માણસની જેમ આ વાંદરો પણ કરી રહ્યો છે હુલા હૂપ,Videoમાં વાંદરાના પરાક્રમ જોઈ લોકો થયા આશ્ચર્યચકિત

Funny Monkey Video : વાંદરાની હરકતો હંમેશા આપણને હસાવે જ છે. હાલમાં વાંદરાનો આવો જ એક વીડિયો વાયરલ થયો છે. જેને જોઈ તમે આશ્ચર્યચકિત થઈ જશો અને છેલ્લે હસી પણ પડશો.

માણસની જેમ આ વાંદરો પણ કરી રહ્યો છે હુલા હૂપ,Videoમાં વાંદરાના પરાક્રમ જોઈ લોકો થયા આશ્ચર્યચકિત
Viral Video
Image Credit source: Twitter
| Edited By: | Updated on: Jul 30, 2022 | 5:25 PM

Funny Monkey Video : વાંદરા જંગલમાં હોય કે માણસોની વસાહત પાસે, વાંદરાઓની હરકતો હંમેશા આપણને હસાવે જ છે. વાંદરાઓ સામાન્ય રીતે રમુજી જ હોય છે. વાંદરાઓના ઘણા વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા હોય છે. વાંદરાઓને જોઈને માણસોને એક અલગ જ આંનદ મળતો હોય છે. તેમની હરકતો માણસ જેવી જ હોય છે. એટલે જ વાંદરાઓને આપણા પૂર્વજ કહેવામાં આવે છે. વાંદરાઓ માણસો જેવી હરકતો કરવામાં ઉસતાદ હોય છે. તેઓ નાના બાળકની જેમ જ્યા પણ જાય છે, ત્યા એક જગ્યાએથી બીજી જગ્યાએ કૂદી કૂદીને ઘમાલ મસ્તી કરતા હોય છે. જો કોઈ વ્યક્તિ તેમને હેરાન કરે તો તેને જબરદસ્ત મેથીપાક ચખાડવાનું ચૂકતા નથી. તેમની હરકતો કેટલીકવારા આશ્ચર્યચકિત કરનારા હોય છે. હાલમાં એક એવો જ વીડિયો વાયરલ (Viral Video) થયો છે, જેને જોઈ લોકો આશ્ચર્યમાં મુકાયા છે.

સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં એક વાંદરો હુલા હૂપ (Hula Hoop)કરતો દેખાય છે. તે જે રીતે એ કામ કરી રહ્યો છે, તે જોઈને ભલભલા ચોંકી જશે. વાંદરો પોતાની કમરને ગોળ ગોળ ફેરવીને આ પરાક્રમ બતાવી રહ્યો છે.તે એટલી પરફેક્ટ રીતે એ કામ કરી રહ્યો છે, જેને જોઈ કહી શકાય કે તેને આની ટ્રેનિંગ આપવામાં આવી હશે. હુલા હૂપ કરતા વાંદરાના ચહેરાની ભાવ પણ જોવા જેવા છે. આ વીડિયોને લોકો ખુબ પંસદ કરી રહ્યા છે.

આ રહ્યો એ વાયરલ વીડિયો

 

સોશિયલ મીડિયા પર આ રમૂજી વીડિયો Creature of God નામના ટ્વિટર હેન્ડલ પરથી શેર કરવામાં આવ્યો છે. વાંદરો ખરેખર ખુબ સરસ રીતે હુલા હૂપ ફેરવી રહ્યો છે. લોકો આ વીડિયોને શેર પણ કરી રહ્યા છે અને પોતાની પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે.આ વીડિયોને લાખો લોકોએ જોયો છે.