અનોખી દુલ્હન : દિવંગત પિતાને શ્રદ્ધાંજલિ આપવા આ દિકરીએ કર્યુ કંઈક આવુ, વીડિયો જોઈને યુઝર્સ થયા ભાવુક

ઘણીવાર લોકો પોતાના લગ્નને ખાસ બનાવવા માટે ઘણું બધું કરતા જોવા મળે છે.આ દિવસોમાં એક દુલ્હનનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં તેણે તેના પિતાનો પત્ર દુપટ્ટામાં લખ્યો છે.

અનોખી દુલ્હન : દિવંગત પિતાને શ્રદ્ધાંજલિ આપવા આ દિકરીએ કર્યુ કંઈક આવુ, વીડિયો જોઈને યુઝર્સ થયા ભાવુક
Bride written letter on the scarf
| Edited By: | Updated on: Jan 07, 2022 | 12:32 PM

Viral Video : સામાન્ય રીતે દુલ્હા-દુલ્હન(Groom-Bride)  માટે લગ્નનો દિવસ ખાસ હોય છે. લોકો આ દિવસને વધુ ખાસ બનાવવા માટે ઘણુ કરતા જોવા મળે છે. આ ખાસ દિવસે છોકરીઓ ઘણીવાર ડિઝાઇનર લહેંગા, ડિઝાઇનર જ્વેલરી પહેરવાનુ પસંદ કરે છે. જેથી તે બીજા કરતા તદ્દન અલગ દેખાય. ત્યારે તાજેતરમાં એક દુલ્હનનો વીડિયો (Bride Video) સામે આવ્યો છે.જે જોઈને તમે પણ કહેશો કે ‘ઐસી બેટી સબકો મિલે’. આ દુલ્હનએ પોતાના લગ્નને(wedding)  વધુ ખાસ બનાવવા માટે કંઈક એવુ કર્યુ છે તે જોઈને તમે પણ વિચારમાં પડી જશો.

મળતી માહિતી મુજબ આ દુલ્હનનુ નામ સુવન્યા છે. તાજેતરમાં જ તેણે રાજસ્થાનમાં ડેસ્ટિનેશન વેડિંગ કર્યું હતું. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલી તસવીરોમાં જોઈ શકાય છે કે તેણે સિમ્પલ લહેંગા અને સિમ્પલ જ્વેલરી પહેરી છે. તેનો લહેંગા ડિઝાઇનર સુનૈના ખેરાએ ડિઝાઇન કર્યો છે. પરંતુ અમે તમને જણાવી દઈએ કે તેણે જે ચૂંદડી પહેરી છે તે ખરેખર ખાસ છે.

જુઓ વીડિયો

ઈમોશનલ વીડિયો થયો વાયરલ

તમને જણાવી દઈએ કે સુવન્યાને તેના જન્મદિવસ પર તેના પિતાએ આપેલા પત્રને લહેંગાના દુપટ્ટામાં એમ્બ્રોડરી કરાવી છે. ઉલ્લેખનીય છે કે, સુકન્યાના પિતા હાલ આ દુનિયામાં નથી. તેથી તેણે તેના પિતાને અનોખી રીતે શ્રદ્ધાંજલિ આપીને લગ્નના દિવસને વધુ ખાસ બનાવ્યો. સોશિયલ મીડિયા યુઝર્સ (Users) આ વીડિયોને ખૂબ પસંદ કરી રહ્યા છે.

આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર shadiekbaar નામના પેજ પરથી શેર કરવામાં આવ્યો છે. આ વીડિયો પર અત્યાર સુધીમાં હજારો લાઈક્સ અને કોમેન્ટ જોવા મળી રહી છે. યુઝર્સ આ વીડિયો શેર કરી રહ્યા છે અને તેના પર કોમેન્ટ આપતા જોવા મળી રહ્યા છે. એક યુઝરે લખ્યુ કે, આ વીડિયો ખૂબ જ ક્યૂટ છે. જ્યારે અન્ય એક યુઝરે લખ્યું, ભગવાન દરેકને આવી સમજદાર દિકરી આપે. આ સિવાય અન્ય કેટલાક યુઝર્સ પણ પોતાની પ્રતિક્રિયા (Comments) આપતા જોવા મળી રહ્યા છે.

આ પણ વાંચો : Video : શું તમને પણ કૂતરો અને બિલાડી જોવા મળ્યા ? વાયરલ વીડિયો જોઈને યુઝર્સ થયા કનફ્યુઝ