આ છે પક્ષીઓની દુનિયાનો ‘ટાઈગર શ્રોફ’ , તેના સ્ટંટ જોઈ દુનિયા રહી ગઈ દંગ

આજકાલ સોશિયલ મીડિયા પર એક સ્ટંટમેન કબૂતરનો એક વીડિયો વાયરલ (Viral Video) થઈ રહ્યો છે.જેને લોકો ખુબ પંસદ કરી રહ્યા છે.

આ છે પક્ષીઓની દુનિયાનો ટાઈગર શ્રોફ , તેના સ્ટંટ જોઈ દુનિયા રહી ગઈ દંગ
Viral Video
Image Credit source: TWITTER
| Edited By: | Updated on: Jul 29, 2022 | 11:08 PM

જેકી શ્રોફનો પુત્ર ટાઈગર શ્રોફ (Tiger Shroff) હાલમાં બોલિવૂડના પ્રખ્યાત અભિનેતામાંથી એક છે. તેના દેશ અને વિદેશમાં અનેક ચાહકો છે. તે તેની પહેલી ફિલ્મથી જ તેના લુક, સ્ટંટ અને ડાન્સને કારણે પ્રખ્યાત થયો હતો. નાના બાળકો અને યુવતીઓમાં તેનો જબરદસ્ત ક્રેઝ છે. તે એકથી એક જબરદસ્ત સ્ટંટ કરતો જોવા મળે છે. તે બેકફિલ્પ પણ સરસ રીતે કરતો જોવા મળે. તેના સ્ટંટ લોકોને આશ્ચર્યચકિત કરે છે, પરંતુ શું તમે ક્યારેય કબૂતરને સ્ટંટ કરતા જોયા છે? હા, આજકાલ સોશિયલ મીડિયા પર એક સ્ટંટમેન કબૂતરનો એક વીડિયો વાયરલ (Viral Video) થઈ રહ્યો છે.જેને લોકો ખુબ પંસદ કરી રહ્યા છે.

વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં જોઈ શકાય છે કે એક કબૂતર બેકફિલ્પ મારી રહ્યો છે. કબૂતર પોતાની પાંખો ફેલાવી રહ્યો છે, અને બેકફિલ્પ મારી રહ્યો છે. પાંખોને સહારે તે પોતાને બેલેન્સ કરી રહ્યો છે. જેથી બેકફિલ્પ મારતા મારતા તે પડી ના જાય. લોકો આ વીડિયો જોઈ હેરાન થયા છે. કોઈ પક્ષી આટલી પરફેકટ રીતે કઈ રીતે આ કરી રહ્યો છે. સામાન્ય માણસ માટે પણ આ સહેલુ નથી હોતુ. લોકો તેને ખેલાડી કહી રહ્યા છે તો કોઈ તેને ટાઈગરક શ્રોફ કહી રહ્યા છે. તેનો આ સ્ટંટ એકદમ પરફેક્ટ લાગે છે.

આ રહ્યો એ વાયરલ વીડિયો

 

સોશિયલ મીડિયા પર આ વીડિયો ટ્વિટર હેન્ડલ @magicthings7 પરથી શેર કરવામાં આવ્યો છે. આ વીડિયોને 63 લાખથી લોકોએ જોયો છે. આ વીડિયોને લોકો ખુબ પસંદ કરી રહ્યા છે અને પોતાની પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે. એ વાતમાં કોઈ નવાઈ નહીં કે, આવનારા સમયમાં પશુ-પક્ષીઓ માણસો જેવી જ હરકતો કરશે. આ વીડિયો ખરેખર સુંદર, મનોરંજક અને શાનદાર છે. તે જોઈને જ લોકો ખુશ થઈ જાય છે.