દૂધ માંગોગે, દૂધ દેંગે ..! Zomato-Blinkitની જાહેરાત સોશિયલ મીડિયા પર થઈ રહી છે વાયરલ

|

Jan 05, 2023 | 11:29 PM

જો ફિલ્મોના ડાયલોગ દેશભક્તિથી જોડાયેલા હોય તો તે ભારતીયોને લાંબા સમય સુધી યાદ રહે છે. ઉરી ફિલ્મનો હાઉસ ધ જોશ? હાય સર ડાયલોગ આજે પણ લોકોને યાદ છે. આવો જ એક ડાયલોગ હાલમાં સોશિયલ મીડિયા પર ટ્રેન્ડમાં આવ્યો છે. કેટલાક પોસ્ટરના ફોટો હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે. 

દૂધ માંગોગે, દૂધ દેંગે ..!  Zomato-Blinkitની જાહેરાત સોશિયલ મીડિયા પર થઈ રહી છે વાયરલ
Trending News
Image Credit source: Twitter

Follow us on

ભારતીયો ફિલ્મો જોવાના શોખીન હોય છે. ભારતના લોકોના મન પર બોલિવૂડ અને વિદેશની ફિલ્મોની અસર લાંબા સમય સુધી રહે છે. ઘણી બોલિવૂડ ફિલ્મો, સોન્ગ અને ડાયલોગ આજે પણ લોકોને યાદ છે. ફિલ્મો ભલે જૂની થઈ જાય પણ તે ફિલ્મોના ડાયલોગ હંમેશા લોકોના મનમાં જીવંત રહે છે. જો ફિલ્મોના ડાયલોગ દેશભક્તિથી જોડાયેલા હોય તો તે ભારતીયોને લાંબા સમય સુધી યાદ રહે છે. ઉરી ફિલ્મનો હાઉસ ધ જોશ? હાય સર ડાયલોગ આજે પણ લોકોને યાદ છે. આવો જ એક ડાયલોગ હાલમાં સોશિયલ મીડિયા પર ટ્રેન્ડમાં આવ્યો છે. કેટલાક પોસ્ટરના ફોટો હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે.

આધુનિક સમયમાં જાહેરાત અને માર્કેટિંગનો ભારે ટ્રેન્ડ છે. ગ્રાહકોને આકર્ષિત કરવા માટે સમયાંતરે અનેક કંપનીઓ એકથી એક ચઢીયાતી જાહેરાતો સામે લાવે છે. જેને જોઈને લોકો જાહેરાત કરનાર કંપનીઓની ક્રિએટિવિટીની ભારે પ્રસંશા કરે છે. હાલમાં સોશિયલ મીડિયા પર સની દેઓલની ફિલ્મ મા તુઝે સલામનો એક પ્રખ્યાત ડાયલોગ ખુબ વાયરલ થઈ રહ્યો છે. ચાલો જાણીએ તેની પાછળનું કારણ.

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

 

વાયરલ થઈ રહેલા ફોટોમાં તમે જોઈ શકો છો કે રસ્તા પર કેટલાક મોટા પોસ્ટર છે. તેમાં બ્લિન્કાઈટના બોર્ડ પર લખેલું છે – દૂધ માંગોગે, દૂધ દેંગે અને આ બોર્ડની પાછળ ઝોમેટોનું બીજું બોર્ડ જોઈ શકાય છે, જેમાં લખ્યું છે – ખીર માંગોગે, ખીર દેંગે અને તે વાયરલ થયા પછી જ અન્ય ઘણા કંપનીઓએ આવા ક્રિએટીવ વાક્યો સાથે તેમની પોતાની જાહેરાતો શેયર કરવાનું શરૂ કર્યું છે.

જેમાં બજાજ કેપિટલ ઈન્સ્યોરન્સ, એચડીએફસી બેંક સહિત અનેક નામ સામેલ છે. જ્યારે બજાજ કેપિટલ ઈન્સ્યોરન્સે ટ્વીટ કર્યું કે, ‘તમે રક્ષણ માંગશો, તમે વીમો આપશો’. આ પોસ્ટરોમાં સની દેઓલની ફિલ્મ મા તુઝે સલામનો એક પ્રખ્યાત ડાયલોગ કશ્મીર માંગોગે તો ચીર દેંગેનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

સોશિયલ મીડિયા પર આ તમામ પોસ્ટર ખુબ વાયરલ થઈ રહ્યા છે. સોશિયલ મીડિયા યુઝર્સ આ પોસ્ટરને ખુબ પસંદ કરી રહ્યા છે. સોશિયલ મીડિયા યુઝર્સ આ ફોટોને શેયર કરવાની સાથે સાથે પોતાની પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે.

Next Article