
મહાભારત એ પ્રાચીન સંસ્કૃત મહાકાવ્ય મહાભારત પર એક ટેલિવિઝન સિરિયલ છે. મૂળ પ્રસારણમાં કુલ 94 એપિસોડ હતા અને તે 2 ઓક્ટોબર 1988 થી 24 જૂન 1990 દરમિયાન દૂરદર્શન પર પ્રસારિત થયા હતા.
આ સિરિયલનુ નિર્માણ બી. આર. ચોપરા દ્વારા કરવામાં આવ્યું હતું અને તેમના પુત્ર રવિ ચોપરા દ્વારા દિગ્દર્શન કરવામાં આવ્યું હતું. ત્યારે તે સમયે અત્યાધુનિક ટેકનોલોજી ન હતી, તેમજ ગાયન વાદનના કોઈ વધારે સાધનો પણ ન હતા ત્યારે તે સમયમાં મહાભારત સિરિયલના ગીતો કેવી રીતે તૈયાર થતા હતા તે આ વીડિયો દર્શાવવામાં આવ્યું છે.
(video credit-@Rushibahu-shorts)
મહાભારતની આ સિરિયલ દરેક લોકોને યાદ હશે તેમજ તેનું ગીત “અથ શ્રી મહાભારત કથા” ગીત પણ બધાને યાદ જ હશે. ત્યારે આ સિરિયલ દરમિયાન તેના ગીતો કેવી રીતે બનતા હતા તે અહીં જોવા મળી શકે છે.
તમે આ વાયરલ વીડિયોમાં જોઈ શકો છો કે ગાયક અને લિરિક્સ લખનાર અને વાધ્ય વગાડનાર બધા એક સાથે બેઠા છે તેમની ગીતને સૂર અને તાલના આધારે ગાય છે આમ ગીત બરોબર ગવાતા રેકોર્ડ થતુ હતુ આને આવી રીતે મહાભારતમાં ગીત તૈયાર કરવામાં આવતુ હતુ.
આવા વીડિયો અન્ય ચેટ કે એપ્સ દ્વારા વારંવાર શેર કરવામાં આવતા હોવાથી આવી ક્લિપ્સ ઝડપથી ફેલાઈ જાય છે. મોટાભાગના વાયરલ વીડિયોમાં મજા પડતી હોય છે. આવા જ વાયરલ વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો