
છેલ્લા કેટલાક વર્ષોથી ભારત સહિતના વિશ્વના અનેક દેશોમાં હેલોવીન તહેવાર ઉજવવાનો ક્રેઝ વધ્યો છે. હેલોવીન ઉજવવા માટે લોકો મેક-અપ લગાવીને ડરામણો દેખાવ સર્જે છે. પરંતુ આજકાલના દિવસોમાં એક વીડિયો સોશિયલ મીડિયામાં ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો થોડી અચરજ પમાડે છે, કારણ કે એક વ્યક્તિએ એક એવી યુક્તિપૂર્વક બાઇક બનાવી છે જેના પૈડા સહેજ પણ દેખાતા નથી.
વિશ્વના અનેક દેશોમાં હેલોવીન પર્વ દર વર્ષે 31 ઓક્ટોબરના રોજ ઉજવવામાં આવે છે. એક સમય હતો જ્યારે આ તહેવાર ફક્ત પશ્ચિમી દેશોમાં જ ઉજવવામાં આવતો હતો. પરંતુ છેલ્લા થોડા સમયથી ભારત સહિત વિશ્વના અન્ય ઘણાબધા દેશમાં હોલોવીન પર્વ ઉજવવાનું ક્રેઝ વધી ગયુ છે. હેલોવીન દિવસની ઉજવણી કરવા માટે, લોકો અવનવી થીમ આધારિત પાર્ટીઓનું આયોજન કરે છે. જેમાં લોકો એવો પહેરવેશ પસંદ કરે છે કે તે જોઈને લોકો ડરી જાય.
ખાસ કરીને કપડાંથી લઈને મેક-અપ સુધીની દરેક વસ્તુ ખૂબ ડરામણી હોય છે. હેલોવીન ઉજવણી અંગે દરરોજ વિવિધ વીડિયો વાયરલ થતા રહે છે. જેમાં કેટલાક વીડિયોને યૂઝર્સ દ્વારા ખૂબ પસંદ કરવામાં આવે છે. હવે હેલોવીનની ઉજવણીને લગતો એક એવો વીડિયો સામે આવ્યો છે. જેને જોઈને સૌ કોઈ આશ્ચર્યમાં ગરકાવ થઈ જાય છે.
સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલો વીડિયો એક બાઇકનો છે. જે હેલોવીન પર્વ માટે ખાસ રીતે તૈયાર કરવામાં આવી છે. તમે આ અવનવું બાઈક જોઈને એકવાર તો જરૂરથી દંગ રહી જશો કારણ કે અહીં બાઇક ચાલી રહી છે પરંતુ તેના ટાયર દેખાતા નથી. બાઈકના ટાયર જોવા માટે તમે આ વીડિયોને ફરી ફરીને જોવા લાગશો. લોકોને આ બાઇક ખૂબ જ અનોખી લાગી રહી છે. આ બાઇકને જોઈને એવું લાગે છે કે તે જમીન પર નહીં પણ જમીનથી ઉપર થોડીક હવામાં દોડી રહી છે.
This Halloween costume goes hard pic.twitter.com/0vXMhskJhu
— Latest in space (@latestinspace) October 31, 2023
વીડિયોમાં તમે જોઈ શકો છો કે બાઈક ચલાવનાર વ્યક્તિએ વિચિત્ર પોશાક પહેર્યો છે અને તે ખુશીથી રોડ પર આ અવનવું બાઇક ચલાવી રહ્યો છે. જો તમે વીડિયોને ધ્યાનથી જોશો તો સમજી શકશો કે આ બાઇકને કાચથી ઢાંકીને ખાસ રીતે તૈયાર કરવામાં આવી છે. જેથી તેના પૈડા લોકોને ના દેખાય ! આ ઉપરાંત, બાઈક ચલાવનાર વ્યક્તિએ દિન જારિનનો પોશાક પહેર્યો છે. જેને સામાન્ય રીતે મંડલોરિયન અથવા મંડો તરીકે ઓળખવામાં આવે છે, જે સ્ટાર વોર્સનું ફિલ્મનું એક પાત્ર છે.
વીડિયોને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર @latestinspace નામના એકાઉન્ટ દ્વારા શેર કરવામાં આવ્યો છે. જેને 11.1 મીલીયનથી વધુ લોકો જોઈ ચૂક્યા છે અને તેના પર અવનવી કોમેન્ટ કરી રહ્યા છે અને પોતપોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે.
Published On - 7:45 pm, Wed, 1 November 23