Twitter Logo: ટ્વિટરનો લોગો બદલાતાની સાથે જ સોશિયલ મીડિયા પર આવ્યું મીમ્સનું પૂર

એલોન મસ્કે પણ પોતાનો ટ્વિટર પ્રોફાઇલ ફોટો બદલીને X કરી દીધો છે. હવે સોશિયલ મીડિયા પર પણ આ અંગેની ચર્ચાએ જોર પકડ્યું છે. લોકો અલગ-અલગ રિએક્શન આપી રહ્યા છે અને ફની મીમ્સ પણ શેર કરી રહ્યા છે.

Twitter Logo: ટ્વિટરનો લોગો બદલાતાની સાથે જ સોશિયલ મીડિયા પર આવ્યું મીમ્સનું પૂર
Twitter Logo
| Edited By: | Updated on: Jul 24, 2023 | 4:58 PM

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટરનો લોગો (Twitter Logo) બદલાઈ ગયો છે. ઘણા દિવસોથી તેની ચર્ચા ચાલી રહી હતી અને હવે આખરે તેમાં ફેરફાર થયો છે. હવે વાદળી પક્ષી X માં ફેરવાઈ ગયું છે. હવે જો તમે Google પર x.com પર ટાઈપ કરશો તો માત્ર ટ્વિટર પોપ અપ થશે. ટ્વિટરના સીઈઓ લિન્ડા યાસિરાનોએ ટ્વિટ કર્યું કે, સાઇટનો લોગો બદલીને X કરી દેવામાં આવ્યો છે. તેમનું કહેવું છે કે આ એક અસરકારક પરિવર્તન હશે, જે આપણી વચ્ચે વાતચીતની રીતને બદલી નાખશે.

એલોન મસ્કે પોતાનો ટ્વિટર પ્રોફાઇલ ફોટો બદલીને X કર્યો

ટ્વિટરના માલિક એલોન મસ્કએ તાજેતરમાં જ તેના ફોલોઅર્સને X લોગોની ડિઝાઇન કેવી રીતે રાખવી તે અંગેના સૂચનો માટે પૂછ્યું હતું ત્યારબાદ લોકોએ તેમને સૂચનો આપ્યા અને તેની ડિઝાઇન મોકલી હતી. તેમાંથી એક ડિઝાઇન પસંદ કરવામાં આવી હતી અને હવે તે જ ડિઝાઇન સાઇટનો નવો લોગો બની ગયો છે.

એલોન મસ્કે પણ પોતાનો ટ્વિટર પ્રોફાઇલ ફોટો બદલીને X કરી દીધો છે. હવે સોશિયલ મીડિયા પર પણ આ અંગેની ચર્ચાએ જોર પકડ્યું છે. લોકો અલગ-અલગ રિએક્શન આપી રહ્યા છે અને ફની મીમ્સ પણ શેર કરી રહ્યા છે.

જુઓ યુઝર્સે કેવા મીમ્સ શેર કર્યા

આ પણ વાંચો : Twitter New Logo: બદલાઈ ગયો ટ્વીટરનો લોગો, એલોન મસ્ક અને ટ્વિટરના CEOની પ્રોફાઈલના કવરપેજ બદલાયા

ટેક્નોલોજીના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો