ચાલુ મેટ્રોનો દરવાજો ખોલી કૂદી પડયો આ વ્યક્તિ, Viral Video જોઈ લોકોએ કહ્યુ- આ તો ગયો

Shocking Video : હાલમાં એક વીડિયો વાયરલ થયો છે, જેમાં એક વ્યક્તિ ચાલુ મેટ્રો ટ્રેનનો દરવાજો ખોલીને કૂદી જાય છે. ત્યારબાદ જે તેની સાથે થાય છે તે જોવા જેવુ છે.

ચાલુ મેટ્રોનો દરવાજો ખોલી કૂદી પડયો આ વ્યક્તિ, Viral Video જોઈ લોકોએ કહ્યુ- આ તો ગયો
Viral Video
Image Credit source: TWITTER
| Edited By: | Updated on: Jul 29, 2022 | 8:52 PM

દરેક વ્યક્તિએ ટ્રેન અને મેટ્રોની મુસાફરી કરી જ હશે. ભારતમાં ટ્રેન અને મેટ્રોના અનેક વીડિયો વાયરલ થતા હોય છે. કેટલાક લોકો ફેમસ થવા માટે તેમા વિચિત્ર હરકતો કે સ્ટંટ કરીને તેનો વીડિયો સોશિયલ મીડિયા પર મુકતા હોય છે. આવા વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થતા હોય છે. પણ કેટલીકવાર આવા કામ જીવલેણ સાબિત થતા હોય છે. આને કારણે ઘણા લોકો જીવ પણ ગુમાવે છે. કેટલાક લોકો ટ્રેનનો દરવાજો ખોલીને ખતરનાક સ્ટંટ કરતા હોય છે. તમને જણાવી જઈએ કે ટ્રેનનો દરવાજો તો ખોલી અને બંધ કરી શકાય છે. પણ મેટ્રોમાં આવુ નથી થતુ. તેના દરવાજા ત્યારે જ ખૂલે છે જ્યારે મેટ્રો પ્લેટફોર્મ પર રોકાય છે. હાલમાં સોશિયલ મીડિયા પર આવો જ એક ખતરનાક વીડિયો વાયરલ (Viral Video) થયો છે. જે ઘણો ચોંકાવનારો વીડિયો (Shocking Video) છે.

આ વીડિયોમાં જોઈ શકાય છે કે એક વ્યક્તિ હુડી પહેરીને મેટ્રોમાં ઉભો છે. તે કોઈને કોઈ રીતે મેટ્રોનો દરવાજો ખોલવાનો પ્રયત્ન કરે છે. જયારે તે દરવાજો ખોલી દે છે ત્યારે તે મેટ્રોમાંથી કૂદી જાય છે. તે સીધો પ્લેટફોર્મ પર પડે છે. તે જે રીતે પડે છે, તેને જોતા તેની બચવાની સંભાવના ઓછી લાગી રહી છે. એટલે કહેવામાં આવે છે, ટ્રેન કે મેટ્રોમાં આવા અખતરાઓ ન કરવા જોઈએ.

આ રહ્યો એ વાયરલ વીડિયો

 

આ ચોંકાવનારો વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર The Darwin Awards નામની આઈડી પરથી શેર કરવામાં આવ્યો છે. આ વીડિયોને 2 મિલિયન કરતા વધારે લોકોએ જોયો છે. આ વીડિયો લોકો બીજાને શેર કરવાની સાથે સાથે, પોતાની પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે. આ વીડિયો ક્યાનો છે ? એ વ્યક્તિ કોણ છે ? આ વ્યક્તિ બચ્યો કે નહીં ? તે હજુ જાણવા મળ્યુ નથી. પણ આ વીડિયો એ લોકો માટે ચેતવણીરુપ છે, જે આવા અખતરા કરતા હોય છે.