Trending Video : કોમનવેલ્થ ગેમ્સમાં જિમ્નાસ્ટનું બેલેન્સ બગડતા માથું સીધું જમીન પર પટકાયું, જુઓ Video

સ્કોટલેન્ડના ગ્લાસગોમાં ચાલી રહેલી કોમનવેલ્થ ગેમ્સ 2026માં એક દુ:ખદ અકસ્માત થયો, જેમાં જિમ્નેસ્ટિક્સ ખેલાડી ગેબ્રિયલ લેંગટન તેની ઇવેન્ટ દરમિયાન પોતાનું સંતુલન ગુમાવી બેઠો અને સીધો જમીન પર પડ્યો હતો. જુઓ વીડિયો

Trending Video : કોમનવેલ્થ ગેમ્સમાં જિમ્નાસ્ટનું બેલેન્સ બગડતા માથું સીધું જમીન પર પટકાયું, જુઓ Video
| Updated on: Jul 26, 2026 | 11:50 AM

કોઈ પણ રમત હોય તેના માટે ખેલાડીઓ તનતોડ મહેનત કરતા હોય છે. તેમજ પ્રેક્ટિસ કરતી વખતે અથવા તો ફાઈનલમાં પ્રદર્શન દરમિયાન કેટલીક વખત અકસ્માતનો ભોગ બને છે. જે ચાહકો અને ખેલાડીઓ માટે દુખદ ઘટના બને છે. આવી જ એક ઘટના કોમનવેલ્થ ગેમ્સમાંથી સામે આવી રહી છે. કોમનવેલ્થ ગેમમાં પુરુષ ટીમ જિમ્નાસ્ટિક ફાઈનલ દરમિયાન ઈંગ્લેન્ડના ગૈબ્રિયલ લૈંગટન ખરાબ રીતે નીચે પટકાયો હતો.

પુરુષ ટીમની ફાઈનલ દરમિયાન તે પોતાનું પ્રદર્શન કરી રહ્યો હતો. આ દરમિયાન તેનું સંતુલન બગડી ગયું હતુ. તે સીધો માથા સાથે નીચે પટકાય છે. આ અકસ્માત પછી મેડીકલ ટીમ તરત તેની પાસે પહોંચી જાય છે. થોડા સમય સુધી બધાના શ્વાસ અધ્ધર થયા હતા. ખેલાડીને સ્ટ્રેચર પર લઈ હોસ્પિટલ પહોંચાડવામાં આવે છે.

હોસ્પિટલમાંથી રજા

હોસ્પિટલમાં ગૈબ્રિયલ લૈંગટનની તપાસ થઈ અને સ્કેન પણ કરવામાં આવ્યું હતુ. જેમાં ગંભીર ઈજાની કોઈ સમસ્યા સામે આવી ન હતી. ઈંગ્લેન્ડ દ્વારા જાહેર કરાયેલા નિવેદનમાં કહેવામાં આવ્યું કે, ખેલાડીને સાંજે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. આજે તેનું સ્કેન કરવામાં આવ્યું છે. તેમજ પરિણામ ખુબ સારું રહ્યું. મહત્વની વાત એ છે કે, તેને કોઈ ગંભીર ઈજા થઈ નથી. આજે સાંજે હોસ્પિટલમાંથી રજા આપી હોટલ મોકલવામાં આવશે.

 

 

 

નિવેદનમાં વધુમાં જણાવાયું છે કે, તે સારા મૂડમાં છે અને તેને મળેલા સમર્થનના અસંખ્ય મેસેજ અને તબીબી ટીમ દ્વારા પૂરી પાડવામાં આવેલી ઉત્તમ સંભાળ માટે તે ખૂબ જ આભારી છે. તે પોતાના મેડલની ઉજવણી કરવા માટે ટીમ સાથે ફરી જોડાવા માટે આતુરતાથી રાહ જોઈ રહ્યો છે.

મૈક્સ વ્હિટલોકના સ્થાને મળ્યું હતુ ટીમમાં સ્થાન

ગૈબ્રિયલ લૈંગટનને આ મહિને ઈંગ્લેન્ડની ટીમમાં સામેલ કરવામાં આવ્યા હતા. તેમણે 3 ગોલ્ડ સહિત 6 ઓલિમ્પિક મેડલ જીત્યા હતા. મૈક્સ વ્હિટલોકના સ્થાને લીધું હતુ. વ્હિટલોક ઈજાના કારણે કોમનવેલ્થ ગેમ્સ 2026થી દુર કરવામાં આવ્યો છે. ઈંગ્લેન્ડની ટીમે સિલ્વર મેડલ પોતાને નામ કર્યો હતો. અકસ્માતના કારણે લૈગટન મેડલ સમારોહમાં સામેલ જઈ શક્યો નહી. જ્યારે તેના સાથી લ્યુક વ્હાઈટહાઉસ, એલેક્સ યોલશિન-કૈશ,જોશ નાથન અને એડમ ટોબિને સિલ્વર મેડલ જીત્યો હતો. ત્યારે તે હોસ્પિટલમાં હતો. 2010માં કોમનવેલ્થ ગેમ્સ પછી આ પહેલી તક છે. જ્યારે ઈંગ્લેન્ડની ટીમ પુરુષ જિમ્નાસ્ટિક ઈવેન્ટમાં ગોલ્ડ મેડલ જીતી શકી નહી.

 

Trending Video : યમરાજનો આવ્યો ‘મિસ્ડ કોલ’! ખીણમાં પડતા પડતા બચ્યો બાઇકર, જુઓ Video અહી ક્લિક કરો

Follow Us