછી બલ્બને ખિસ્સામાં મૂકે છે અને આરામથી નીકળી જાય છે.

Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા

તમે ઘણા ચોરોને આ રીતે ચોરી કરતા જોયા હશે, પરંતુ પોલીસવાળાને ચોરી કરતા જોઈને ખૂબ જ નવાઈ લાગે છે. આ મામલો ઉત્તર પ્રદેશના પ્રયાગરાજનો જણાવવામાં આવી રહ્યો છે અને દાવો કરવામાં આવી રહ્યો છે કે આ ચોરીની ઘટનાને અંજામ આપનાર પોલીસકર્મી યુપી પોલીસમાં ઈન્સ્પેક્ટર તરીકે તૈનાત છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ વીડિયો વાયરલ થયા બાદ ઈન્સ્પેક્ટરને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. તે ફુલપુર પોલીસ સ્ટેશનમાં તૈનાત છે. આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર @USIndia_ નામની આઈડીથી શેર કરવામાં આવ્યો છે. 28 સેકન્ડના આ વીડિયોને અત્યાર સુધીમાં 9 હજારથી વધુ વખત જોવામાં આવ્યો છે, જ્યારે સેંકડો લોકોએ આ વીડિયોને લાઈક પણ કર્યો છે.

લોકોએ વીડિયો જોયા પછી વિવિધ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી છે. એક યુઝરે લખ્યું છે કે, ‘તો આ લોકો પણ ચોરી કરે છે. જ્યારે અન્ય એક યુઝરે મજાકમાં લખ્યું, ‘સેલરી નહીં આ રાહી હૈ સહી સે ક્યા’.

Next Article