Trending Video : “સ્ટ્રીટ ફૂડથી લઈને, 5 મિનિટમાં આવું છું સુધી…” વિદેશી મહિલાને પણ લાગ્યો ભારતનો રંગ, 15 એવી બાબતો જે ફક્ત ભારતમાં જ શક્ય છે!

સોશિયલ મીડિયા પર હાલમાં એક પોલિશ મહિલાનો વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે. તેમાં તે ભારત વિશેની 15 ખાસ બાબતો જણાવી છે. ડોમિનિકા પતાલાસ-કાલરા ઘણીવાર ભારતમાં રહેવાના પોતાના અનુભવો સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે.

Trending Video : સ્ટ્રીટ ફૂડથી લઈને, 5 મિનિટમાં આવું છું સુધી... વિદેશી મહિલાને પણ લાગ્યો ભારતનો રંગ, 15 એવી બાબતો જે ફક્ત ભારતમાં જ શક્ય છે!
Polish Woman Trending Video Indian Culture Experience
Image Credit source: Instagram
| Updated on: Aug 04, 2026 | 1:28 PM

પોલેન્ડની મહિલા ડોમિનિકા પટાલાસ-કાલરાનો એક વિડિઓ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. તેમાં, તેણીએ ભારતમાં રહેતી વખતે અપનાવેલી 15 એવી આદતો વિશે જણાવ્યું છે, જે તે ક્યારેય વિદેશમાં નહીં અપનાવે. ડોમિનિકા પતાલાસ-કાલરા ઘણીવાર ભારતમાં રહેવાના પોતાના અનુભવો સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે. તેની નવી પોસ્ટમાં ભારતની સાંસ્કૃતિક વિશેષતા જણાવી છે. રોજિંદી જીવનની એવી આદતો પણ દર્શાવેલી છે, જે ભારત આવ્યા પછી તેના માટે સામાન્ય બની જાય છે.

ઇન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવ્યો છે વિડિઓ

આ વિડિઓ ઇન્સ્ટાગ્રામ પર @domipatalas હેન્ડલ દ્વારા શેર કરવામાં આવ્યો છે વિડિઓના કેપ્શનમાં, તેણી 15 પરિસ્થિતિઓની જણાવા છે. જેને તે ભારતમાં ખુશીથી સ્વીકારે છે. પરંતુ આ 15 બાબત વિદેશમાં કરવામાં આવે તો તે ત્યા અચકાશે.

તે લખ્યું કે, “હું ભારતમાં કોઈ સ્વચ્છતા ધોરણો વગરના સ્ટોલ પરથી ખુશીથી સ્ટ્રીટ ફૂડ ખાઈ શકું છું, પરંતુ વિદેશમાં અચાનક ફૂડ સેફ્ટી એક્સપર્ટ બની જવું છું.”

તેણીએ વધુમાં ઉમેર્યું કે તે એક એવા ડ્રાઇવર સાથે ઓટો-રિક્ષામાં બેસે છે જેને તે ફક્ત 12 સેકન્ડ માટે ઓળખે છે અને તેના પર સંપૂર્ણ વિશ્વાસ કરે છે.

તેણીએ મજાકમાં એમ પણ કહ્યું કે તે રાહદારીઓના ક્રોસિંગ પર વધુ ધ્યાન આપ્યા વિના ટ્રાફિકમાંથી રસ્તો ક્રોસ કરે છે, “ફાઇવ-સ્ટાર અનુભવની જેમ” રસ્તા પરની ચા પીવે છે. ગુગલ મેપ્સ કરતાં અજાણી વ્યક્તિના નિર્દેશો પર વધુ વિશ્વાસ કરે છે.

‘ભારતના પોતાના નિયમો છે’

તેની લિસ્ટમાં આગળ તે જણાવે છે કે, આન્ટીઓ પાસેથી જીવન, લગ્ન અને કારકિર્દી વિશે વિનામાગેલી સલાહ લેતા હસવું, ખૂબ મસાલેદાર ભોજન ખાતા કહેવું કે “આટલું પણ મસાલેદાર નથી” અને ઓછી વ્યક્તિગત જગ્યા હોવા છતાં ભીડભાડવાળા ઓટો, બસ અને ટ્રેનમાં મુસાફરી કરવી જેવી બાબતો ભારતમાં સામાન્ય છે.

અજાણ્યા લોકોને “ભૈયા”, “દીદી”, “અંકલ” અથવા “આન્ટી” કહીને બોલાવવું, રસ્તા કિનારે આવેલી દુકાનની બહાર પ્લાસ્ટિકની ખુરશી પર કલાકો પસાર કરવું અને ઘરમાં હોવા છતાં “5 મિનિટ દૂર છું” કહેવું જેવી બાબતોનો પણ ઉલ્લેખ કર્યો. તે પોતાની પોસ્ટનો અંત “ભારતના પોતાના અલગ નિયમો છે.” આ શબ્દોથી કર્યો છે.

આ પણ વાંચો, Trending Video : ટ્રેનમાં આ રીતે થાય છે ચોરી ! મહિલાની બેગમાંથી ચોરે નજર સામે જ મોબાઈલ ઉપાડ્યો, વીડિયો થયો વાયરલ

Follow Us
Loading...
Unable to load recommendations.