Viral Video : બે બુલડોઝરોએ JCB પર કર્યો હુમલો, લડાઈના ચોંકાવનારા દ્રશ્યો કેમેરામાં થયા કેદ !

આ દિવસોમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો ખુબ ચર્ચામાં આવ્યો છે.જેમાં બે બુલડોઝર જે રીતે JCB પર હુમલો કરે છે,તે જોઈને તમે પણ ચોંકી જશો.

Viral Video : બે બુલડોઝરોએ JCB પર કર્યો હુમલો, લડાઈના ચોંકાવનારા દ્રશ્યો કેમેરામાં થયા કેદ !
Battle video goes viral
| Edited By: | Updated on: Dec 26, 2021 | 2:59 PM

Viral Video : ઈન્ટરનેટની દુનિયામાં ક્યારે શું વાયરલ થઈ જાય કંઈ કહી શકાય નહી. સોશિયલ મીડિયા (Social Media) પર અવાર નવાર બેટલ(લડાઈ)  સંબધિત વીડિયો વાયરલ થતા જોવા મળે છે. જેમાં કેટલીક બેટલ (Battle) જોઈને લોકોના શ્વાસ પણ અધ્ધર થઈ જતા હોય છે. તાજેતરમાં આવો જ એક શોકિંગ વીડિયો (Shocking Video) વાયરલ થઈ રહ્યો છે. તમે અત્યાર સુધી બે માણસો વચ્ચે કે માણસ અને પ્રાણી વચ્ચેની બેટલ જોઈ હશે. પરંતુ આ વીડિયોમાં તમે અનોખી બેટલ જોવા મળશે.

દિલધડક દ્રશ્યો કેમેરામાં થયા કેદ

સોશિયલ મીડિયા સાઈટ ઈન્સ્ટાગ્રામ પર bridlove_store નામના એકાઉન્ટ પર શેર કરવામાં આવેલો આ વીડિયો લોકોને ઘણો પસંદ કરવામાં આવી રહ્યો છે. વીડિયોને જોતા એવું લાગે છે કે તે કોઈ કન્સ્ટ્રક્શન સાઈટ (Construction Sight) પર રેકોર્ડ કરવામાં આવ્યો છે. જેમાં બે બુલડોઝર એકસાથે એક જેસીબી પર હુમલો કરી રહ્યા છે.જો કે આ વીડિયો ક્યાંનો છે, તે હજુ સુધી જાણી શકાયુ નથી.

જુઓ શોકિંગ વીડિયો

યુઝર્સ આપી કંઈક આવી પ્રતિક્રિયા

વાયરલ થઈ રહેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક તરફ એક JCB ઊભું છે, જ્યારે બીજી તરફ બે બુલડોઝર છે. બંનેએ મળીને અગાઉના જેસીબી પર હુમલો કરતા જોવા મળે છે.યુઝર્સ આ વીડિયો શેર કરી રહ્યા છે અને તેના પર વિવિધ પ્રકારની પ્રતિક્રિયા (Comments)  આપતા જોવા મળી રહ્યા છે. જેમાં એક યુઝરે (User) લખ્યુ કે, ઐસી બેટલ કોન કરતા હૈ ભલા..! જ્યારે અન્ય એક યુઝરે લખ્યુ કે,આવી બેટલ ડ્રાઈવર માટે ખતરનાક સાબિત થઈ શકે છે. આ સિવાય અન્ય કેટલાક યુઝર્સ પણ આ ડ્રાઈવરને (Driver) સલાહ આપતા જોવા મળી રહ્યા છે.

 

આ પણ વાંચો: કુતરા અને ભેંસની ગજબની દોસ્તી ! ભેંસ પર સવાર થઈને કુતરાએ સફરની માણી મજા, જુઓ VIDEO

આ પણ વાંચો: Video : કપૂર પરિવારે આ રીતે કરી ક્રિસમસની ઉજવણી, રણબીર-આલિયા સહિત આ સ્ટાર્સ ન થયા સામેલ