બેશરમ રંગ’ ગીત પર હવે ટ્રાન્સજેન્ડર્સે બતાવ્યા ખતરનાક મુવ્સ, Videoએ ઈન્ટરનેટ પર મચાવી ધૂમ

Besharam Rang ગીત પર હવે એક ટ્રાન્સજેન્ડર મોડલના ડાન્સનો વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં મોડલ ખતરનાક ડાન્સ બતાવી રહી છે. આ વીડિયો લોકોને ઘણો પસંદ આવી રહ્યો છે.

બેશરમ રંગ ગીત પર હવે ટ્રાન્સજેન્ડર્સે બતાવ્યા ખતરનાક મુવ્સ, Videoએ ઈન્ટરનેટ પર મચાવી ધૂમ
'બેશરમ રંગ' ગીત પર હવે ટ્રાન્સજેન્ડર્સની અદાઓ
Image Credit source: Instagram/@Khushi1216
| Edited By: | Updated on: Jan 18, 2023 | 10:55 PM

Transgender Dances To Besharam Rang: શાહરૂખ ખાન અને દીપિકા પાદુકોણ સ્ટારર ફિલ્મ પઠાણ આવતા સપ્તાહે રિલિઝ થવાની છે. ફિલ્મ બેશરમ રંગ ગીતનો ખુમાર લોકોના પર એટલો છવાયેલો છે કે સામાન્ય લોકો હોય કે સેલેબ્રિટી હોય. દરેક લોકો આ ગીત પર રીલ બનાવી તેને અપલોડ કરી રહ્યા છે. હવે દીપિકાના બેશરમ રંગ ગીત પર વૃદ્ધ સાથે જબરદસ્ત ડાન્સ મુવ્સ કરતી એક ટ્રાન્સજેન્ડર મોડલનો વીડિયો ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો લોકોને ઘણો પસંદ આવી રહ્યો છે અને લોકો તેને ખૂબ એન્જોય પણ કરી રહ્યા છે.

વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં મેં ટ્રાન્સજેન્ડ મોડલ ખુશીને એક વૃદ્ધ શખ્સ સાથે બેશરમ રંગ ગીત પર થિરક્તા જોઈ શકાય છે. ગીતના ગ્રુવી બીટ્સ પર ખુશીના કમાલના મુવ્સ સોશિયલ મીડિયા યુઝર્સને મંત્રમુગ્ધ કરી રહ્યા છે. વીડિયોમાં ખુશીના એક્સપ્રેશન જોવાલાયક છે. બેશરમ રંગ ગીત પર વાયરલ થયેલ આ રીલ નેટિજન્સને એટલી પસંદ આવી રહી છે કે લોકો તેને વારંવાર લૂપમાં જોઈ રહ્યા છે.

અહીં જુઓ વીડિયો: 

 

ટ્રાન્સજેન્ડર મોડલ ખુશીએ ખુદ આ વીડિયો તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેયર કર્યો છે. આ સાથે જ ખુશીએ કેપ્શનમાં લખ્યુ છે. ‘ઈશ્ક વાલોને’ એક દિવસ પહેલા અપલોડ થયેલા આ વીડિયોને અત્યાર સુધીમાં 7 હજારથી વધુ લોકો લાઈક કરી ચુક્યા છે. તો અનેક લોકોએ તેના પર પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. એક યુઝરે લખ્યુ છે કે તમે બહુ ક્યુટ છો. તો બીજા યુઝરે લખ્યુ છે કે કમાલનો ડાન્સ. અન્ય એક યુઝરે લખ્યુ છે કે તમે ઘણા ટેલેન્ટેડ છે.

આ પણ વાંચો : હવે ઈન્સ્ટાગ્રામ થશે વધુ મજેદાર, કંપનીએ જાહેર કર્યું નવું ટૂલ, જાણો કેવી રીતે કરશે કામ

ફિલ્મ પઠાણમાં શાહરૂખ ખાન અને દીપિકા પાદુકોણ ઉપરાંત જોન અબ્રાહમ પણ મુખ્ય રોલમાં જોવા મળશે. યશરાજ બેનર હેઠળ બનેલી આ ફિલ્મનું ડાયરેક્શન સિદ્ધાર્થ આનંદે કર્યુ છે. પઠાણ આવતા સપ્તાહે 25 જાન્યુઆરીને રિલીઝ થશે. શાહરૂખની આ ફિલ્મ તમિલ અને તેલુગુ ડબ વર્ઝન સાથે રિલીઝ થશે.