
કહેવામાં આવી રહ્યું છે કે, આ ઘટના તુર્કીના ઈસ્તાંબુલના એક બીચ પર બની હતી. જ્યાં દુલ્હન પ્રી-વેડિંગ શૂટ કરી રહી હતી. સોશિયલ મીડિયા પર શેર કરેલી પોસ્ટમાં ઈસ્તાંબુલના સુંદર બાસ્ફોર્સ વિસ્તારમાં આ નજારો જોઈ લોકો ચોંકી ગયા હતા. લગ્નની યાદ હંમેશા માટે કેમેરામાં કેદ કરવા માટે દુલ્હને હાથમાં ઢગલાબંધ ફુગ્ગાઓ લીધા હતા. ફોટોશૂટ મસ્તી અને ઉત્સાહ સાથે ચાલી રહ્યો હતો, પરંતુ એવી ઘટના બની જેની લોકોને કલ્પના પણ ન હતી.
વીડિયોમાં જોઈ શકાય છે કે, અચાનક સમુદ્રની તરફથી જોરદાર પવન આવે છે. ફુગ્ગાઓનો આકાર મોટો હોવાના કારણે તેને હવામાં પેરાશૂટ તરફ ખેચ્યા હતા. હવા એટલી જોરદાર હતી કે, દુલ્હન જમીન પરથી થોડી ઉપર ઉડી હતી. તે હવામાં લટકતી આગળ ચાલી ગઈ હતી. ત્યાં રહેલા ફોટોગ્રાફર અને લોકો સમજી શક્યા નહી.
આ દરમિયાન એક વ્યક્તિએ દોડી દુલ્હનનો હાથ પકડી લીધો હતો અને ખતરનાક ઘટના બનતી અટકી હતી. આ ડ્રામા વચ્ચે આખું ફોટોશૂટ રોકવું પડ્યું હતુ. સોશિયલ મીડિયા પર આ વીડિયો ખુબ વાયરલ થઈ રહ્યો છે.લોકો કહી રહ્યા છે કે, શૌખ ક્યારેક ભારે પડી શકે છે. એક યુઝરે કોમેન્ટ કરી જીવનમાં શોખ અને સ્ટાઈલ મહત્વપૂર્ણ છે, પરંતુ સલામતી હંમેશા પ્રથમ આવવી જોઈએ.
Disclaimer: આ સમાચાર વાયરલ સોશિયલ મીડિયા પોસ્ટ અને નેટીઝન્સ તરફથી મળેલી પ્રતિક્રિયાઓ પર આધારિત છે. TV9 ભારતવર્ષ આ પોસ્ટમાં કરવામાં આવેલા કોઈપણ દાવાની સત્યતા વિશે પુષ્ટી કરતું નથી.