આજના સમયમાં તબીબી વિજ્ઞાન ખૂબ જ આગળ વધી ગયુ છે, તે એટલું આગળ વધી ગયું છે કે તેની મદદથી ડોકટરો ચમત્કારો કરી રહ્યા છે. આવી જ એક ઘટના આજકાલ પ્રકાશમાં આવી છે. જ્યાં ન્યૂ હેમ્પશાયરમાં, ડોકટરોએ એક પ્રાણીની કિડની માણસમાં ફીટ કરી હતી, તે પછી જે બન્યુ તે જોઇને આખી દુનિયા આશ્ચર્યચકિત થઈ ગઈ છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર આ ઘટના 25 જાન્યુઆરી બની છે. જ્યારે ડોક્ટરોએ 66 વર્ષીય ટિમ એન્ડ્રુઝનું ઓપરેશન કરવું પડ્યું હતુ. કારણ કે તેમને છેલ્લા બે વર્ષથી કિડનીની સમસ્યા હતી. તેમને કિડની માટે દાતાની જરૂર હતી પણ તેને કોઈ મળ્યું નહીં. જેના કારણે તેમને સતત હૃદય સંબંધિત સમસ્યાઓ અને ડાયાલિસિસની સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો હતો, જેના કારણે તેમના બચવાની શક્યતાઓ દિવસેને દિવસે ઓછી થતી જતી હતી.
જે પછી ડોક્ટરોએ દર્દી અને તેના પરિવારજનોને ડુક્કરની કિડની વિશે પૂછ્યું. દર્દી ટિમ એન્ડ્રુઝે જીવિત રહેવાની ઇચ્છામાં, ખુશીથી ડોકટરોને સંમતિ આપી. જે પછી ડોક્ટરોએ પોતાનું કામ શરૂ કર્યું અને ટિમની અંદર ઓપરેશન દ્વારા ડુક્કરની કિડની ફીટ કરી. આ પછી, એક ચમત્કાર થયો અને કિડની કામ કરવા લાગી. ટ્રાન્સપ્લાન્ટ પછી કોઈપણ પ્રકારની નિષ્ફળતાના કોઈ ચિહ્નો નહોતા.
ડાયાબિટીસથી પીડાતા ટિમને આ ઓપરેશનથી ઘણી રાહત મળી છે. આ ઓપરેશન પછી, ડોકટરો કહે છે કે તેની સફળતા વિશે કોઈ આગાહી કરવી ખોટી હશે. આ કેસ જાણ્યા પછી, વૈજ્ઞાનિકો કહે છે કે આ ઓપરેશન પછી, પ્રાણીઓના જનીનો બદલીને માણસોને મદદ કરી શકાય છે. તમને જણાવી દઈએ કે આવા ઘણા ઓપરેશન પહેલા પણ થયા છે, પરંતુ ટિમ જેટલી સફળતા મળી નથી.
Published On - 9:33 am, Fri, 14 February 25