Viral: બે બિલાડીઓએ પૂછડી વડે બનાવ્યું દિલ, લાખો લોકોને ખુબજ પસંદ આવ્યો આ વીડિયો

|

Jan 23, 2022 | 12:02 PM

માત્ર 15 સેકન્ડના આ વીડિયોને અત્યાર સુધીમાં લાખો લોકો દ્વારા જોવામાં આવ્યો છે, જ્યારે હજારો લોકોએ આ વીડિયોને લાઈક પણ કર્યો છે.

Viral: બે બિલાડીઓએ પૂછડી વડે બનાવ્યું દિલ, લાખો લોકોને ખુબજ પસંદ આવ્યો આ વીડિયો
Two cats (Viral Video Image)

Follow us on

જો વિશ્વમાં કોઈ પ્રાણી સૌથી વધુ જોવામાં આવે છે, તો તેમાં કૂતરા (Dogs)થી લઈને બિલાડી (Cats)ઓનો સમાવેશ થાય છે. તમે તેમને દરેક શેરી અને દરેક ગલીઓ પર જોશો. આ બંને પ્રાણીઓ પાલતુ છે, જે મોટી સંખ્યામાં લોકો દ્વારા રાખવામાં આવે છે. જોકે લોકો હજુ પણ બિલાડીઓને ખરાબ શુકન માને છે. જો બિલાડીઓ રસ્તા પરથી પસાર થાય છે, તો લોકો તેમનો રસ્તો બદલી નાખે છે આખી દુનિયામાં આવી ઘણી માન્યતાઓ પ્રચલિત છે, પરંતુ જે લોકો આ વાતોમાં વિશ્વાસ નથી કરતા તેઓ બિલાડી પાળે છે. બિલાડીઓ દેખાવમાં ખૂબ જ સુંદર છે. સોશિયલ મીડિયા પર બિલાડીને લગતા તમામ પ્રકારના વીડિયો વારંવાર વાયરલ થાય છે. આવો જ એક વીડિયો આજકાલ ખૂબ જ વાયરલ (Viral Videos)થઈ રહ્યો છે, જેને જોઈને તમે ચોંકી જશો.

વીડિયોમાં તમે જોઈ શકો છો કે રાતનો સમય છે અને રસ્તામાં બે બિલાડીઓ સામસામે આવે છે અને એક જગ્યાએ રોકાય છે અને તેમની પૂંછડીઓ એવી રીતે જોડે છે કે હાર્ટનો આકાર બને છે. જો કે તેઓ ભાગ્યે જ જાણતી હશે કે આમ કરવાથી તેઓ કેટલી સુંદર જોવા મળી હતી. આ વીડિયો લોકોના દિલ જીતી રહ્યો છે.

આજનું રાશિફળ તારીખ : 23-11-2024
યુદ્ધના ભણકારા વચ્ચે કિમ જોંગે મોકલ્યા સૈનિક, બદલામાં પુતિને આપી ખાસ 70 ભેટ, જુઓ
23 નવેમ્બર, કાલ ભૈરવ જયંતીના દિવસે કરો આ બે કામ, જીવનની નકારાત્મકતા થશે દૂર, ઈચ્છાઓ થશે પૂરી
અદિતિ મિસ્ત્રીની બહેન દિવ્યા મિસ્ત્રી પણ ખુબ હોટ છે, જુઓ ફોટો
Winter Tips : ધાબળામાં આવતી વાસ થશે છૂમંતર, અપનાવો આ ટિપ્સ
જર્મનીમાં ન્યૂઝ9 ગ્લોબલ સમિટની શાનદાર શરૂઆત, જુઓ તસવીરોમાં ત્યાંની ઝલક

આ અદભૂત વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર @buitengebieden_ નામથી શેર કરવામાં આવ્યો છે અને કેપ્શનમાં લખ્યું છે, ‘લવ ઈઝ ઇન ધ એર’. માત્ર 15 સેકન્ડના આ વીડિયોને અત્યાર સુધીમાં 1 લાખ 63 હજારથી વધુ વખત જોવામાં આવ્યો છે, જ્યારે 11 હજારથી વધુ લોકોએ આ વીડિયોને લાઈક પણ કર્યો છે.

ઘણા લોકોએ વીડિયો જોયા પછી શાનદાર અને ફની કમેન્ટ્સ પણ કરી છે. એક યુઝરે લખ્યું, ‘પૂંછડીનો અર્થ થાય છે કે ‘હું મિત્ર બનવા માંગુ છું’, જ્યારે અન્ય એક યુઝરે કોમેન્ટ કરી અને તેના પાર્ટનર સાથેની મીટિંગને ટેગ કરીને કહ્યું, ‘આવું જ છે’ જ્યારે અમે પહેલીવાર મળ્યા હતા.

આ પણ વાંચો: Google Pay Limit: એક દિવસમાં કેટલા રૂપિયા કરી શકાય છે ટ્રાન્સફર, જાણો લીમિટ પૂરી થયા પછી શું કરવું

આ પણ વાંચો: Success Story: આ પ્રગતિશીલ ખેડૂત કૃષિ સાધનોની શોધ દ્વારા ખેડૂતોને આપી રહ્યા છે રાહત અને માર્ગદર્શન

Next Article