ઘણા દેશોમાં અનેક લોકોની આર્થિક સ્થિતિ વધુ ખરાબ હોય છે. જેના કારણે અનેક પરિવારોને રોજીંદી જીવનની જરૂરીયાત પૂરી કરવા માટે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. આવા કપરા સંજોગોમાં બાળકો પણ જવાબદારીના બોજ હેઠળ દબી જતા હોય છે. આપણા દેશમાં આવા ઘણા લોકો રસ્તા પર દિવસભર કંઈક ને કંઈક વેચતા જોવા મળે છે.
તાજેતરમાં જ એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેને જોયા બાદ યુઝર્સના ભાવુક થયા છે. તે જ સમયે, વીડિયો જોયા પછી, દરેકના ચહેરા પર સ્મિત આવી ગયું હતું. વીડિયોમાં અફઘાનિસ્તાનની એક નાની છોકરી રસ્તા પર પેન વેચતી જોવા મળે છે. જે દરમિયાન એક મહિલા તેની મદદ કરે છે અને બાળકની અભિવ્યક્તિ સોશિયલ મીડિયા યુઝર્સના દિલ જીતી લીધા છે.
આ પણ વાંચો : Twitter Viral video : એક પગે આ વ્યક્તિએ કર્યું આવું પરાક્રમ, VIDEO જોઈને તમને પણ થશે આશ્ચર્ય
વાયરલ થઈ રહેલો વીડિયો સોશિયલ મીડિયા પર નાહિરા જિયાએ નામની ટ્વિટર પ્રોફાઇલ પર પોસ્ટ કરવામાં આવ્યો છે. આ વીડિયોને શેર કરતી વખતે કેપ્શનમાં કહેવામાં આવ્યું છે કે ‘પોતાના પરિવારને ખવડાવવા માટે આ છોકરી કાબુલની સડકો પર પેન વેચી રહી છે. જ્યારે મેં તેણીને પૂછ્યું કે શું હું આ બધી પેન લઈશ તો તમે ખુશ થશો? આના પર તે હસવા લાગી અને હા પાડી હતી.
Little Afghan girl in Kabul selling pens to support her family “ if I bought them all would you be happy?” She smiled and said yes #Afghanistan pic.twitter.com/KxqNl4HAc4
— Nahira ziaye (@Nahiraziaye) January 10, 2023
હાલમાં, વીડિયોમાં, મહિલા બાળકીના હાથમાં મોટી રકમ આપી પેનની કિંમત ચૂકવતી જોઈ શકાય છે. જેના પછી છોકરી ખૂબ ખુશ થઈ જાય છે અને તેના પરિવારના સભ્યો તરફ કૂદી પડે છે. બાળકીની ખુશી જોઈને લાખો યુઝર્સ ભાવુક થયા હતાં. સાથે જ આ વીડિયો પણ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. અત્યાર સુધી 2 લાખ 14 હજાર વ્યુઝ અને 10 હજારથી વધુ લાઈક્સ મળ્યા છે.