Twitterના CEO પરાગ અગ્રવાલના આવ્યા કોફી વેચવાના દિવસો! ફોટોઝ થયા વાયરલ

|

Jul 04, 2022 | 9:37 PM

પરાગ અગ્રવાલ (Parag Agrawal) હાલમાં સોશિયલ મીડિયામાં ચર્ચામાં છે. તેમના કોફી વેચવાના ફોટોઝ વાયરલ થઈ રહ્યા છે. ચાલો જાણીએ આ ફોટોઝ પાછળની હકીકત.

Twitterના CEO પરાગ અગ્રવાલના આવ્યા કોફી વેચવાના દિવસો! ફોટોઝ થયા વાયરલ
Twitter CEO Parag Agarwal
Image Credit source: Twitter

Follow us on

ભારતીય મૂળના ટ્વિટરના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (Twitter CEO) પરાગ અગ્રવાલે (Parag Agrawal) ગયા અઠવાડિયે લંડનમાં અનેક બિઝનેસ ઈવેન્ટ્સમાં હાજરી આપી હતી. આ કાર્યક્રમોમાં અગ્રવાલે કર્મચારીઓને કોફી પીરસી હતી. પરાગ અગ્રવાલ લંડનમાં સોશિયલ મીડિયા ઓફિસમાં કોફીનો ઓર્ડર લેતો જોવા મળ્યો હતો. ટ્વિટરના મેનેજિંગ ડિરેક્ટર દારા નાસર પણ બ્રિટનમાં ફરજ પર હતા. તે જ સમયે ટ્વિટરના ચીફ ફાઈનાન્સિયલ ઓફિસર નેડ સેગલ કર્મચારીઓને કોફી સાથે ખાવામાં આવતી કેટલીક કૂકીઝ પીરસતા જોવા મળ્યા હતા. તેમના આ અંદાજને લોકોએ ખુબ પંસંદ કરી રહ્યા છે. તેમના ફોટોઝ હાલ ખુબ વાયરલ થઈ રહ્યા છે.

પરાગ અગ્રવાલે તેમની યુનાઇટેડ કિંગડમની મુલાકાત દરમિયાન ઘણા કાર્યક્રમોમાં ભાગ લીધો હતો. તેમણે સ્ટેન્ડ અપ કોમેડીના શોમાં મુલાકાત કરી હતી. ગયા વર્ષે નવેમ્બર (2021)માં ટ્વિટરના સ્થાપક જેક ડોર્સીએ ફર્મ છોડ્યા પછી પરાગને કંપનીના સીઈઓ બનાવવામાં આવ્યા હતા. જ્યારે આ વર્ષે મે મહિનામાં અગ્રવાલે બે અનુભવી કર્મચારીઓને કાઢી મૂક્યા હતા. પરાગ અગ્રવાલ દ્વારા ગ્રાહક ઉત્પાદનના વડા કિવાન બેકપોર અને મહેસૂલના વડા બ્રુસ ફોકને બરતરફ કરવામાં આવ્યા હતા.

આ પણ વાંચો

આ રહ્યા એ વાયરલ ફોટોઝ

 

ફોટોઝ જોઈ દંગ રહી ગયા લોકો

આ વાયરલ ફોટોઝ જોઈને એક નજરે લોકોને લાગ્યુ કે શું તેમણે રાજીનામું આપી દીધુ છે ? શું તેમના કોફી વેચવાના દિવસો આવી ગયા છે? પણ આ ફોટોઝ પાછળની હકીકત જાણી લોકોને તેમનો આ અંદાજ ગમી ગયો હતો અને લોકોએ તેમના આ અંદાજની પ્રશંસા પણ કરી. લોકો સાથે કનેક્ટ થવાની આ સારી રીત હતી.

‘WeChat’ની જેમ ટ્વીટર ડેવલપ કરો: મસ્ક

મસ્ક એપ્રિલમાં ટ્વીટર કંપનીને $44 બિલિયનમાં ખરીદવા માટે સંમત થયા હતા. આ પછી તેણે ટ્વિટરના કર્મચારીઓને સંબોધિત કર્યા. ટેસ્લા અને સ્પેસએક્સના સીઈઓ એલોન મસ્કે થોડા અઠવાડિયા પહેલા એક મીટિંગમાં તમામ ટ્વિટર સ્ટાફને સંબોધિત કર્યા હતા. મસ્કના કહેવા પ્રમાણે તે ઈચ્છે છે કે ટ્વિટરને ચીન સ્થિત ‘WeChat’ જેવી સુપર એપ તરીકે વિકસાવવામાં આવે.

ગયા મહિને એલોન મસ્ક સંચાલિત સ્પેસ કંપની ‘SpaceX’ એ તેના ઘણા કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મૂક્યા હતા. આ અંગે આ કર્મચારીઓએ ખુલ્લો પત્ર લખીને મસ્કના આ વર્તનની ટીકા કરી હતી. અહેવાલો અનુસાર સ્પેસએક્સના પ્રેસિડેન્ટ ગ્વિન શોટવેલના ઈ-મેલમાં એવું કહેવામાં આવ્યું હતું કે પત્ર પર હસ્તાક્ષર કરનાર અને તેને પ્રસારિત કરનારા કર્મચારીઓની સેવાઓ સમાપ્ત કરી દેવામાં આવી છે. પત્ર લખનારાઓએ મસ્કની કાર્યવાહીની નિંદા કરી હતી.

Published On - 9:30 pm, Mon, 4 July 22

Next Article