દેશના સૌથી મોટા ઉદ્યોગપતિ રતન ટાટા (Ratan Tata) કરોડો લોકોના પ્રેરણાસ્ત્રોત છે. હાલમાં જ 84માં જન્મદિવસ ઉજવનારા રતન ટાટાના જીવનની સાદગી અને તેમની પરોપકારની ભાવના પર લોકો ફિદા છે. જ્યારે તેમની આ જીવનગાથાને એક પુસ્તક રૂપે ગૂંથવાનો પ્રયાસ થઈ રહ્યો છે. હાર્પર કોલિંસ જલ્દી જ તેમની આત્મકથા (Ratan Tata Biography) પબ્લિશ કરવા જઈ રહ્યા છે.
ટાટા સન્સ (Tata Sons)ના માનદ અધ્યક્ષ રતન ટાટા દેશના સૌથી પ્રિય ઉદ્યોગપતિઓમાંના એક છે. લાખો લોકો માટે પ્રેરણારૂપ રતન ટાટાના જીવન વિશે કોણ વાંચવા નહીં માંગે? હવે બહુ જલ્દી એક ભૂતપૂર્વ અમલદાર તેમનું જીવનચરિત્ર લખવા જઈ રહ્યા છે અને તેને પ્રકાશિત કરવા માટે વિશ્વભરના પ્રકાશન ગૃહો વચ્ચેના યુદ્ધમાં હાર્પર કોલિન્સનો વિજય થયો છે.
પૂર્વ બ્યુરોક્રેટ અને રિટાયર્ડ IAS ઓફિસર થોમસ મેથ્યુને રતન ટાટાની બાયોગ્રાફી લખવાની તક મળી છે. છેલ્લા કેટલાક વર્ષો દરમિયાન મેથ્યુ પાસે રતન ટાટાના ફોટોગ્રાફ્સ, ખાનગી કાગળો અને પત્રોના એક્સેસ રહ્યા છે. મેથ્યુએ અગાઉ ‘એબોડ અંડર ધ ડોમ’ (Abode Under the Dome) અને ‘ધ વિંગ્ડ વંડર્સ ઓફ રાષ્ટ્રપતિ ભવન’ (The Winged Wonders of Rashtrapati Bhavan) જેવા પુસ્તકો લખ્યા છે.
રતન ટાટાનું જીવનચરિત્ર પ્રકાશિત કરવા માટે હાર્પરકોલિન્સ દ્વારા કરાયેલા કરારને દેશના ઈતિહાસની સૌથી મોટો નોન-ફિક્શન ડીલ તરીકે ઓળખવામાં આવે છે. સૂત્રો અનુસાર એક અહેવાલ મુજબ આ પુસ્તક પર ફિલ્મ અથવા વેબ સિરીઝ બનાવવાના અધિકારો લેખક પાસે રહેશે. અગાઉ 2014માં ક્રિકેટર સચિન તેંડુલકરની બાયોગ્રાફી પ્રકાશિત કરવા માટે દેશમાં ભારે હરીફાઈ ચાલી રહી હતી.
યુવાનોમાં ખૂબ જ લોકપ્રિય એવા 84 વર્ષીય રતન ટાટાના જીવનચરિત્રમાં તેમના બાળપણ, કોલેજના દિવસો અને શરૂઆતના જીવનની વિગતવાર માહિતી હશે. આ સાથે ટાટા કંપનીમાં તેમના કામ અને અંગત જીવનની ઘણી અજાણી વાતો પણ હશે.
આવી ઘણી ઘટનાઓ આ પુસ્તકમાં સામેલ કરવામાં આવશે, જેના વિશે જાહેર મંચ પર વધુ માહિતી ઉપલબ્ધ નથી. જેમાં ટાટાના નેનો પ્રોજેક્ટની અકથિત વાર્તાઓ, ટાટા સન્સના ચેરમેન પદેથી સાયરસ મિસ્ત્રીને હટાવવા, ટાટા સ્ટીલ દ્વારા કોરસનું અધિગ્રહણ સામેલ છે.
આ પણ વાંચો: ઓર્ગેનિક કેળાના ઉત્પાદનનો નવો ટ્રેન્ડ, ટીશ્યુ કલ્ચરથી કેળાની વૈજ્ઞાનિક ખેતી, જાણો સંપૂર્ણ વિગત