
નાગાલેન્ડના પર્યટન અને ઉચ્ચ શિક્ષણ મંત્રી તેમજેન ઈમા અલોંગએ હાલમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયો જોઈ તમે પણ હસવાનું રોકી શકશો નહી. વીડિયોમાં એક નાગાલેન્ડ વ્યક્તિ પોતાની આંખો દ્વારા વેરિફિકેશન કરાવવાનો પ્રયત્ન કરી રહ્યો છે. પરંતુ લાખો પ્રયત્ન કર્યા છતાં કેમેરા તેની આંખોને ડિટેક્ટ કરી શક્યા નહી. આ વીડિયો જોઈ લોકો હસવાનું રોકી શકતા નથી.
વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે, એક વ્યક્તિ કેવાયસી બાયોમેટ્રિક વેરિફિકેશન કરાવવા એક મેદાન જેવા સ્થળ પર બેઠો છે. પરંતુ મોબાઈલ સ્કેનર કેમરા તેની પાતળી આંખોને ડિટેક્ટ કરી શકતી નથી. આંખો નાની હોવાના કારણે સ્કેનર કોઈ રિએક્શન આપી રહ્યું નથી.
વીડિયોમાં તમે જોઈ શકો છો કે, 2-3 લોકો સાથે આવી આ વ્યક્તિની આંખો ઉપરથી નીચે તરફથી ખોલી રહ્યા છે. કારણ કે, તેનાથી મશીન પર કાંઈ જોઈ શકો. એક વ્યક્તિ પોતાનું હસવું રોકી શકતો નથી. આ વીડિયો શેર કરતા તેમજેન અલોંગે લખ્યું સ્ટ્રગલ રિયલ છે.
Struggle is Real… pic.twitter.com/1WuQprLWA3
— Temjen Imna Along (@AlongImna) August 12, 2026
નાગાલેન્ડના મંત્રી તેમઝેન ઈમ્મા અલોંગ પોતાની ખાસ સેન્સ ઓફ હ્યુમર અને મજાકિયા અંદાજ માટે આખા દેશમાં ફેમસ છે. નાની આંખો પર સ્ટીરિયોટાઈપ કરનાર લોકો તો હંમેશા પોતાના મજેદાર અંદાજમાં જોવા મળે છે. 2022માં તેનું એક નિવેદન ખુબ વાયરલ થયું હતુ. જેમાં તેમણે કહ્યું હતુ કે, નાની -આંખોના ફાયદા ખુબ હોય છે. તેમણે કહ્યું કે,હા અમારી નાની આંખો હોય છે પરંતુ તેના ફાયદા વધારે છે. આંખમાં ઘુળ ઓછી જાય છે. બીજો સૌથી મોટો ફાયદો કોઈ કંટાળાજનક ભાષણ ચાલી રહ્યું હોય તો તમે સામે બેસીને પણ આરામથી સુઈ શકો છો. કોઈને ખબર પણ પડતી નથી. કે,અમે સુઈ રહ્યા છીએ.
ભલે આ વીડિયો પોતાના ચેહરા પર સ્માઈલ લઈને આવી રહી છએ પરંતુ અનેક સવાલો પણ ઉઠી રહ્યા છે.લોકોનું કહેવું છે કે, આ ટેકનીકની મોટી અસફળતા પણ છુપાયેલી છે. કોઈ યુઝર કહી રહ્યા છે કે, આજે જ્યારે બાયોમેટ્રિક કેવાયસી જરુરી થઈ ગયું છે. ત્યારે આ પ્રકારના સોફ્ટવેરનો એક ખાસ ચેહરાની બનાવટ ઓળખીન શકે તો મોટો સવાલ કરે છે.