
આજકાલ એક કાકાએ પોતાના ડાન્સ વીડિયોથી સોશિયલ મીડિયા પર એવી ધમાલ મચાવી છે કે દર્શકો પણ દંગ રહી ગયા. બધા તેમના વિશે વાત કરી રહ્યા છે. ઘણા નેટીઝનોએ તો એમ પણ કહ્યું કે અંકલજીએ પોતાની કિલર સ્ટાઇલ અને સુંદરતાથી બોલિવૂડ અભિનેત્રી ઐશ્વર્યા રાય બચ્ચનને જોરદાર ટક્કર આપી છે!
આ વીડિયો 14 મેના રોજ ઇન્સ્ટાગ્રામ પર @engnr_abdullah નામના એકાઉન્ટ પર પોસ્ટ કરવામાં આવ્યો હતો, અને ત્યારથી તે સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યો છે. કાકાની ડાન્સ રીલ એટલી જોરદાર છે કે અત્યાર સુધીમાં તેને 1.13 કરોડથી વધુ વ્યૂઝ અને ૨ લાખ ૬૭ હજાર લાઇક્સ મળી ચૂક્યા છે. એટલું જ નહીં, હજારો યુઝર્સે તેના પર પોતાની પ્રતિક્રિયાઓ પણ આપી છે.
વાયરલ વીડિયોમાં લગ્ન જેવું વાતાવરણ જોવા મળે છે, જ્યાં દુલ્હન અને વરરાજા અને મહેમાનો હાજર હોય છે. આ દરમિયાન એક કાકાએ 27 મે 2005ના રોજ આવેલી બોલિવૂડ ફિલ્મ ‘બંટી ઔર બબલી’ના સુપરહિટ ગીત ‘કજરારે’ પર જબરદસ્ત શૈલીમાં ડાન્સ કરીને માહોલ બનાવી લીધો હતો. કાકાના ડાન્સ મૂવ્સ અને તેમની નજાકતે બધાનું ધ્યાન ખેંચ્યું છે.
જોકે આ વીડિયો ભારતનો છે કે પાકિસ્તાનનો તે હજુ સુધી પુષ્ટિ થઈ નથી, પરંતુ એક વાત ચોક્કસ કહી શકાય કે કાકાના ડાન્સે નેટીઝન્સનું દિલ જીતી લીધું છે. આ ડાન્સ વીડિયો જોઈને ઘણા લોકો આશ્ચર્યચકિત થયા હતા, તો ઘણા નેટીઝન્સે કાકાની શૈલી અને ભવ્યતાના વખાણ કર્યા છે.
એક યુઝરે કોમેન્ટ્સ કરી – જાલીમ તો નજર હટા લેગા, પર ફરિશ્તો કી નજર કૈસે હટાઓગે. બીજાએ મજાકમાં લખ્યું, શું મજબૂરી હતી. બીજા યુઝરે કહ્યું, કાકાએ કેવો શાનદાર ડાન્સ કર્યો છે. બીજા યુઝરે કોમેન્ટ્સ કરી કાકાએ તેની વૃદ્ધાવસ્થામાં મહેફિલ લૂંટી!
આ પણ વાંચો: ચોલી કે પીછે ક્યા હૈ…ગીત પર આન્ટીએ સેમ ટુ સેમ માધુરી જેવા જ ઠુમકા લગાવ્યા, જુઓ હલ્દી સેરેમનીનો Viral Video
આવા વીડિયો અન્ય ચેટ કે એપ્સ દ્વારા વારંવાર શેર કરવામાં આવતા હોવાથી આવી ક્લિપ્સ ઝડપથી ફેલાઈ જાય છે. મોટાભાગના વાયરલ વીડિયોમાં મજા પડતી હોય છે. આવા જ વાયરલ વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો.