Twitter Viral Video : પાઈપ પર ડાન્સરની જેમ ડાન્સ, રોડ પર અલગ અંદાજમાં ટ્રાફિક સાઈન, લોકોની કામ કરવામાં જુઓ રોબોટ જેવી સ્પીડ

સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વીડિયોમાં કેટલાક પ્રોફેશનલ લોકો પરફેક્ટ વર્ક એટલી ઝડપથી કરતા જોઈ શકાય છે કે તમે આશ્ચર્યચકિત થઈ જશો. મશીનની જેમ, તેઓ કામ ઝડપથી સંભાળી લે છે, જે આપણને એક નજરમાં મુશ્કેલ લાગે છે.

Twitter Viral Video : પાઈપ પર ડાન્સરની જેમ ડાન્સ, રોડ પર અલગ અંદાજમાં ટ્રાફિક સાઈન, લોકોની કામ કરવામાં જુઓ રોબોટ જેવી સ્પીડ
Smart Work Viral Video
| Edited By: | Updated on: Jan 17, 2023 | 1:56 PM

કેટલાક લોકો કામને પરફેક્ટ કરવાના ચક્કરમાં વધારે સમય લગાવે છે પરંતુ કેટલાક લોકો એવા પણ છે જે કામ ઝડપથી અને પરફેક્ટ પણ કરે છે. આવા વીડિયો જોઈને અમે ચોંકી જઈએ છીએ. જ્યાં આપણે જોઈએ છીએ કે આપણા દેશમાં એન્જિનિયરિંગ અને બિલ્ડિંગના કામ ધીમે-ધીમે થઈ રહ્યા છે, તો બીજી તરફ આ વીડિયોમાં કેટલાક લોકો મશીનની જેમ કામ કરતા જોવા મળે છે.

સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વીડિયોમાં કેટલાક પ્રોફેશનલ લોકો પરફેક્ટ વર્ક એટલી ઝડપથી કરતા જોઈ શકાય છે કે, તમે આશ્ચર્યચકિત થઈ જશો. મશીનની જેમ તેઓ તે કામ ઝડપથી સંભાળી લે છે, જે આપણને એક નજરમાં મુશ્કેલ લાગે છે. કેટલાક પાઈપ પર ડાન્સરની જેમ ડાન્સ કરી રહ્યા છે તો કેટલાક અલગ અંદાજમાં રોડ પર ટ્રાફિક સાઈન બનાવી રહ્યા છે.

આ પણ વાંચો : Instagram video : ઢળતી ઉમરે પણ ‘યુવાનો જેવી સ્ફુર્તી’, વૃદ્ધ વ્યક્તિએ જૂની રોયલ એનફિલ્ડ કીક મારીને કરી ચાલુ

ઝડપથી કરી રહ્યા છે કામ

વાયરલ થઈ રહેલા વીડિયોમાં એક કરતા વધુ વસ્તુઓ જોવા મળી રહી છે. ક્યાંક કોઈ મશીનની જેમ પગ વડે પાઇપને સરકાવી રહ્યું છે, તો ક્યાંક કોઈ ડાન્સ જેવું કામ કરી રહ્યું છે. આટલું જ નહીં, તેઓ ટ્રાફિક ચિહ્નો બનાવવા માટે પણ વિચિત્ર ટેકનિકનો ઉપયોગ કરી રહ્યા છે અને ઘરો ડિઝાઇન કરવામાં તેમની એન્જિનિયરિંગ અને ઝડપ જોઈને તમે આશ્ચર્યચકિત થઈ જશો. દિવાલ પર પુટ્ટી અથવા પેઇન્ટ જેમાં ચિત્રકારો ઘણો સમય વિતાવે છે, આ લોકો ઉભા રહીને તેને પૂર્ણ કરી રહ્યા છે. આ વીડિયો ખરેખર અદ્ભુત છે.

આ રસપ્રદ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર @TansuYegen નામના એકાઉન્ટથી શેર કરવામાં આવ્યો છે. અત્યાર સુધીમાં 5.1 મિલિયન એટલે કે 51 લાખથી વધુ લોકોએ વીડિયો જોયો છે અને લગભગ 1.5 લાખ લોકોએ તેને લાઈક કર્યો છે. આ વીડિયો પર ઘણા લોકોએ કોમેન્ટ પણ કરી છે. યુઝર્સે આ લોકોની પ્રશંસા કરી છે અને કહ્યું છે કે, તેમની કુશળતાનું સન્માન કરવું જોઈએ. એન્જિન્યરના કામના વખાણ કરી રહ્યા છે.