Trending Video: “ભારતીયો હાથથી કેમ ખાય છે ?” અમેરિકન યુઝરે ભારતની પરંપરા પર સવાલ પૂછ્યો, ભારતીય અર્થશાસ્ત્રીએ આપ્યો ‘રોકડો જવાબ’

ભારતમાં હાથથી ખાવાની પરંપરા સદીઓ જૂની છે પણ એક અમેરિકન યુઝર માટે આ રીત અજીબ હતી. તેણે સોશિયલ મીડિયા પર સવાલ પૂછ્યો કે, "ભારતીય લોકો હાથથી કેમ ખાય છે?" હવે આ વાત પર જાણીતા અર્થશાસ્ત્રીએ એવો જોરદાર જવાબ આપ્યો કે, સામેવાળાની બોલતી જ બંધ થઈ ગઈ.

Trending Video: ભારતીયો હાથથી કેમ ખાય છે ? અમેરિકન યુઝરે ભારતની પરંપરા પર સવાલ પૂછ્યો, ભારતીય અર્થશાસ્ત્રીએ આપ્યો રોકડો જવાબ
Image Credit source: AI Generated
| Updated on: Sep 07, 2026 | 10:15 PM

ભારતમાં હાથથી ખાવું એ કોઈ નવી કે અજીબ વાત નથી. ઘણા ભારતીય પરિવારોમાં આજે પણ દાળ-ભાત, શાક-રોટલી, કઢી અને અન્ય પરંપરાગત વાનગીઓ હાથથી જ ખાવામાં આવે છે પરંતુ અન્ય દેશોના લોકો માટે હાથથી ખાવું થોડું અજીબ છે.

અન્ય દેશોમાં શરૂઆતથી જ ચમચી, ચમચી-કાંટા વડે ખાવાનો રિવાજ છે. એવામાં જ્યારે એક અમેરિકન સોશિયલ મીડિયા યુઝરે ભારતીયોના હાથથી ખાવા પર સવાલ પૂછ્યો, તો તેને લઈને સોશિયલ મીડિયા પર નવી ચર્ચા શરૂ થઈ ગઈ.

અમેરિકન યુઝરે Video શેર કરીને પૂછ્યો હતો આ ‘સવાલ’

ફ્લોરિડાના એક સોશિયલ મીડિયા યુઝરે એક વીડિયો શેર કર્યો હતો. જોતજોતામાં તેનો એ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયો. વીડિયોમાં જોઈ શકાય છે કે, એક કપલ કોઈ દક્ષિણ ભારતીય લગ્ન કે પરંપરાગત કાર્યક્રમમાં હાથથી ખાઈ રહ્યા છે. આ વીડિયો શેર કરતાં તે અમેરિકન યુઝરે સવાલ કર્યો કે, “ભારતના લોકો હાથથી કેમ ખાવાનું ખાય છે?”

પોસ્ટ પર અર્થશાસ્ત્રીએ કર્યો ‘Reply’

આ પોસ્ટ મૂળરૂપે નવેમ્બર 2025 માં શેર કરવામાં આવી હતી. પાછળથી આ સવાલ પર અર્થશાસ્ત્રી સંજીવ સાન્યાલની નજર પડી. તેણે ભારતીય ભોજન અને સંસ્કૃતિ પર કોઈ લાંબુ ભાષણ આપવાને બદલે માત્ર એક લાઈનમાં પોતાનો જવાબ આપ્યો. સાન્યાલે આ પોસ્ટ પર રિપ્લાય કરતાં લખ્યું, “જો તમે તેને સ્પર્શ કરવામાં અસહજ અનુભવો છો અને ધાતુના સાધનોની જરૂર પડે છે, તો કદાચ તેને તમારા મોંમાં મૂકવું એ એક ખરાબ વિચાર છે.”

સાન્યાલના જવાબ પર ‘લોકોની પ્રતિક્રિયા’

અર્થશાસ્ત્રીનો આ જવાબ જોતજોતામાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયો. તેની પોસ્ટને લાખો લોકોએ જોઈ અને મોટી સંખ્યામાં યુઝર્સે તેના પર પોતાની પ્રતિક્રિયા આપી. એક યુઝરે તેને “મજબૂત વિચાર” ગણાવ્યો.

બીજાએ કહ્યું કે, ભારતીયો હાથથી કેમ ખાય છે? તેની આ શ્રેષ્ઠ સમજૂતી છે. કેટલાક લોકોએ તો એમ પણ કહ્યું કે, ભારતીય ભોજન હાથથી ખાવાથી વધુ સ્વાદિષ્ટ બને છે.

હાથથી ખાવા પર પૂરેપૂરો મળે છે ‘ભોજનનો સ્વાદ’

ભારતમાં હાથથી ખાવું એ માત્ર ખાવાની એક રીત નથી પરંતુ તે ઘણા લોકો માટે પરંપરા અને રોજિંદા જીવનનો એક ભાગ છે. ખાસ કરીને ભાત અને કઢી/ગ્રેવી વાળી વાનગીઓને હાથથી ભેળવીને ખાવાથી અલગ-અલગ સ્વાદ એકસાથે ભળી જાય છે.

ઘણા લોકોનું માનવું છે કે, હાથથી ખાવા પર ખાવાની ગરમાહટ, નરમાશ અને પોત (ટેક્સચર) નો પણ વધુ સારો અહેસાસ થાય છે. આંગળીઓથી ભોજનને ભેળવીને એક નાનો કોળિયો તૈયાર કરવો એ ભારતીય ભોજનની પરંપરાગત શૈલીનો જ એક ભાગ છે.

Trending Video: છોકરીઓ 3 અને રૂમ 1, તો પછી રસોડામાં ગેસ સિલિન્ડર 3 કેમ? રૂમમેટ્સનું આ કારનામું જોઈ હસી પડશો

Follow Us
Loading...
Unable to load recommendations.