પ્રિન્ટિંગ પ્રેસની અંદરનો વીડિયો આવ્યો સામે, આ રીતે સામાન્ય કાગળ બની જાય છે ચલણી નોટ!

|

Jul 22, 2021 | 6:52 PM

આ વીડિયો પ્રિન્ટિંગ પ્રેસની (printing press) અંદરનો છે. આમાં કાગળ બનાવવાથી લઈને ચલણી નોટ (Currency Note) બહાર આવવાની સમગ્ર પ્રક્રિયા બતાવવામાં આવી છે.

પ્રિન્ટિંગ પ્રેસની અંદરનો વીડિયો આવ્યો સામે, આ રીતે સામાન્ય કાગળ બની જાય છે ચલણી નોટ!
પ્રતીકાત્મક તસ્વીર

Follow us on

તમે ક્યારેય પણ વિચાર્યું છે કે આપણે જે નોટ વાપરીએ છીએ કે ખિસ્સામાં રાખીએ છીએ તે કેવી રીતે છાપવામાં આવે છે? આ નોટનો કાગળ કેમ અલગ છે, શાહી શા માટે ભૂંસાતી નથી. નોટ ઉપર અમુક વોટરમાર્ક હોય જેથી આપણે જાણી શકીએ છીએ કે, નોટ સાચી છે કે ખોટી? એક વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે આખરે નોટ છાપવામાં કેમ આવે છે.

 

આ વીડિયો પ્રિન્ટિંગ પ્રેસની (printing press) અંદરનો છે. આમાં કાગળ બનાવવાથી લઈને ચલણી નોટ (Currency Note) બહાર આવવાની સમગ્ર પ્રક્રિયા બતાવવામાં આવી છે. આ વીડિયો યુરોપિયન સેન્ટ્રલ બેન્કનો છે, જેમાં આપણે યુરો છાપતા જોવા મળી રહ્યો છે. વીડિયો ખૂબ જ રસપ્રદ છે. જે આપણને પ્રિન્ટિંગ પ્રેસ વિશે સંપૂર્ણ માહિતી આપે છે. વીડિયોને ક્રાફ્ટી પાંડાના ફેસબુક પેજ પરથી લેવામાં આવ્યો છે.

IPLનો સૌથી મોંઘો કેપ્ટન, એક મેચની કમાણી 1.92 કરોડ રૂપિયા
જો નાગા સાધુ તમારા ઘરે ભિક્ષા માંગવા આવે તો શું કરવું?
ભોજપુરી એક્ટ્રેસ મોનાલિસાની આ તસવીરો જોઈને ચાહકો થયા ઘાયલ
અમદાવાદના Coldplay કોન્સર્ટની લાઇવ સ્ટ્રીમ ક્યાં જોઈ શકશો, જાણો
ભારતનું એક એવું ગામ જ્યાં જૂતા-ચપ્પલ નથી પહેરતા લોકો ! જાણો શું છે કારણ
'બિગ બોસ 18' ના વિજેતાને કેટલા પૈસા મળ્યા, જુઓ ફોટો

 

ભારતમાં ચાર જગ્યાએ નોટો છાપવામાં આવે છે

ભારતમાં ચલણી નોટો ચાર જગ્યાએ છાપવામાં આવે છે. જેમાં નાસિક, દેવાસ, મૈસુર અને સાલ્બોની (પશ્ચિમ બંગાળ) છે. કોઈપણ ચલણી નોટ ભારત સરકાર અને ભારતીય રિઝર્વ બેંક દ્વારા જ છાપવામાં આવે છે. દેવાસની બૅંક નોટ પ્રેસ અને નાસિકની કરન્સી નોટ પ્રેસ નાણાં મંત્રાલય હેઠળ કાર્યરત સિક્યોરિટી પ્રિન્ટિંગ એન્ડ મિટિંગ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા હેઠળ કામ કરે છે. જ્યારે મૈસુર અને સાલ્બોની પ્રેસ રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાની સબસિડિયરી કંપની ભારત રિઝર્વ બેન્ક નોટ મુદ્રણ પ્રાઈવેટ લિમિટેડને આધીન છે.

 

આરબીઆઈની રચના 1935માં થઈ હતી


ભારતમાં ચલણી નોટો છાપવા અને પૈસા અને ચલણના વ્યવહારો રાખવા માટે ભારતીય રિઝર્વ બેંકની રચના 1935માં કરવામાં આવી હતી. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ 10 હજાર રૂપિયાની નોટ પણ છાપી હતી, જે આઝાદી પછી બંધ કરી દેવામાં આવી હતી. 1938માં આરબીઆઈએ પ્રથમ નોટ છાપી હતી. જે પાંચ રૂપિયાની નોટ હતી. તેમાં કિંગ જ્યોર્જ -6 ની તસવીર હતી.

 

એક રૂપિયાની નોટ 100 વર્ષ કરતા પણ વધુ જૂની

એક રૂપિયાની નોટ દેશની સૌથી જૂની છે. 30 નવેમ્બર 1917ના રોજ પહેલીવાર એક રૂપિયાની નોટ છાપવામાં આવી હતી. તે સમયે ભારત પર અંગ્રેજોનું શાસન હતું. ખરેખર, વિશ્વયુદ્ધ દરમિયાન એક રૂપિયાનો સિલ્વર સિક્કો ઉપયોગમાં લેવામાં આવ્યો હતો. પરંતુ યુદ્ધને કારણે તેમને બનાવવામાં મુશ્કેલી શરૂ થઈ. આ સ્થિતિમાં લોકોની હાજરીમાં પહેલીવાર એક રૂપિયાની નોટ છાપવામાં આવી હતી, જેના પર જોર્જ પાંચનો ફોટો છાપવામાં આવ્યો હતો.

 

નોટનો કાગળ ચાર જગ્યાએ તૈયાર થાય છે
ચલણી નોટ પ્રિન્ટિંગ પેપર વિશ્વમાં ચાર જગ્યાએ મળી આવે છે. મશીનો દ્વારા આ કાગળને ખાસ કાગળમાં પરિવર્તિત કરવામાં આવે છે.

1. ફ્રાન્સની આર્ગો વિગિસ
2. અમેરિકાનું પોર્ટલ
3. સ્વીડનનો ગેન
4. પેપર ફેબ્રિક્સ લ્યુસેન્ટલ

 

આ પણ વાંચો : સાઉદી અરેબિયાનું મહિલા સશક્તિકરણને લઈને મોટું પગલું, મક્કામાં પહેલીવાર મહિલા સૈનિકો તૈનાત

Next Article