સોશિયલ મીડિયા પર વારંવાર પ્રાણીઓના વીડિયો વાયરલ થાય છે. જેમા કેટલાક વીડિયો ઘણા જ ક્યુટ હોય છે તો કેટલાક વીડિયો જોઈને પરેશાન થઈ જવાય છે. તેવો જ એક વાંદરાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. સામાન્ય રીતે વાંદરો બધા જ પ્રાણીઓમાં ખૂબ જ તોફાની હોય છે. કેટલીક વાર કેટલાક વાંદરાઓ સ્વભાવે વધુ ઉપદ્વવી હોય છે. તમે ઘણીવાર વાંદરાઓને રસ્તા પર ચાલતા લોકોના હાથમાંથી ખોરાક અને અન્ય વસ્તુઓ છીનવી લેતા જોયા હશે, પરંતુ વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં તમે એક વાંદરાને એક નાના માસૂમ બાળકને ખેંચતો જોવા મળે છે.
આ પણ વાંચો : Instragram Reel : દોરડાની મદદથી ખાઈ પસાર કરતી કાર જોઈને તમે પણ દંગ રહી જશો, જુઓ Video
સોશિયલ મીડિયામાં પર વાયરલ થઈ રહેલો વીડિયો જેણે પણ જોયો છે તેની આત્મા કંપી ઉઠે છે. વાયરલ વીડિયોમાં કેટલાક બાળકો ઘરની બહાર બેઠેલા દેખાઈ છે. ત્યારે જ અચાનક દૂરથી એક વાંદરો તેની તરફ દોડીને આવે છે અને બાંકડા બહાર બેઠેલા બાળકને ખેંચી જાય છે. વાંદરો આ માસૂમ બાળકને થોડા જ મીટર સુધી ખેંચી ગયો હતો અને ત્યાર બાદ વાંદરાના હાથમાંથી બાળક છૂટી જાય છે. આગળ શું થાય છે, તમે આ વીડિયોમાં જોઈ શકો છો જે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
damn what happened here pic.twitter.com/K9Cu1losYa
— Great Videos (@Enezator) January 23, 2023
આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે વાંદરો બાળકને ખેંચીને લઈ જાય છે, એક વ્યક્તિ દૂરથી બાળકને વાંદરાની ચુંગાલમાંથી છોડાવવાનો પ્રયાસ કરતો જોવા મળે છે. વ્યક્તિને પોતાની નજીક આવતો જોઈને વાંદરો થોડો ડરી જાય છે અને વાંદરો બાળકને રસ્તા પર જ મુકીને ભાગી જાય છે. આ રીતે બહાદુરી બતાવીને આ વ્યક્તિએ બાળકને વાંદરાની ચુંગાલમાંથી બચાવ્યો હતો. જેણે પણ આ ચોંકાવનારો વીડિયો જોયો તે લોકો અચરજમાં છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.