આ દિવસોમાં દેશભરના મોટાભાગના યુવાનોમાં સ્ટંટનો ક્રેઝ ઝડપથી વધી રહ્યો છે. જેના કારણે દરેક લોકો રસ્તા પર સ્ટંટ કરતા જોવા મળે છે. મોટાભાગના યુવાનો બાઇકથી લઇને અન્ય વાહનોમાં સ્ટંટ કરતા જોવા મળે છે. જેને જોઈને યુઝર્સ હેરાન રહી જતા હોય છે. અમુક સ્ટંટમાં સાવધાની ન દાખવવામાં આવતાં તે અકસ્માતમાં ફેરવાય જાય છે. તાજેતરમાં આવો જ એક વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે. જેમાં બે છોકરાઓ આશ્ચર્યજનક રીતે રસ્તા પર ટ્રેક્ટર ચલાવતા જોઈ શકાય છે.
આ દરમિયાન ટ્રેક્ટર ચલાવતો વ્યક્તિ તેના પર સ્ટંટ કરતો જોવા મળે છે. સ્ટંટ કરતાની સાથે જ ટ્રેક્ટર પર બેઠેલી બીજી વ્યક્તિ જમીન પર નીચે પડી જાય છે. સ્ટંટને અકસ્માતમાં ફેરવવામાં વધુ સમય લાગતો નથી. ત્યારે ટ્રેક્ટર ચલાવનાર શખ્સ તાત્કાલિક ટ્રેક્ટર રોકી દે છે. જો તેને ટ્રેક્ટર રોક્યુ ન હોત તો નીચે પડેલા વ્યક્તિનું મૃત્યુ થઈ શક્યું હોત.
વાયરલ થઈ રહેલો આ વીડિયો સોશિયલ મીડિયાના ઘણા પ્લેટફોર્મ પર પોસ્ટ કરવામાં આવ્યો છે. આ વીડિયોને bike_my_life_94 નામની પ્રોફાઈલથી ઈન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવ્યો છે. વીડિયોમાં એક વ્યક્તિ પોતાના લીલા રંગના ટ્રેક્ટર પર એક્રોબેટિક્સ બતાવતો જોવા મળે છે. જે પોતાના ટ્રેક્ટરને હવામાં ઉછાળતો અને લહેરાવતો જોવા મળે છે. જે દરમિયાન તે ટ્રેક્ટરના આગળના વ્હીલને હવામાં ઉંચકીને ચલાવતો જોવા મળે છે.
વીડિયોમાં જોઈ શકાય છે કે ટ્રેક્ટરનું આગળનું વ્હીલ જમીનને અડતા જ બાજુમાં બેસેલો શખ્સ જમીન પર ટ્રેક્ટરની નીચે આવી જાય છે. ત્યારે ડ્રાઈવર ટ્રેક્ટર રોકે છે. જેના કારણે મોટી દુર્ઘટના ટળી છે. હાલમાં આ વીડિયોએ સોશિયલ મીડિયા પર યુઝર્સને ચોંકાવી દીધા છે. જેને આ સમાચાર લખાય ત્યાં સુધી 4 લાખ 67 હજારથી વધુ લાઈક્સ અને 50 લાખથી વધુ વ્યૂઝ મળ્યા છે.
સ્ટંટના આમ તો ઘણા વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા હોય છે જેમાં લોકો અવનવા સ્ટંટ કરી પોતાનો જીવ જોખમમાં મુકતા હોય છે ત્યારે આ વીડિયોમાં પણ બે શક્સ ટ્રેક્ટર પર સ્ટંટ કરે છે જોકે સદનસીબે શખ્સ બચી જાય છે પરંતુ આ પ્રકારે સ્ટંટ જોખમી સાબિત થઈ શકે છે જેમાં કોઈનો જીવ પણ જઈ શકે છે.
વાયરલ અને ટ્રેન્ડિંગના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો