Viral Video: શું તમે સ્ટેશન પહેલા ડબ્બાના ગેટ પર જઈને ઉભા રહો છો? ભૂલથી પણ ના કરો આવુ, જુઓ રૂવાડા ઉભા કરી નાખે તેવો વીડિયો

|

Jun 03, 2023 | 11:53 PM

ભારતીય લોકોમાં ધીરજની બહુ મોટી ઉણપ છે. તેઓ હંમેશા ઉતાવળમાં હોય છે. આ જ કારણ છે કે કેટલીકવાર તેમને ઉતાવળના ખરાબ પરિણામોનો સામનો કરવો પડે છે.

Viral Video: શું તમે સ્ટેશન પહેલા ડબ્બાના ગેટ પર જઈને ઉભા રહો છો? ભૂલથી પણ ના કરો આવુ, જુઓ રૂવાડા ઉભા કરી નાખે તેવો વીડિયો
Image Credit source: Instagram

Follow us on

ભારતમાં એક શહેરને બીજા શહેર સાથે જોડવા માટે ટ્રેનને શ્રેષ્ઠ માધ્યમ માનવામાં આવે છે. દેશની મોટાભાગની વસ્તી એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે ટ્રેનને પસંદ કરે છે. એક યા બીજી ટ્રેન દેશના લગભગ તમામ ભાગોમાંથી પસાર થાય છે. દરરોજ લાખો લોકો તેમાં મુસાફરી કરતા જોવા મળે છે. પરંતુ કેટલીકવાર ટ્રેન સાથે જોડાયેલી કેટલીક એવી વાતો સાંભળવા અથવા જોવા મળે છે, જેના પર વિશ્વાસ કરવો મુશ્કેલ બની જાય છે.

આ પણ વાંચો: યુવકે રસ્તા વચ્ચે ખતરનાક ખેલ ખેલ્યા, મોતના મુખમાંથી માંડ બચ્યો, જુઓ Viral Video

Trump in Diamond : સુરતના વેપારીએ ડોનાલ્ડ ટ્રમ્પના ચહેરાવાળો હીરો બનાવ્યો, જુઓ Video
ટીમ ઈન્ડિયાના બે સ્ટાર ક્રિકેટર ટીમની બહાર, નહીં રમે આ મેચ
ટ્રમ્પના કેન્ડલ લાઇટ ડિનરમાં Ivanka Trump નો ગ્લેમરસ લુક આવ્યો સામે, જુઓ ફોટા
Astrological advice : કયા દિવસે દારૂ પીવો સારો છે? જાણી લો
IPLનો સૌથી મોંઘો કેપ્ટન, એક મેચની કમાણી 1.92 કરોડ રૂપિયા
જો નાગા સાધુ તમારા ઘરે ભિક્ષા માંગવા આવે તો શું કરવું?

વાસ્તવમાં ભારતીય લોકોમાં ધીરજની બહુ મોટી ઉણપ છે. તેઓ હંમેશા ઉતાવળમાં હોય છે. આ જ કારણ છે કે કેટલીકવાર તેમને ઉતાવળના ખરાબ પરિણામોનો સામનો કરવો પડે છે. જો તમે ક્યારેય ટ્રેનમાં મુસાફરી કરી હોય તો તમે જોયું જ હશે કે સ્ટેશન પહોંચતા પહેલા જ લોકો પોતાનો બધો સામાન લઈને દરવાજા પર ઉભા રહી જાય છે.

જો તમે પણ આ લોકોમાં સામેલ છો તો હવે સાવધાન થઈ જાવ. કારણ કે આજે અમે તમને ઉતાવળ અને અધીરાઈનું એવું ગંભીર પરિણામ બતાવવા જઈ રહ્યા છીએ, જેને જોયા પછી તમે આગલી વખતથી ટ્રેનના ડબ્બાના બારણા પર ઊભા રહેવાની ભૂલ નહીં કરો.

ટ્રેનના ડબ્બાના ગેટ પર ઉભા રહેવું જોખમી

મામલો એવો છે કે રાત્રે એક મહિલા ટ્રેનના ડબ્બાના બારણા પાસે ઉભી હતી. કારણ કે તેનું સ્ટેશન આવવાનું હતું. મહિલાની સાથે તેનો પતિ અને કેટલાક લોકો પણ ગેટ પર હાજર હતા. મહિલા ટ્રેનના ડબ્બાના બારણા પાસે ઊભી રહીને તેના પતિ સાથે વાત કરી રહી હતી. પણ તેને ખબર નહોતી કે બીજી જ ક્ષણે તેની સાથે ગંભીર ઘટના બનવાની છે.

 

 

મહિલા તેના પતિ સાથે વાત કરવામાં મગ્ન હતી, પછી…

હકીકતમાં, જ્યારે મહિલા તેના પતિ સાથે વાત કરવામાં મગ્ન હતી, ત્યારે બહારથી આવેલા એક વ્યક્તિએ ગેટમાં પ્રવેશીને મહિલાનો હાથ પકડી લીધો અને તેને પોતાની સાથે ખેંચીને બહાર લઈ જવા લાગ્યો. જોકે, પુરુષ મહિલાને પોતાની સાથે લઈ જાય તે પહેલા મહિલાના પતિએ તેનો હાથ પકડીને તેને પોતાની તરફ ખેંચી લીધો હતો. આ મહિલાનો જીવ તો બચી ગયો, પરંતુ પુરુષ તેનું પર્સ લઈને ભાગી ગયો. આ વીડિયો જોઈને તમે સમજી જ ગયા હશો કે સ્ટેશન આવતા પહેલા ટ્રેનના ગેટ પર ઉભા રહેવું જોખમી અને જીવલેણ સાબિત થઈ શકે છે.

વાયરલ અને ટ્રેન્ડિંગના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Article