ઈન્ટરનેટ (Internet) પર કોઈને કોઈ વીડિયો વાયરલ (Viral Videos) થઈ ધૂમ મચાવતા હોય છે પરંતુ આ વખતે ઈન્ટરનેટ પર એક બે નહીં 10 વીડિયો એવા રહ્યા જેમને રાતો રાત લોકોને સોશિયલ મીડિયા (Social Media) ઈનફ્લુહેંસર બનાવી દીધા. પાવરી હો રહી હે, બચપન કા પ્યારથી લઈ ચાંદ વાલા મુખડા તેમજ શ્વેતા યોર માઈક ઈઝ ઓન પણ સામેલ છે.
‘પાવરી હો રહી હે’
2021 નો સૌથી વધુ વાયરલ થનાર વીડિયો પાકિસ્તાની ઈનફ્લુહેંસર દંનીર મોબીનનો છે. આ વીડિયો વાયરલ થયા બાદ દંનીરને રાતોરાત સ્ટાર બનાવી દીધી. યૂટ્યૂબ પર લગભગ 70 મિલિયનથી વધુ લોકો આ વીડિયો જોઈ ચૂક્યા છે.
‘બચપન કા પ્યાર’
છત્તીસગઢનો એક નાનો છોકરો સહદેવ દિરદો (Sahadeva Dirdo) પણ રાતો-રાત સ્ટાર બની ગયો. તેનો વીડિયો બચપન કા પ્યાર રાતો-રાત વાયરલ થયો. ત્યાર બાદ તેને મુખ્યમંત્રી ભૂપેશ બઘેલથી લઈ અનેક લોકોએ સન્માનિત કર્યો. એટલું જ નહીં ફેમસ રેપર બાદશાહ સિવાય અનેક બોલીવુડ સેલિબ્રિટીએ પણ તેની સાથે સોન્ટ શુટ કર્યા.
‘ચાંદવાલા મુખડા લેકે’
બનાસકાંઠાના નાનકડા ગામનો જીગર ઠાકોર (Jigar Thakor)ચાંદવાલા મુખડા સોન્ગથી ખુબ જ ફેમસ થયો છે અને ઈન્સ્ટાગ્રામ પર આ સોન્ગની રેકોર્ડબ્રેક રીલ્સ બની છે. ત્યારે સોન્ગમાં ગુજરાતના સિંગર દેવ પગલી પણ છે. જીગર ઠાકોરે 8 વર્ષની ઉંમરે જ ગાવાની શરૂઆત કરી હતી. ત્યારે જીગર ઠાકોરે ‘મણિયારો’ સોંગ ગાયુ હતું. જીગર ઠાકોરનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો હતો. જે લોકોને ખુબ પસંદ આવ્યો હતો. તેમજ ‘માટલા ઉપર માટલું ગીત’ પણ લોકોને ખુબ પસંદ આવ્યું છે.
ડો. કેકે અગ્રવાલ
Please don’t attend your wife’s call when you are going live on social media 😂
Dr KK Aggarwal , Senior Cardiologist and National President IMA 👇#MedTwitter pic.twitter.com/SP2naZqu8F— THE BONE DOCTOR OF J&K Dr Vikas Padha🇮🇳 (@DrVikasPadha) January 27, 2021
ઈન્ડિયન મેડિકલ એસોસિએશનના પૂર્વ પ્રમુખ ડૉ.કે.કે.અગ્રવાલ (Dr. KK Agarwal)નો વીડિયો પણ ઘણો વાયરલ થયો હતો. તેઓ કોરોના ડ્યુટી દરમિયાન લાઈવ હતા. તે સમયે તેમની પત્નીનો ફોન આવે છે અને તેઓ તેમના પર ગુસ્સે થઈ જાય છે. આ વીડિયોએ ઈન્ટરનેટ પર ભારે ધૂમ મચાવી હતી. જોકે, 62 વર્ષીય ડૉ. કે.કે. અગ્રવાલનું કોરોનાની બીજી લહેરમાં મૃત્યુ થયું હતું.
