કાકાને ચેલેન્જ કરવી યુવકને પડી ભારે, એવા પુશઅપ્સ કર્યાને યુવકને વળી ગયો પરસેવો, જુઓ મેટ્રોનો Viral Video

વાયરલ થઈ રહેલો વીડિયો મુંબઈ મેટ્રોનો હોવાનું સોશિયલ મીડિયા પર કહેવાય છે. વીડિયોમાં જોઈ શકાય છે કે એક યુવાન અચાનક પુશઅપ્સ કરવા લાગે છે અને પછી તેના બાજુમાં ઉભેલા અંકલને ચેલેન્જ આપે છે. છેલ્લા અનેક દિવસોથી આ કાકાના આ પુશઅપ્સનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો મુંબઈ મેટ્રોમાં બનાવ્યો હોવાનું હાલ સોશિયલ મીડિયામાં ચર્ચા છે.

કાકાને ચેલેન્જ કરવી યુવકને પડી ભારે, એવા પુશઅપ્સ કર્યાને યુવકને વળી ગયો પરસેવો, જુઓ મેટ્રોનો Viral Video
| Edited By: | Updated on: Sep 28, 2023 | 9:36 AM

સોશિયલ મીડિયા પર દિલ્હી સહીત દેશની અનેક મેટ્રોના વીડિયો વાઈરલ થાય છે, થોડા દિવસો પહેલા પણ દિલ્હી મેટ્રોમાં એક કપલનો કિસ કરવાનો અને વૃદ્ધ દ્વારા બીડી સળગાવીને મેટ્રોમાં તેને પીવાનો વીડિયો વાયરલ થયો હતો. હવે મેટ્રોમાં વધુ એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે.

આ પણ વાંચો: Viral Video: આ માલિકે પ્રોડક્ટ વેચવા હદ વટાવી, પોતાની જ પ્રોડક્ટનો કપડા ધોવાનો સાબુ જ ખાઈ ગયો !

આ વીડિયોમાં એક યુવક મેટ્રોમાં અચાનક પુશઅપ્સ કરતો જોવા મળે છે, પુશઅપ્સ કર્યા બાદ તેની પાસેમાં ઉભેલા અંકલને પણ ચેલેન્જ આપે છે. જે બાદ કાકા એટલા પુશઅપ્સ મારે છે કે યુવકનનો પરસેવો ઉતરી જાય છે. છેલ્લા અનેક દિવસોથી આ કાકાના આ પુશઅપ્સનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો મુંબઈ મેટ્રોમાં બનાવ્યો હોવાનું હાલ સોશિયલ મીડિયામાં ચર્ચા છે.

યુવકે મેટ્રોમાં પુશઅપ્સ કર્યા

સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં જોઈ શકાય છે કે કેટલાક મુસાફરો મેટ્રો ટ્રેનમાં ઉભા અને બેઠા છે. અચાનક જ એક યુવક મેટ્રોના ફ્લોર પર પુશઅપ્સ કરવા લાગે છે. આ દરમિયાન તે એક હાથથી પણ પુશઅપ્સ કરતો જોવા મળે છે અને પુશઅપ્સ સતત ચાલુ રાખે છે. યુવકે પુશઅપ્સ માર્યાબાદ યુવક તેની નજીકમાં ઉભેલા એક કાકા તેને સતત જોતો રહે છે.

વૃદ્ધ માણસે ચેલેન્જ એક્સેપ્ટ કર્યો

યુવકે પુશઅપ્સ કર્યા પછી, આ કાકાને પણ પુશઅપ્સ મારવાનું કહે છે. પહેલા તો કાકા તેને પુશઅપ્સ મારવાની ના પાડે છે, પરંતુ યુવક દ્વારા વારંવાર ચેલેન્જ આપ્યા બાદ તેને કાકાએ મેટ્રોના ફ્લોર પર પુશઅપ્સ કરવા લાગે છે. એકવાર તે પુશઅપ્સ કરવાનું શરૂ કરે છે, આ આધેડ વ્યક્તિ અટકતો નથી, જેને જોઈને યુવકને પણ પરસેવો આવવા લાગે છે. આ બધું જોઈને યુવક આશ્ચર્યચકિત થઈ ગયો.

 

 

લોકો મેટ્રોના આ વીડિયોને ખૂબ પસંદ કરી રહ્યા છે અને કાકાની તાકાતના વખાણ કરી રહ્યા છે. એક યુઝરે ઈન્સ્ટાગ્રામ પર લખ્યું કે કોઈ પુસ્તકને ફક્ત તેના કવર દ્વારા જજ ન કરવું જોઈએ. કેટલાક લોકો આ સમગ્ર વીડિયોને સ્ક્રિપ્ટેડ પણ કહી રહ્યા છે. હાલમાં ઈન્સ્ટાગ્રામ પર આ વીડિયોને લાખો લોકો જોઈ ચૂક્યા છે અને સતત કોમેન્ટ પણ કરી રહ્યા છે.

 

Disclaimer : આ આર્ટિકલ ફેક્ટ ચેક કરવામાં આવ્યો છે, આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયેલો છે. જેની પુષ્ટી TV9 ગુજરાતી કરતુ નથી.

વાયરલ અને ટ્રેન્ડિંગના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો