TV9 Gujarati ‘હાસ્યનો ડાયરો’: સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહેલા કેટલાક બેસ્ટ ટચુકાઓ અહીં વાંચો

ખુશ રહેવાથી મોટાભાગની માનસિક સમસ્યાઓ સરળતાથી હલ થઈ જાય છે. એટલા માટે અમે તમારા માટે જોક્સ લાવ્યા છીએ. આ જોક્સ વાંચીને તમે તમારી જાતને ખુશ થતા રોકી શકશો નહીં

TV9 Gujarati હાસ્યનો ડાયરો: સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહેલા કેટલાક બેસ્ટ ટચુકાઓ અહીં વાંચો
TV9 Gujarati 'Hasya no Dayro'
| Edited By: | Updated on: Oct 09, 2021 | 11:26 PM

આપણે સૌ જાણીએ છીએ કે હાસ્ય આપણા સ્વાસ્થ્ય માટે કેટલું જરૂરી છે. મનને સ્વસ્થ રાખવા માટે ખુશ રહેવું ખૂબ જરૂરી છે. ખુશ રહેવાથી મોટાભાગની માનસિક સમસ્યાઓ સરળતાથી હલ થઈ જાય છે. એટલા માટે અમે તમારા માટે જોક્સ લાવ્યા છીએ. આ જોક્સ વાંચીને તમે તમારી જાતને ખુશ થતા રોકી શકશો નહીં

1

ભૂરો :- ભાભી જુઓ પેલી છોકરી ક્યારની ભાઈ સામે તાકી રહી છે

ભાભી :- હા હું પણ જોઉં છું કે તમારા ભાઈ ક્યાં સુધી એમની ફાંદ અંદર ખેંચીને રાખે છે

2

લગ્ન પહેલા જેટલું ફરવું હોઈ તેટલું ફરી લેવું …દુનિયા ફરી લેવી ….

પછી

ભલભલાની દુનિયા ફરી જાય છે …!!!!!

3.

પતિ :- આજે ઊંઘ નથી આવતી

પત્ની :- તો વાસણ ઘસી નાખો…

પતિ :- હું તો ઊંઘમાં બોલું છું…

4.

પત્ની (પતિને) – સાંભળો છો, તમારો મિત્ર જે છોકરી સાથે લગ્ન કરવા માંગે છે તે છોકરી સારી નથી, તમે તમારા મિત્રને રોકતા કેમ નથી.

પતિ – તેણે મને રોક્યો હતો ?

5

પત્નિ – એજી તમે કેમ છો ?

પતિ – ઠીક છું

પત્નિ – મારી યાદ આવે તો તમે શું કરો છો ?

પતિ – તારી યાદ આવે તો આઇસક્રિમ અથવા તો તારી ફેવરીટ ચોકલેટ્સ ખાઇ લઉં છુ… મારી યાદ આવવા પર તું શું કરે છે ?

પત્નિ – હું પણ એક ક્વોટર અને ત્રણ સિગરેટ પીધા બાદ એક પેકેટ ગુટખા ખાય લઉં છુ.

6

પત્નિ – તમે મને ઉંઘમાં ગાળો આપતા હતા ને

પતિ – ના રે, તને કોઇ ગેરસમજ થઇ છે.

પત્નિ – શું ગેરસમજ ?

પતિ – એજ ‘કે હું સુઇ રહ્યો હતો’…. ત્યારથી સાચે જ પતિની ઉંઘ ગાયબ.

 

Disclaimer – આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવના આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.

 

આ પણ વાંચો –

Surat : 6 વર્ષથી માત્ર કાગળ પર રહેલ સુરત મનપાની નવી ઈમારતનુ કામ ઝડપથી હાથ ધરાશે : મ્યુનિસિપલ કમિશનર

આ પણ વાંચો –

14 વર્ષ પહેલા જેણે જીંદગી બચાવી એના જ ખોળામાં ગોરીલાએ લીધા અંતિમ શ્વાસ, બંનેની મિત્રતા સોશિયલ મીડિયામાં વાયરલ

આ પણ વાંચો –

Ahmedabad : અસાધ્ય રોગથી પીડિતા દર્દી માટે આશિર્વાદરુપ પેલિએટીવ કેર, દર્દી અંતિમ ક્ષણ સુધીનું જીવન શક્ય તેટલું સક્રિય અને ઉત્સાહથી જીવી શકે છે

Published On - 1:59 pm, Fri, 8 October 21