Tony Kakkar: વાયરલ વીડિયો જોઈને ટોની કક્કર હેરાન, ગરીબ બાળકોને મદદ કરવા માટે કરી ઓફર

ફેમસ સિંગર ટોની કક્કરે (Tony Kakkar) હાલમાં જ સોશિયલ મીડિયા પર એક વાયરલ વીડિયો શેર કરીને બાળકો માટે પોતાનું દુઃખ વ્યક્ત કર્યું છે.

Tony Kakkar: વાયરલ વીડિયો જોઈને ટોની કક્કર હેરાન, ગરીબ બાળકોને મદદ કરવા માટે કરી ઓફર
tony kakkar
Image Credit source: Instagram
| Edited By: | Updated on: Jul 09, 2022 | 1:14 PM

Tony Kakkar On Viral Restaurant Video: સોશિયલ મીડિયા પર કંઈકનું કંઈક વાયરલ થતું રહેતું હોય છે. ક્યારેક ક્યારેક કેટલાક એવા વીડિયો સામે આવે છે, જેને જોઈને આપણું દિલ પીગળી જાય છે. આવું જ કંઈક ફેમસ સિંગર ટોની કક્કર સાથે પણ થયું છે. વાસ્તવમાં ટોની કક્કરનો (Tony Kakkar) સોશિયલ મીડિયા પર એક વાયરલ વીડિયો (Viral Video) જોવા મળ્યો છે, જેને જોઈને ટોની કક્કર ખૂબ જ હેરાન અને દુઃખી થઈ ગયો છે. ફેમસ સિંગર ટોની કક્કરે હાલમાં જ સોશિયલ મીડિયા પર એક વાયરલ વીડિયો શેર કરીને બાળકો માટે પોતાનું દુઃખ વ્યક્ત કર્યું છે.

ટોની કક્કરે શેર કર્યો વીડિયો

થોડા સમય પહેલા સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થયો હતો. આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે કેટલાક ગરીબ બાળકો રેસ્ટોરન્ટમાં બેઠા છે. ત્યારે એક વેઈટર ત્યાં આવે છે અને તે બાળકોને બહાર કાઢી મુકે છે. આવામાં હવે ટોની કક્કરે આ વીડિયો પોતાના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર શેર કર્યો છે. વિડીયો જોયા બાદ ટોની કક્કરનું દિલ તૂટી ગયું છે અને તે ખુબ જ હેરાન અને દુખી છે એટલું જ નહી આ વીડિયો જોયા બાદ તમારું દિલ પણ પીગળી જશે, કારણ કે રેસ્ટોરન્ટમાંથી બળજબરીથી બહાર કાઢવામાં આવતા બાળકોના ચહેરા પર નિરાશા અને મુશ્કેલી જોઈ શકાય છે. હવે આ વીડિયો જોયા પછી દરેક વ્યક્તિ એક જ સવાલ પૂછી રહી છે કે બાળકો ભલે ગમે તેવા કપડા પહેરે, પરંતુ જો તેમણે ખાવાના પૈસા ચૂકવ્યા હોય તો તેમને અંદર બેસવાનો હક છે. મોટાભાગના યુઝર્સે ફૂડ ચેઇન રેસ્ટોરન્ટના આ વર્તન વિશે સારું ખોટું કહી રહ્યા છે.

આ પણ વાંચો

ટોની કક્કરે ગરીબ બાળકોની મદદ માટે કરી ઓફર

આ સિવાય આ વાયરલ વીડિયોને જોતા ટોની કક્કરે કેપ્શનમાં લખ્યું છે કે હું આ જોઈને ખૂબ જ હેરાન છું. આ જિંદગી કેટલી અનફેર છે. આ જોઈને ખરેખર દુઃખ થયું. હું આ ગરીબ બાળકોને મદદ કરવા માંગુ છું. આ ઘટના ક્યાંની છે, કોઈ મને જણાવો. આ વાત જાણીતી છે કે ટોની કક્કરે પોતે પણ પોતાના સંઘર્ષના દિવસોમાં ગરીબીના દિવસો જીવ્યા છે. આવી પરિસ્થિતિમાં તે કોઈ લાચાર વ્યક્તિની પીડાને સરળતાથી સમજી શકે છે. ટોની કક્કરએ સુપરસ્ટાર બોલિવૂડ સિંગર નેહા કક્કરનો ભાઈ છે.