Memes Viral : Twitter logo ની લોકોએ મજાક ઉડાવી, જોરદાર મીમ્સ કરી રહ્યા છે શેર

|

Apr 04, 2023 | 9:05 AM

Twitter Logo : સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ટ્વિટરના લોગોની મજાક ઉડાવવામાં આવી રહી છે અને તે જ સમયે લોકો એવા મીમ્સ શેર કરી રહ્યા છે કે તે ટ્રેન્ડિંગ વિષય બની ગયો છે.

Memes Viral : Twitter logo ની લોકોએ મજાક ઉડાવી, જોરદાર મીમ્સ કરી રહ્યા છે શેર

Follow us on

દિગ્ગજ ટેક કંપની Twitterનો લોગો બદલ્યા બાદ યુઝર્સને હવે બ્લુ બર્ડની જગ્યાએ ડોગ લોગો (Dodgecoin) જોવા મળી રહ્યો છે. જે બાદ હવે સોશિયલ મીડિયા પ્લેટફોર્મે ટ્વિટરના લોગોની મજાક ઉડાવવાનું શરૂ કરી દીધું છે. તમને જણાવી દઈએ કે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટરનો લોગો બ્લુ બર્ડ હતો. એલોન મસ્ક હવે તેને ડોગમાં બદલી નાખ્યું છે. આ પછી લોકો ટ્વિટર પર લોગોની મજાક ઉડાવીને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર મીમ્સ શેર કરી રહ્યા છે. જે ટ્વિટર પર ખૂબ જ ટ્રેન્ડ કરી રહ્યાં છે.

આ પણ વાંચો : ટ્વિટરની ચકલી ઉડી ગઈ : ટ્વિટર પરથી ગાયબ થયું બ્લુ બર્ડ, એલોન મસ્કે પસંદ કર્યો ટ્વિટરનો નવો લોગો ‘ડોગી’

કોન્ડોમ અસ્તિત્વમાં આવતા પહેલા લોકો કેવી રીતે ગર્ભાવસ્થા અટકાવતા હતા?
ઘરમાં ચામાચીડિયાનું આવવું શુભ કે અશુભ? જાણો કઈ વાતનો સંકેત આપે છે
આજનું રાશિફળ તારીખ : 18-04-2025
10 રૂપિયાની વસ્તુ વેચતી કંપની પાસેથી IPLમાં સૌથી વધુ કમાણી કરે છે BCCI
Tea Shelf Life : ચા કેટલા સમય પછી બગડી જાય ? નથી રહેતી પીવાલાયક
બોલીવુડનો એ જમાઈ, જેની સાસુની ઉંમર તેનાથી નાની છે, જુઓ તસવીર

આ છે રમુજી મેમ્સ

ઈલોન મસ્કે એક ફોટો ટ્વીટ કરીને લખ્યું છે કે, કારની ડ્રાઈવિંગ સીટ પર એક કૂતરો બેઠો છે. ડોગીએ તેનું લાઇસન્સ ટ્રાફિક પોલીસને બતાવ્યું. આ લાયસન્સમાં ટ્વિટરના જૂના લોગોનો ફોટો દેખાઈ રહ્યો છે. ડોગી પોલીસને કહી રહ્યો છે, “આ જૂનો ફોટો છે”. મસ્કના આ ટ્વિટ પછી ટ્વિટર પર લગાવવામાં આવી રહેલી વિવિધ અટકળોનો અંત આવ્યો અને એ સ્પષ્ટ થઈ ગયું કે ટ્વિટરનો લોગો ખુદ ઈલોન મસ્ક દ્વારા બદલાયો છે.

ટ્રેડિંગ સમાચાર ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

વાયરલ અને ટ્રેડિંગ વીડિયો સાથે જોડાયેલા તમામ ન્યૂઝ માટે જોડાયેલા રહો…