શ્વેતા યોર માઈક ઈઝ ઓન
શ્વેતા યોર માઈક ઈઝ ઓન..ટ્વિટર પર ઘણો ટ્રેન્ડ થયો હતો. લોકોએ તેને હેશ ટેગ શ્વેતાના નામ પર પણ ખૂબ સર્ચ કર્યું. ઓનલાઈન ક્લાસ દરમિયાન, વિદ્યાર્થી ઝૂમ પર તેનું માઈક બંધ કરવાનું ભૂલી જાય છે અને તેની ખાનગી વાતચીત રેકોર્ડ થઈ હતી.
ઝૂમ કોલ અને પત્નીનો પ્રેમ
As #Shweta is trending let me show you another online class blunder 🤣🤣🤣🤣🤣 pic.twitter.com/9ehTEhxyPD
— Praveen (@Praveen31858017) February 18, 2021
ઝૂમ કોલનો એક વીડિયો ખુબ વાયરલ થયો હતો જેમાં એક વ્યક્તિ ઝૂમ કોલ પર લાઈવ હોય છે આ દરમિયાન તેની પત્ની તેને ચુંબન કરવા આવે છે. આ ઘટના રેકોર્ડ થઈ જાય છે અને જોત જોતામાં વાયરલ પણ થઈ જાય છે.
કેરલના મિડિકલ સ્ટૂડેન્ટનો ડાન્સ
કેરલના એક મેડિકલ કોલેજના બે વિદ્યાર્થીનો ડાંસ વીડિયોએ પણ ઈન્ટરનેટ પર ધમાલ મચાવી હતી. જેમાં કોલેજના બે વિદ્યાર્થીઓ ડાંસ કરતા જોવા મળે છે. ત્યારે લોકોને વીડિયો ખુબ પસંદ આવ્યો હતો.
પીપીઈ કિટમાં ડોક્ટરોનો ડાંસ
કોરોના દરમિયાન પીપીઈ કિટમાં ડોક્ટરોનો ડાંસનો વીડિયો તો બધાને યાદ જ હશે, આ વીડિયોએ ખુબ લોક ચાહના મેળવી અને ડોક્ટરોનો ઉત્સાહ પણ વધાર્યો હતો. કોરોનાથી જજૂમી રહેલા લોકો માટે આ વીડિયો કોઈ વેક્સિનથી ઓછો ન હતો. વીડિયોમાં ડોક્ટર્સ ‘સોચના ક્યા.. જો ભી હોગા દેખા જાયેગા..’ સોન્ગ પર ડાંસ કરતા જોવા મળી રહ્યા છે.
રેમેડેસિવિર કે રેમો ડિસૂજા !
રેમેડેસિવિર ઈન્જેક્શનના ખોટા નામ વાળો વીડિયો પણ ઈન્સ્ટાગ્રામ પર ખુબ જોવામાં આવ્યો હતો. જેમાં એક વ્યક્તિ ન્યૂઝ રિપોર્ટર સાથે વાત કરતો જોવા મળે છે. તે રેમેડેસિવિર ઈન્જેક્શનનું નામ રેમો ડિસૂજા કહીને સંબોધિત કરે છે. ત્યાર બાદ કોરિયોગ્રાફર રેમો ડિસૂજાએ આ વીડિયોને ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કર્યો હતો.
દારૂની લાઈનમાં આન્ટી
#WATCH Delhi: A woman, who has come to purchase liquor, at a shop in Shivpuri Geeta Colony, says, “…Injection fayda nahi karega, ye alcohol fayda karegi…Mujhe dawaion se asar nahi hoga, peg se asar hoga…” pic.twitter.com/iat5N9vdFZ
— ANI (@ANI) April 19, 2021
એપ્રિલ 2021 માં જેવું જ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે એક એઠવાડિયાના લોકડાઉનની જાહેરાત કરી. એક આન્ટી દારૂની લાઈનમાં લાગેલા જોવા મળ્યા. જેમાં આન્ટી કહે છે કે દારૂ જ અસલી દવા છે.
આ પણ વાંચો: Facebook Security Check: ક્યાંક ખોટી રીતે તો નથી યુઝ થઈ રહ્યુંને તમારુ ફેસબુક એકાઉન્ટ ? આ રીતે જાણો
આ પણ વાંચો: Poplar Tree Farming: આ વૃક્ષની છે ખુબ જ ડિમાન્ડ, એક હેક્ટરમાં ખેતીથી થશે 7 લાખ સુધીની કમાણી !
Published On - 9:26 am, Tue, 28 December 21