Animal Video: શું તમે ક્યારેય ‘બ્રશ’ કરતી બિલાડીને જોઈ છે? જૂઓ આ viral video

|

May 16, 2022 | 4:03 PM

સોશિયલ મીડિયા (Social Media) પર બિલાડીનો એક વીડિયો જોરદાર વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં બિલાડીના દાંત સાફ કરવામાં આવી રહ્યા છે. દાંત સાફ કરવા માટે બ્રશનો ઉપયોગ કરવામાં આવ્યો છે તેમજ આ વીડિયોને લોકો ઘણો પસંદ કરી રહ્યા છે.

Animal Video: શું તમે ક્યારેય બ્રશ કરતી બિલાડીને જોઈ છે? જૂઓ આ viral video
The cat brushes

Follow us on

માણસોની જેમ પ્રાણીઓના દાંત પણ સારા હોય છે. જો કે જંગલી પ્રાણીઓના (Animal Video) દાંત સાફ કરવા એ વિચારવા માટે પણ ખતરનાક છે, પરંતુ લોકો તેમના પાલતુ પ્રાણીઓના દાંત સાફ કરે છે. ખાસ કરીને કૂતરાઓના દાંત સાફ કરવાના વીડિયો અવાર-નવાર સોશિયલ મીડિયા પર વાયરલ થાય છે. પરંતુ આ વખતે બિલાડીના દાંત પર બ્રશનો (Cat Viral Video) વીડિયો ટ્રેન્ડિંગમાં છે. આ વીડિયોમાં બિલાડીના દાંત સાફ કરવામાં આવી રહ્યા છે. આ વીડિયોને સોશિયલ મીડિયા પર પણ ખૂબ પસંદ કરવામાં આવી રહ્યો છે.

જૂઓ આ બ્રશ કરતી બિલાડીનો વીડિયો….

બિલાડીના ચમક્યા દાંત

જો કે બિલાડીના દાંત સાફ કરવા એ સરળ કામ નથી, પરંતુ માલિક ખૂબ જ હિંમત અને પ્રેમથી બિલાડીનો ચહેરો પકડીને દાંત સાફ કરી રહ્યો છે. તમે જોઈ શકો છો કે દાંત સાફ કરવા માટે લાલ રંગના બ્રશનો પણ ઉપયોગ થઈ રહ્યો છે. બિલાડીના દાંત પર બ્રશ હળવા હાથે ઘસવામાં આવે છે. બિલાડીનો ચહેરો પકડ્યો છે, તેથી તેણે ચૂપચાપ બ્રશ કરવું પડે છે.

આ વીડિયોને Instagram પર cats.all.day પેજ પરથી શેયર કરવામાં આવ્યો છે. આ વીડિયોને હજારો લોકોએ જોયો છે. આ વીડિયોને ઘણા લોકો પસંદ પણ કરી રહ્યા છે. ઘણા લોકોએ આ વીડિયો પર કોમેન્ટ દ્વારા પોતાની પ્રતિક્રિયા પણ આપી છે.

Next Article