
દરરોજ મોટાભાગે સોશિયલ મીડિયાની લોકો વીડિયો શેર કરતા હોય છે. પોતાની અજીબોગરીબ હરકતોને કારણે તે લોકો સોશિયલ મીડિયા પર છવાઈ જાય છે અને આ વખતે પણ કંઈક આવું જ જોવા મળ્યું છે. ઈન્ટરનેટ પર હાલ એક એવો વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેને લોકોએ મજાકમાં ‘દેશી ટેસ્લા’ અને ‘દેશી ઓટોપાયલટ’ નામ આપી દીધું છે. કારણ કે તેમાં એક બળદગાડું રસ્તા પર ચાલતું જોવા મળે છે અને તેના પર સવાર એક વ્યક્તિ શાંતિથી સૂતો છે.જાણે કોઈ લક્ઝરી કારમાં આરામ કરી રહ્યો હોય.
આ વીડિયો X (ટ્વિટર) પર @mansikoul નામના હેન્ડલ પરથી પોસ્ટ કરવામાં આવેલો છે. પોસ્ટ થતાં જ વીડિયો ઝડપથી વાયરલ થઈ ગયો. તેના પર મજેદાર કમેન્ટ્સનો પણ આવી રહ્યા છે. લોકો વીડિયો જોઈને અલગ-અલગ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.
એક બળદગાડું રસ્તા પર આગળ વધી રહ્યું છે. ગાડા સાથે જોડાયેલા બંને બળદ પોતાની જ ગતિએ શાંતિથી આગળ વધી રહ્યા છે. જાણે કોઈ ઓટોપાયલટ મોડમાં હોય અને તેમને ખબર હોય કે રસ્તો ક્યાં જવાનો છે. આ દરમિયાન કેમેરો ગાડા પર બેઠેલા વ્યક્તિ તરફ જાય છે. જે એકદમ નિશ્ચિંત થઈને સૂતો જોવા મળી રહ્યો છે. તેની બોડી લેંગ્વેજ જોઈને એવું લાગે છે કે તે મુસાફરી દરમિયાન આરામ કરી રહ્યો છે. ગાડાની સ્પીડ અને રસ્તાની તેને કોઈ ચિંતા જ નથી.
આ સમગ્ર નજારાની સૌથી રસપ્રદ વાત એ છે કે ગાડાને ચલાવવાની અને તેને યોગ્ય દિશામાં લઈ જવાની સંપૂર્ણ જવાબદારી જાણે બળદોના ખભા પર જ હોય તેવું લાગે છે. વ્યક્તિનું તેના પર કોઈ નિયંત્રણ દેખાતું નથી અને બળદો પોતાની સમજ મુજબ આગળ વધતા જાય છે. રસ્તા પર આ અનોખી રીતે બળદગાડું ચાલતું જોઈને ત્યાં હાજર કોઈ વ્યક્તિએ આ મજેદાર ક્ષણને પોતાના કેમેરામાં કેદ કરી લીધી અને બસ, અહીંથી જ આ વીડિયો વાયરલ થવા લાગ્યો.
Desi Tesla. Driver so raha hai, gadi chal rahi hai.
Desi autopilot : 0% battery & 100% trust. https://t.co/ExyH6SqkMZ
— Mansi Koul (@mansikoul) September 10, 2026