હાલમાં જ સોશિયલ મીડિયા પર એક વીડિયો સામે આવ્યો છે. જે પોતાના વ્યક્તિત્વની સાથે સિગારેટ પીવાની આદત માટે પણ બધાનું ધ્યાન પોતાની તરફ ખેંચી રહ્યો છે. વીડિયોમાં એક વૃદ્ધ વ્યક્તિ રોડ કિનારે બેઠેલો જોવા મળી રહ્યો છે. તેનો ડ્રેસ જોઈને એવું લાગે છે કે તે ભીખ માંગીને જીવન પસાર કરી રહ્યો છે. જે ખૂબ જ મુશ્કેલીથી ભોજનની વ્યવસ્થા કરતો હશે.
આ પણ વાંચો : Hikers Viral Video: છોકરીએ એવી ખતરનાક જગ્યાએ ટ્રેકિંગ કર્યું કે, આ વીડિયો જોઈ લોકો ચીસો પોકારી ગયા
હાલમાં યુઝર્સ આ વ્યક્તિને સ્મોકિંગ કરતા જોઈને આશ્ચર્યચકિત થઈ જાય છે. જ્યાં ગરીબીમાં લોકો સિગારેટને બદલે બીડી પીતા જોવા મળે છે. તે જ સમયે, ભિખારી જેવો દેખાતો આ વ્યક્તિ પોતાની હરકતોથી બધાને દંગ રાખે છે. વાસ્તવમાં વીડિયોમાં વ્યક્તિને સિગારેટમાંથી માત્ર એક વાર પીતા જોઈ શકાય છે. આ પછી, તે સિગારેટને રસ્તા પર ફેંકે છે અને બીજી સિગારેટ સળગાવતો જોવા મળે છે. એવું લાગે છે કે તે સતત આ કરી રહ્યો છે.
दान किए गए पैसों पर अय्याशी… या कुछ और…#Trending #TrendingTopics #Smokers pic.twitter.com/uYFN4fY9ri
— Narendra Singh (@NarendraNeer007) January 18, 2023
સિગારેટને એક વાર પીને સતત ફેંક છે. જેના કારણે તે જ્યાં બેઠો છે ત્યાં સિગારેટનો ઢગલો થઈ જાય છે. વીડિયોમાં વ્યક્તિની પાસે મોટી સંખ્યામાં સિગારેટના બોક્સ પણ જોવા મળે છે. આ વીડિયો જોયા બાદ સામાન્ય માણસ મૂંઝવણમાં મુકાઈ જાય છે. તે જ સમયે, મોટાભાગના લોકો કહે છે કે ગરીબ દેખાતા લોકોને અમારા પૈસા દાન કરતા પહેલા આપણે યોગ્ય રીતે વિચારવું જોઈએ. તેનો દુરુપયોગ પણ થઈ રહ્યો છે. બીજી તરફ કેટલાક યુઝર્સના મતે આવા લોકોના કારણે માનવીએ ગરીબોની મદદ કરવાનું બંધ કરી દીધું છે.
દેશના કોઈપણ શહેરમાં પાનના ગલ્લા સામે લોકો સિગારેટ પીતા જોવા મળે છે. ધૂમ્રપાન કરવાથી કેન્સરનું જોખમ વધે છે તે જાણ હોવા છતા પણ લોકો સિગારેટ પીવાનું ઓછું કરતા નથી. તો , બીજી તરફ સિગારેટની કિંમતમાં સતત વધારો થતા હોવા છતાં, તેના વેચાણમાં કોઈ ઘટાડો થયો નથી. સિગારેટ પીવી એ સ્વાસ્થ્ય માટે હાનિકારક છે છતા પણ લોકો તેને પીવે છે.