Viral Video: બસમાં સીટ માટે મહિલાઓ વચ્ચે છુટ્ટા હાથની મારામારી અને લાફાબાજી, વાળ ખેંચ્યા જુઓ Video

|

Jul 03, 2023 | 3:43 PM

આ દિવસોમાં સોશિયલ પ્લેટફોર્મ પર એક વીડિયો ફરતો થઈ રહ્યો છે, જેમાં 3-4 મહિલાઓ એક સીટ પર લડતી જોવા મળી રહી છે. જો કે આ વીડિયોમાં જોઈ શકાય છે કે બસની સીટને લઈને લડાઈ થઈ હોઈ શકે છે.

Viral Video: બસમાં સીટ માટે મહિલાઓ વચ્ચે છુટ્ટા હાથની મારામારી અને લાફાબાજી, વાળ ખેંચ્યા જુઓ Video
Image Credit source: Twitter

Follow us on

બસ હોય, ટ્રેન હોય સીટને લઈને લડાઈ દરેક જગ્યાએ જોવા મળે છે. ક્યારેક આ લડાઈ એટલી ખતરનાક બની જાય છે કે મામલો મારામારી સુધી પહોંચી જાય છે. તમે પણ ઘણી વાર આવી લડાઈઓનો  સામનો કર્યો હશે. હવે આ દિવસોમાં સોશિયલ મીડિયા પર વધુ એક વીડિયો સામે આવ્યો છે, જેમાં જોઈ શકાય છે કે 3-4 મહિલાઓ એકબીજા સાથે એટલી હદે લડી રહી છે કે તેઓ એકબીજાને મારવા તૈયાર છે. આ ઘટના કર્ણાટકની જણાવવામાં આવી રહી છે.

આ પણ વાંચો: Viral Video: બાળકને હાથમાં લઈને ટ્રેનના બે કોચના જોઈન્ટ પર બેસીને મુસાફરી કરી રહી હતી મહિલા, જુઓ દર્દનાક વીડિયો

IPLનો સૌથી મોંઘો કેપ્ટન, એક મેચની કમાણી 1.92 કરોડ રૂપિયા
જો નાગા સાધુ તમારા ઘરે ભિક્ષા માંગવા આવે તો શું કરવું?
ભોજપુરી એક્ટ્રેસ મોનાલિસાની આ તસવીરો જોઈને ચાહકો થયા ઘાયલ
અમદાવાદના Coldplay કોન્સર્ટની લાઇવ સ્ટ્રીમ ક્યાં જોઈ શકશો, જાણો
ભારતનું એક એવું ગામ જ્યાં જૂતા-ચપ્પલ નથી પહેરતા લોકો ! જાણો શું છે કારણ
'બિગ બોસ 18' ના વિજેતાને કેટલા પૈસા મળ્યા, જુઓ ફોટો

એક મહિલા સીટ પર બેસવા જતી હતી ત્યારે બીજી મહિલા આવી અને તેને ત્યાંથી દૂર કરવા લાગી. મહિલાએ તેને હટાવવાની કોશિશ કરતા જ પાછળથી એક મહિલા આવે છે અને તેને ખેંચે છે. આ પછી 3-4 મહિલાઓ વચ્ચે ઝઘડો થાય છે અને એકબીજાના વાળ ખેંચવા લાગે છે.

આ દરમિયાન તેમની વચ્ચે ઝપાઝપી પણ થાય છે. જે સમયે આ લડાઈ થઈ રહી છે તે સમયે બસમાં અનેક લોકો હાજર છે. જોકે મહિલાઓને રોકવાનો અનેક લોકો પ્રયાસ કરી રહ્યા છે. દરેક વ્યક્તિ લડાઈનું દ્રશ્ય જોઈને ઉભા છે.

યુઝર્સે ચિંતા વ્યક્ત કરી

જો કે લડાઈ વચ્ચે એક-બે મહિલાઓ પણ તેમને રોકવા આવે છે, પરંતુ આ નારાજ મહિલાઓ લડવાનું બંધ કરતી નથી. જણાવી દઈએ કે આ પહેલી ઘટના નથી. આ પહેલા પણ સીટને લઈને અનેક ઝઘડા સામે આવી ચૂક્યા છે.

 

Credit- Twitter @gharkekalesh

 

વીડિયો જોનારા યુઝર્સે પણ ચિંતા વ્યક્ત કરી છે. એક યુઝરે કહ્યું કે, ‘મહિલાઓને એકબીજાના વાળ ખેંચતી જોવી ખરેખર જોરદાર છે.’ જ્યારે અન્ય એક યુઝરે ફની કોમેન્ટ કરતા કહ્યું કે, ‘WWE, Women Wrestling Entertainment.’ અન્ય યુઝરે કહ્યું, ‘શું KSRTCમાં આ વાત એટલી સામાન્ય છે? આવી જ ઘટના ગઈ કાલે મારી બસમાં પણ બની હતી.

વાયરલ અને ટ્રેન્ડિંગના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Article