જર્મનીથી એક વિચિત્ર ઘટના સામે આવી છે. અહીં એક રેલ્વે સ્ટેશન પર લગભગ એક હજારથી વધુ લોકોની ભીડ એકઠી થઈ હતી. પછી બધા અચાનક કૂતરાની જેમ ભસવા લાગે છે. આ વિચિત્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેને જોઈને લોકો ચોકી ગયા છે કે આવું કેમ બન્યુ અને કેમ તેઓ આમ કરવા મજબૂર થઈ ગયા છે.
આ ચોંકાવનારી ઘટના જર્મનીના સેન્ટ્રલ બર્લિનમાં બની હતી. જ્યાં પોટ્સમાર પ્લેટ્ઝ રેલ્વે સ્ટેશન પર હાજર આ તમામ લોકો પોતાની જાતને કૂતરા તરીકે ઓળખવા માટે એકઠા થયા હતા. હવે આ ‘ડોગ મીટઅપ’ને લઈને સોશિયલ મીડિયા પર વિવિધ પ્રકારની વાતો થઈ રહી છે. કેટલાક લોકોએ તેનું સમર્થન કર્યું, જ્યારે મોટાભાગના લોકોએ તેની મજાક ઉડાવીને તેની ટીકા કરી.
જો તમે ધ્યાન આપો તો આ વર્ષે જાપાનથી એક ખૂબ જ ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. જ્યાં ટોકો નામના વ્યક્તિએ 12 લાખ રૂપિયા ખર્ચીને પોતાને માણસમાંથી કૂતરામાં બદલી નાખ્યો. ટોકોએ કહ્યું કે બાળપણથી જ તેને કૂતરા જેવો દેખાવાનો શોખ હતો. તેથી તેણે 14 હજાર ડોલર ખર્ચીને કસ્ટમ ડોગ સૂટ બનાવીને પોતાનું સપનું પૂરું કર્યું. તાજેતરમાં ટોકોએ સમાન આકાંક્ષાઓ ધરાવતા અન્ય લોકો સાથે જોડાવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. બર્લિનમાં વિચિત્ર ડોગ મીટ આનું પરિણામ છે. વાયરલ થયેલી ક્લિપમાં લોકો ભસતા અને એકબીજા સાથે વાતચીત કરતા જોઈ શકાય છે.
Hundreds of people who identify as dogs gathered at the Potsamer Platz railroad station, in central Berlin, on Tuesday for a meeting organized by a group called ‘Canine Beings’ which advocates for the rights of people who identify as #dogs.
Germany. pic.twitter.com/n3Wj13SeIC— Funny News Hub (@Funnynewshub) September 20, 2023
તમને જણાવી દઈએ કે આવા લોકોની ઓળખ ‘થેરિયન’ તરીકે થાય છે. આનો અર્થ એ છે કે જે મનુષ્યો પોતાની જાતને મનુષ્ય સિવાય અન્ય પ્રાણી તરીકે ઓળખાવે છે. આ કોન્સેપ્ટ Furries કરતા અલગ છે, જેમને પ્રાણીઓના પોશાકમાં મજા માણવી ગમે છે. પિટ્સબર્ગની ડ્યુક્વેસ્ને યુનિવર્સિટીમાં મનોવિજ્ઞાનના સહયોગી પ્રોફેસર ડૉ. એલિઝાબેથ ફેઈનના જણાવ્યા અનુસાર, કેટલાક લોકો ખરેખર એવું માને છે કે તેમના માનવ શરીરમાં એક અલગ પ્રજાતિની આત્મા છે.
ટોકો ઉપરાંત બ્રિટનના ટોમ પીટર્સ પણ પોતાને ડાલમેટિયન (કૂતરાની એક જાતિ) માને છે. તે જ સમયે, ટોક્યોના એન્જિનિયર ટોરુ ઉએડાએ વરુનો દેખાવ મેળવવા માટે કસ્ટમાઇઝ્ડ સૂટ પર 23 હજાર ડોલર ખર્ચ્યા હતા.
વાયરલ અને ટ્રેન્ડિંગના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો