Trending Video : ઈંડા સમજી ‘ગોલ્ફ બોલ’ ગળી ગયો સાપ! પેટમાંથી બોલ બહાર કાઢી ડોક્ટરોએ આ રીતે બચાવ્યો જીવ

ખોરાકની શોધમાં નીકળેલું સાપ ગોલ્ફ કોર્સ અથવા તેવા જ કોઈ વિસ્તારમાં પહોંચ્યું અને ત્યાં તેને ગોલ્ફના બોલ મળ્યા. ગોળાકાર આકાર અને સફેદ રંગને કારણે છેતરાઈને, સાપે તેને મરઘીના ઈંડા માનીને એક પછી એક ગળી લીધા. આ સખત દડા સાપના પેટમાં જમા થઈ ગયા, જેનું પાચન થવું અશક્ય હતું.

Trending Video : ઈંડા સમજી ગોલ્ફ બોલ ગળી ગયો સાપ! પેટમાંથી બોલ બહાર કાઢી ડોક્ટરોએ આ રીતે બચાવ્યો જીવ
Snake swallows golf ball
| Updated on: Sep 27, 2026 | 3:48 PM

સોશિયલ મીડિયા પર પ્રાણીઓના વિચિત્ર અને આશ્ચર્યજનક વીડિયો અવારનવાર જોવા મળે છે, પરંતુ તાજેતરમાં વાયરલ થયેલો એક વીડિયો તમને ચોક્કસપણે આશ્ચર્યચકિત કરી દેશે. આ કિસ્સામાં, એક સાપે ભૂલથી ગોલ્ફના દડાને મરઘીના ઈંડા સમજીને ગળી લીધા. પરિણામે, સાપનું પેટ ખૂબ જ ફૂલી ગયું અને તેનો જીવ જોખમમાં મુકાઈ ગયો. સાપના પેટમાંથી કોઈપણ સર્જરી કે ચીરો મૂક્યા વિના દડા બહાર કાઢવા માટે ડોક્ટરોએ જે પદ્ધતિ અપનાવી તે ખરેખર પ્રશંસનીય છે.

ઈંડા સમજીને ગળી લીધા ગોલ્ફ બોલ

અહેવાલો અનુસાર, ખોરાકની શોધમાં નીકળેલું સાપ ગોલ્ફ કોર્સ અથવા તેવા જ કોઈ વિસ્તારમાં પહોંચ્યું અને ત્યાં તેને ગોલ્ફના બોલ મળ્યા. ગોળાકાર આકાર અને સફેદ રંગને કારણે છેતરાઈને, સાપે તેને મરઘીના ઈંડા માનીને એક પછી એક ગળી લીધા. આ સખત દડા સાપના પેટમાં જમા થઈ ગયા, જેનું પાચન થવું અશક્ય હતું. જેથી તેનું પેટ ખૂબ ફૂલી જવાને કારણે સાપને હલનચલન કરવામાં અને શ્વાસ લેવામાં ભારે મુશ્કેલી પડવા લાગી.

ડોક્ટરોની અદભૂત ટેકનિક સર્જરી વિના દડા બહાર કાઢ્યા

સાપની ગંભીર હાલત જોઈને તેને પશુચિકિત્સકો પાસે લઈ જવામાં આવ્યું. પરિસ્થિતિનો તાગ મેળવીને ડોક્ટરોએ તાત્કાલિક સારવાર શરૂ કરી. નોંધપાત્ર વાત એ છે કે, તેમણે કોઈ સર્જરી કરી નહીં. તેના બદલે, તેમણે સાવચેતીપૂર્વક સાપના પેટ પર આંગળીઓ વડે માલિશ કરી અને નીચેથી ઉપરની તરફ દબાણ આપીને દડાને ધીમે ધીમે તેના ગળા તરફ ખસેડ્યા. ડોક્ટરોની સૂઝબૂઝને કારણે, ગોલ્ફના તમામ દડા સાપના મોંમાંથી એક પછી એક સુરક્ષિત રીતે બહાર કાઢી શકાયા.

સોશિયલ મીડિયા પર ડોક્ટરોની ભારે પ્રશંસા

સોશિયલ મીડિયા પર આ વીડિયો આવતાની સાથે જ તે વાયરલ થઈ ગયો. યુઝર્સ સાપનો જીવ બચાવવા માટે ડોક્ટરોની આ તકનીક અને પદ્ધતિના ખૂબ વખાણ કરી રહ્યા છે. એક યુઝરે ટિપ્પણી કરી, “ડોક્ટરોની સૂઝબૂઝને દાદ આપવી પડે; તેમણે શસ્ત્રક્રિયા વિના આટલું મોટું કામ કરી બતાવ્યું.” અન્ય એક યુઝરે મજાકમાં કહ્યું, “બિચારા સાપને મોટી ગેરસમજ થઈ ગઈ હશે; હવે તે જીવનભર ગોળાકાર વસ્તુઓથી દૂર રહેશે.” આ વીડિયો ‘southtexasavianexotics’ નામના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ દ્વારા શેર કરવામાં આવ્યો હતો; તેને અત્યાર સુધીમાં લાખો વ્યૂઝ અને અસંખ્ય લાઈક્સ મળી છે.

Trending Video : ભાઈ આ છે ફરવાનો સાચો જુસ્સો, બાઈક – કાર છોડી રિક્ષા લઈ સ્પિતી ફરવા નીકળ્યો વિદેશી, જુઓ Video, આ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો 

Follow Us
Loading...
Unable to load recommendations.